સમય માટે તો ઘણી બધી કહેવતો આપણે જાણીયે છીયે. સમય સૌથી વધારે બળવાન છે. તેના માટે ખાસ તો સમયનું સૂચન કરનાર ઘડિયાળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. જોકે તેનો વાસ્તુશાસ્ત્ર સાથે ખૂબ જ ઊંડો અને જૂનો સંબંધ છે. તમે તમારા ઘરમાં ઘડિયાળને પણ સજાવવા માટે વાસ્તુશાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે. સજાવટની વસ્તુમાં સમયને પણ સાંકળી લેવો વધારે અગત્યનો છે. ઘરની અંદર ઘડિયાળને હંમેશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવવાથી પોઝીટીવ ઉર્જા પ્રાપ્ત થાય છે.

પહેલાના સમયમાં ઘરમાં ડંકા ઘડિયાળનો ટ્રેન્ડ હતો. જેમાં કલાકે કેટલા વાગ્યા તે પ્રમાણેના ડંકાનો અવાજ સંભળાતો અને દર અડધો કલાકે એક ડંકો પડતો. ધીમે ધીમે તેમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. જોકે એક વાત સાચી છે કે આપણા પ્રાચીન વૈદીક વિજ્ઞાનમાં પણ સમયના અનેક ઉપકરણોનો ઉલ્લેખ થયો. જેમાં ટાઇમ મશીન, સન ડાયલ, જંતરમંતરનો પણ લોકો સમયસૂચક તરીકે ઉપયોગ કરતા હતા. યંત્રો સાથે તો માણસ પહેલાથી જ રમત રમતો આવ્યો છે એટલે હવે યંત્રોની પણ સજાવટમાં નવીન પ્રકાર અને આકાર સાથે તમે ઉપયોગમાં લઇ શકો છો.

જો તમે તમારા ઘરમાં ઘડિયાળ જેવી સમયસૂચક વસ્તુને જો હોમ ડેકોરમાં અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સજાવશો તો તમારા પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે.

  • ઘડિયાળ ને દિવાલ પર લગાવવા માટે ઉત્તર, પૂર્વ અને પશ્વિમ દિશાની પસંદગી કરો. ક્યારેય દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવવી નહીં. જો ઘરમાં ઘડિયાળ દક્ષિણ દિશાની દિવાલ પર લગાવેલી હશે, તો કોઇપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા તમારું ધ્યાન અનેકવાર દિવાલ તરફ જશે. જેનું પરિણામ એ આવશે કે તેનાથી નેગેટીવીટીમાં વધારો થશે અને કાર્યમાં તમને ધારી સફળતા મળશે નહીં. દક્ષિણ દિશા તરફથી આવતી નકારાત્મક ઊર્જા તમારા કામમાં અવરોધરૂપ બની શકે છે.
  • ઘડિયાળનો જ્યારે પણ ઉપયોગ કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે ઘડિયાળ ટાઇમ પીસ હોય  કે દિવાલની ઘડિયાળ હોય, તેને રાત્રે સૂતી વખતે તમારાથી થોડી દૂર રાખો. રાત્રે સૂતી વખતે ઘડિયાળનો જે ટીક ટીક અવાજ આવે તેનાથી ઊંઘમાં ખલેલ પડશે. તે ઉપરાંત આજકાલની બનાવટવાળી ઘડિયાળ ઇલેકટ્રોનિક સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઇલેકટ્રોનિક ઉપકરણોમાંથી જે ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડીએશન નીકળે છે, તે મગજની અને હૃદયની આજુબાજુ નેગેટીવ ઊર્જા ઉત્પન્ન કરી દે છે. તેની અસરના કારણે સૂવામાં કે સાથે રાખવામાં તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે.
  • ઘરમાં ઘડિયાળ ક્યારેય કોઇ દરવાજાની ઉપર ન રાખવી તે વાતનું ખાસ ધ્યાન રાખવું. કારણકે જ્યારે પણ દરવાજાની અંદર કે બહાર આવો ત્યારે આવતા અને જતા સમયે તમારા આભામંડળ પર તેની અસર પડશે. જેના કારણે તમે વધારે પ્રમાણમાં તણાવ અનુભવશો. આ પ્રકારના દરવાજામાંથી બહાર નીકળ્યા પણ પણ તમે સતત તણાવનો અનુભવ કરશો અને તમારું મન સતત બેચેન રહ્યા કરશે.
  • તમારા ઘરમાં નાની મોટી સજાવટની કે એલાર્મ જે પણ પ્રકારની ઘડિયાળ હોય તે દરેક ચાલું કંડીશનમાં છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. કોઇપણ ઘડિયાળ ક્યારેય બંધ સ્થિતીમાં હોવી જોઇએ નહીં.
  • કોઇપણ ઘડિયાળ તેના સમય કરતા પાછલ ચાલવી જોઇએ નહીં. જો બની શકે તો તમારી ઘડિયાળને યોગ્ય સમય કરતા પાંચ કે દસ મિનિટ આગળ રાખો કારણકે સમયની સાથે ચાલવામાં જ જીવનમાં પ્રગતિ થાય છે. તેની પાછલ જ ઉન્નતી અને વિકાસના અનેક રહસ્યો છૂપાયેલા છે.
  •  જો ઘડિયાળ ખરાબ હોય તો તેને તરત જ રીપેર કરાવી લેવી અથવા તેની બેટરી બદલાવી રહેવી.
  • આજકાલની કેટલીક ઘડિયાળો દર એક કલાકે સંગીત કે મધુર અવાજ ઉત્પન્ન કરે છે. આવી ઘડિયાળને ઘરના મુખ્ય સ્થળ ગેલેરીમાં લગાવો. તેનાથી પોઝીટીવીટીમાં વધારો થાય છે. તેમજ પરિવારના દરેક સભ્યોના જીવનમાં ઉન્નતીની નવી તકો ઊભી થાય છે.
  • દિવાલની ઘડિયાળ પર કયારેય ધૂળ અને માટી ન જામી જાય તેનું પણ ધ્યાન રાખો. સમયસર સાફ કરતા રહેવું.
  • ઘડિયાળનો કાચ પણ તૂટેલો ન હોવો જોઇએ. આવી તૂટેલી ઘડિયાળને તરત જ બદલી નાખો, તેનાથી ઘરના સભ્યોમાં નેગેટીવીટી ફેલાય છે.

 

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment