બોલિવૂડની નવી જનરેશનમાં જેટલા પણ નવા એક્ટર્સનું આગમન થયું છે એમાં વરુણ ધવને ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રેક્ષકોને પણ એનો અભિનય ગમે છે. વરુણ ધવને જ્યારે કરિયરની શરૂઆત કરી, ત્યારે એની કોમેડી ટાઇમિંગ, એક્ટિંગ, ડાન્સિંગ સ્ટાઇલ જોઇને એવું લાગતું હતું કે એ નવી પેઢીનો સલમાન ખાન બની જશે. જોકે એણે કેટલીક ફિલ્મ એવી કરી, જેમાં એનો સીરિયસ રોલ હતો. આમ, વરુણે સાબિત કરી દીધું કે એ વર્સેટાઇલ અભિનેતા છે. તે સાથે જ સતત સફળતા મળ્યા પછી હજી પણ એનું માનવું છે કે એક્ટર તરીકે એક્સપ્લોર કરવાનું હજી બાકી છે. પ્રોફેશનલ, પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી તેમજ વરુણને કયા કલાકર ગમે છે. કઇ અભિનેત્રી સાથે એનું સારું બોન્ડિંગ છે. એવું કયું પાત્ર છે જે સ્ક્રીન પર ભજવવાની એને ઇચ્છા છે, જાણીએ વરુણ ધવન પાસેથી.

તારી મોટા ભાગની ફિલ્મો હિટ નીવડી છે. અત્યાર સુધીની તારી કરિયરથી તું સંતુષ્ટ છો?

હજી નહીં. હજી તો મારે ઘણું આગળ વધવાનું છે. ઘણુંબધું શીખવાનું બાકી છે. આ તો મારી શરૂઆત છે. હા, ફિલ્મો હિટ નીવડી છે, એ વાતનો આનંદ અવશ્ય છે. જોકે હજી મારે એક્ટર તરીકે એક્સપ્લોર થવાનું બાકી છે.

તારી સાથે કામ કરનાર હિરોઇનોની વાત કરીએ તો તારી ફેવરિટ હિરોઇન કોણ છે?

આમ તો દરેક હિરોઇન મારી ફેવરિટ છે, પણ આલિયા ભટ્ટ મારી પહેલી ફિલ્મની હિરોઇન હોવાની સાથે મિત્ર પણ હોવાથી મને એની સાથે કામ કરવામાં વધારે મજા આવે છે. એ સાચે જ ગજબની હિરોઇન છે.

નવરાશનો સમય મળે ત્યારે તને શું કરવાનું ગમે છે?

જ્યારે પણ મારી પાસે સમય હોય છે ત્યારે હું ફિલ્મો જોઉં છું. મને ફિલ્મો જોવાનું ગમે છે. દરેક પ્રકારની અને દરેક ભાષાની ફિલ્મો જોવાનું ગમે છે.

તને તારા એક ગમતા હીરોની ફિલ્મ જોવાનું કહેવામાં આવે તો તું કોની ફિલ્મ જોવાનું પસંદ કરીશ?

ગોવિંદા મારા ફેવરિટ કલાકાર છે. મને એમની ફિલ્મો જોવાની ખૂબ મજા આવે છે. એમની ફિલ્મો ખૂબ મજાની હોય છે. ગોવિંદાની ફિલ્મો જોવાથી માઇન્ડ ફ્રેશ થઇ જાય છે.

ગોવિંદાની ફિલ્મો સિવાય અન્ય કઇ ફિલ્મો જોવાની ગમે છે?

મને આમિર ખાનની ફિલ્મ `રંગ દે બસંતી’ ખૂબ ગમે છે. જ્યારે મેં એ પહેલી વાર જોઇ ત્યારે મારા મન પર એ ફિલ્મની ખૂબ ઊંડી અસર થઇ હતી.

તારું ઓલટાઇમ ફેવરિટ સોંગ કયું છે?

`યાદ આ રહી હૈ, તેરી યાદ આ રહી હૈ….’ સોંગ ગમે છે. આ ગીત હું કાયમ સાંભળવાનું પસંદ કરું છું. આ ગીત સાચે જ ખૂબ સરસ છે.

તને ગમતું કોઇ પાત્ર જે સ્ક્રીન પર ભજવવાની તારી ઇચ્છા હોય તે જણાવીશ?

મારે કોઇ ફિલ્મમાં સોલ્જર, આર્મી ઓફિસરનું પાત્ર ભજવવું છે. એ મારી હાર્દિક ઇચ્છા છે. ઇન્ડિયન આર્મીને હું ખૂબ માન આપું છું અને મારી દૃષ્ટિએ એ જ સાચા હીરો છે. આ જ કારણસર હું પણ સ્ક્રીન પર ઓફિસર બનવાની ઇચ્છા ધરાવું છું.

બોલિવૂડમાં જો કોઇ એક બાબતમાં પરિવર્તન લાવવાનું હોય તો તું શું પરિવર્તન લાવીશ?

બોલિવૂડમાં બધું એટલું સારું છે કે કંઇ પરિવર્તન લાવવાની કે બદલવાની જરૂર જ નથી. લોકો સમયસર સેટ પર આવતા થઇ જાય તો વધારે સારું રહેશે.

વરુણને રાજકારણમાં રસ છે? એ ક્યારેય પોલિટિક્સમાં જવાનું વિચારે છે?

મને નથી લાગતું કે આ કામ એટલું સરળ છે. રાજકારણ દરેકને માફક નથી આવતું. જોકો મોટા ભાગના યુવાનોની માફક હું પણ ઇચ્છું છું કે દેશ વ્યવસ્થિત રીતે ચાલે, ભ્રષ્ટાચાર દૂર થાય, સિસ્ટમ સારી રીતે કામ કરે. એ માટે મારા લેવલે મારાથી જે થઇ શકે છે તે કરવાનો પ્રયત્ન કરું છું.

 

 

Loading

Spread the love

Leave a Comment