ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ઘણીબધી એક્સેસરીઝ હોય છે. તેમ છતાંય ઘરમાં સુશોભન માટે ગોઠવેલા ફૂલછોડનું અનોખુ અને અલગ જ આકર્ષણ હોય છે. જે સમગ્ર ઇન્ટિરીયરમાં જીવંતતા લાવી દે છે. ફૂલછોડને વધારે સંભાળની જરૂર હોય છે. તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટેની જગ્યાની જરૂર હોય છે. ક્યારેક તેમને ઘરની બહાર પણ રાખવા પડે છે, કારણકે જો આવું ન થાય તો પ્લાન્ટ્સ જલદી ખરાબ થઇ જાય છે. બીજી તરફ જોઇએ તો લોકો પાસે સમયનો અભાવ છે, તેથી લોકો ફૂલવાળા પ્લાન્ટ્સના બદલે ડેકોરેટીવ પ્લાન્ટ્સને વધારે પસંદ કરે છે. તેની ખાસ વાત એ છે કે તેને તમે ઘરના કોઇપણ ખૂણામાં રાખી શકો છો. ત્યાં ફક્ત પાંદડાઓ જ હોય છે. જેની દેખભાળ રાખવી સરળ હોય છે. તે સિવાય મોટા પાનવાળા પ્લાન્ટ્સને દેખભાળની જરૂર પણ ઓછી હોય છે. તેમજ તેને સુર્યપ્રકાશ પણ ઓછો જોઇએ છે. તે શેઇપ અને સાઇઝને હંમેશા મેઇન્ટેઇન રાખે છે અને હંમેશા એવરગ્રીન હોય છે.

 

ઘરમાં આ પ્રકારના પ્લાન્ટ્સને લગાવવા માટે કન્ટેનર અથવા પોટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઘણાબધા પ્રકારના હોય છે. જેમકે, માટીના, ગ્લેઝ્ડ ક્લે, બ્રાસ, કોપર, ગ્લાસ, પ્લાસ્ટિક, સિમેન્ટ અથવા તો કોંક્રિટના હોય છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી માટી સામાન્ય માટી કરતા અલગ હોય છે. જેમકે કોકોપીટ, પીટમોસ, પર્લટી, સોડસ્ટ, રાઇસ હલ્સ એટલે જે જેનામાં પાણીને પચાવવાની ક્ષમતા વધારે હોય છે. આ તમામ કન્ટેનરમાં પહેલાથી જ છિદ્ર હોય છે, જેના કારણે પાણી બહાર નીકળી શકે. કૂંડામાં માટી ભરીયે તે પહેલા તે છિદ્રની ઉપર પેબલ્સ પથ્થર રાખવામાં આવે છે. જેથી પાણી નાખતી વખતે પાણીની સાથે માટી પણ વહી ન જાય. કન્ટેનરની નીચે પ્લેટર મૂકી દેવું જોઇએ જેથી પાણી બહારની તરફ વહીને ફેલાઇ ન જાય. માટીનું કૂંડુ ગરમીમાં વધારે ઠંડકનો અનુભવ કરાવે છે. પ્લાસ્ટિકના કૂંડા કૈક્ટસ અને સુકુલેંટેસ જેવા છોડ માટે યોગ્ય ગણાય છે. ઘરમાં તમે ઇન્ડોર પ્લાન્ટ્સની સાથે વિન્ડો બોક્સ પ્લાન્ટ્સ પણ લગાવી શકો છો. તેમાં તમે ડેકોરેટીવ પ્લાન્ટ્સથી લઇને ફુલછોડવાળા પ્લાન્ટ્સ લગાવી શકો છો. તેમાં જે છોડનો ઉપયોગ થાય છે, તેમાં એગ્લોનેમા, કૈલેડિયમ, કૈલ્થિયા, હેડહેડ્રા, કોર્ડાઇલીન વગેરે છે.

ઘરની અંદર જ્યાં સીધો તડકો આવે છે, જેમકે બારીની પાસે અથવા અન્ય સ્થળે, તો ત્યાં તમે એસિલેફા, ક્રોટન, કોલેસ, હેદેરા હિલીક્સ વગેરે પ્લાન્ટ્સ લગાવી શકો છો. જ્યાં ઓછો સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળે જેમકે સોફાની પાસે, રૂમના સેન્ટરમાં રાખી શકો છો. ત્યાં તમે એસ્પૈરેગસ, ક્લોરોફાઇટમ, કોર્ડીલીન, કાઇક્સરિવોલ્તા, યુનોમસ, મનીપ્લાન્ટ લગાવી શકો છો. જ્યાં ઓછી લાઇટ હોય તેવી જગ્યા જેમકે રૂમનો ખૂણો અથવા તો બારીથી દૂરના ભાગ તરફના એરીયામાં તમે મારાંતા, ફિલોડેંડ્રોન, નેફ્રોલેપિસ વગેરે લગાવી શકો છો.

પાંદડાઓ પર જામેલ ગંદકીને સાફ કરવા માટે ભીના કપડાંનો ઉપયોગ કરવો. તેમાં પાણીનું ટેમ્પરેચર વધારે ઠંડું હોવું જોઇએ નહીં. પાણી સીધુ પાંદડાઓ અથવા તેના ગુચ્છા પર છાંટવું નહીં. ઘરમાં કોઇ ખૂણામાં તમે મોટો પ્લાન્ટ્સ રાખી શકો છો. તેને સમયસર પાણી અને સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવું.

 

 

Loading

Spread the love

Leave a Comment