મુબારકા ફિલ્મમાં પહેલીવાર અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે કામ કરતા જોવા મળ્યા. રીયલ લાઇફની ચાચા-ભતીજાની જોડી રીલ લાઇફમાં ફિલ્મ મુબારકામાં જોવા મળી. અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે ફિલ્મને લઇને અને પહેલીવાર સાથે કામ કરવાના લીધે તેમની એકબીજા માટેની જાણી-અજાણી કેટલીક વાતો જે બંનેએ રૂબરૂ મુલાકાતમાં શેર કરી હતી.

અર્જુન કપૂર – મુબારકા ખૂબ જ મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મમાં હું ડબલ રોલ પ્લે કરી રહ્યો છું. કરણ અને ચરણ મારા પાત્રના નામ છે. કરણ થોડો ઓવરસ્માર્ટ છે, તે બોલી નાખે છે, જ્યારે ચરણ શાંત છે. તે બંનેની સાથે જ્યારે કરતાર આવે છે, તો ખૂબ મજા આવે છે. આ પહેલા ઔરંગઝેબમાં હું ડબલરોલમાં જોવા મળ્યો હતો પણ તે ફિલ્મના રોલ અલગ પ્રકારના હતા. તેમાં બંને ભાઇઓ એક સાથે સ્ક્રિન શેર કરતા વધારે જોવા મળ્યા નહોતા. ફક્ત એક જ વાર એ રીતનું દ્રશ્ય હતું. આ ફિલ્મ અને મારાો રોલ મારા માટે ખૂબ યુનિક રહ્યો છે. હજી સુધી બે જુડવા ભાઇઓ એકબીજા સાથે રહીને સ્ક્રીન કરે તેવું ઓછું જોવા મળ્યું છે. તે પોતાના ચાચા અને મામા સાથે રહેતા હોય છે. ફિલ્મમાં ફેમીલી રીલેશનની વેલ્યુ સમજાવવામાં આવી છે. મારા માટે એક જ સીન બે અલગ પાત્ર સાથે ભજવવો મુશ્કેલ રહ્યો. બંને પાત્રને સમજીને રોલ કરવો, બંને પાત્રની ટ્યુનિંગ પકડીને ચાલવું થોડું અઘરું રહ્યું હતું. ડબલ રોલમાં આખી ટીમની ખૂબ મહેનત રહેલી હોય છે. જોકે જ્યારે કરણનો રોલનું શૂટ કર્યા પછી ચરણનું પાત્ર કરવાનું હતું તે સમય દરમિયાન મારે પઘડી પહેરવા જેટલો સમય મને એક પાત્રમાંથી બહાર નીકળવા માટે મળી જતો હતો. તે સિવાય તમારું ડ્રેસીંગ પણ તમારા પર અસર કરે છે.

જ્યારે ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે જ વિચાર્યું હતું કે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવવું છે. મેં ફિલ્મમાં ફક્ત એક્ટિંગ જ કરી છે પણ તેને વિઝન અને વિઝ્યુઅલ આપવાનું કામ આખી ટીમનું છે. હું માનું છું કે ભારતમાં ડબલ રોલ વાળી ફિલ્મોને લોકોએ હંમેશા પસંદ કરી છે. અનીસ બઝમી તો ડબલ રોલ ફિલ્મ બનાવવાના કિંગ કહેવાય છે. આંખે, બોલ રાધા બોલ, ગોપી કિશન જેવી અનેક ફિલ્મો તેમણે આપી છે. ફક્ત એક્ટરનો જ નહીં તેમણે કુતરા પાસે પણ બોલ રાધા બોલમાં ડબલ રોલ કરાવ્યો હતો. વળી, મને મુબારકા ફિલ્મમાં ત્રણ હિરોઇનો સાથે કામ કરવાની તક પણ મળી.

કોમેડી રોલ કરવા મુશ્કેલ હોય છે કારણકે તેમાં કોમેડી એક્સપ્રેશન અને ટાઇમિંગ સાચવવા ખૂબ મુશ્કેલ હોય છે. હું માનું છું કે તમારી આજુબાજુ જે કલાકારો છે, તેનાથી પણ તમારા કામ પર અસર પડતી હોય છે. આ ફિલ્મમાં રત્ના પાઠક શાહ, પવન મલ્હોત્રા હતા, અનિલ ચાચુ હતા, સૌથી સારી ટીમ હતી.

ફિલ્મના પ્રમોશન માટે જૂદા જૂદા શહેરોમાં જવાનું થાય, મિડીયાને મળવાનું થાય અને લોકોને પણ મળવાનું થાય છે. જેના કારણે લોકો અમને કેટલો પ્રેમ કરે છે તે જોવા મળે છે. લોકો તમારા કામને પસંદ કરે છે, શા માટે કરે છે અને લોકો તમારી સાથે કેટલી લાગણીથી જોડાયેલા છે, તે ખાસ જોવા મળે છે. ઘણીવાર એવું પણ બને છે કે દરેક ફિલ્મ વખતે એ સ્થળે વારંવાર જવાનું થાય છે. હું મારી પહેલી ફિલ્મથી લઇને આજદિન સુધી અમદાવાદમાં ગુજરાતમાં આવતો જ રહ્યો છું. મારી એક ફિલ્મ 2 સ્ટેટ્સનું શૂટીંગ પણ અહીં થયું છે તો અહીં ગુજરાતના લોકો સાથે ખાસ પ્રકારનું એટેચમેન્ટ થઇ ગયું છે. હું અમદાવાદ પ્રમોશન માટે આવું છું એટલે જ મારી ફિલ્મો લોકો વધારે જુવે છે તેવું મને લાગે છે અને સફળ પણ થાય છે.

હું તમને મારી લાઇફનો સૌથી યાદગાર દિવસ કહેવા માગીશ. હું મારી પહેલી ફિલ્મ ઇશકજાદે વખતે પરિણીતી ચોપરા સાથે ફિલ્મના પ્રમોશનમાં અમદાવાદ આવ્યો હતો. તે સમયે એક મોલમાં પ્રમોશન રાખ્યું હતું. હાલમાં તો મોલમાં પ્રમોશન ખૂબ સામાન્ય બની ગયું છે. ક્રાઉડ સાથે ઇન્ટરેક્શન કરવું સામાન્ય બની ગયું છે. મારી લાઇફનું પહેલું ક્રાઉડ ઇન્ટરેક્શન અમદાવાદમાં થયું હતું. જ્યારે તમારી પહેલી ફિલ્મ આવવાની હોય છે, ત્યારે તમને ખબર હોતી નથી કે કેટલું ક્રાઉડ તમને જોવા કે મળવા માટે ભેગુ થશે. તમને કોઇ ઓળખશે કે નહીં તેની પણ તમને ખબર હોતી નથી. પહેલી ફિલ્મના રીલીઝ વખતે એક પ્રકારનો ડર પણ હોય છે. હું મોલની લિફ્ટથી ઉપર જઇ રહ્યો હતો અને મેં જોયું કે મને મળવા માટે 500થી વધારે લોકો આવ્યા હતા. મને ખૂબ જ સારું લાગ્યું હતું. મારા માટે અમદાવાદ પહેલી એવી જગ્યા છે, જ્યાંથી મને લોકોનો પ્રેમ મળવાનો શરૂ થયો. અહીંના લોકો સાથે એક અલગ પ્રકારનું કનેક્શન છે. મારી સૌથી હિટ રહેલી ફિલ્મ 2 સ્ટેટ્સનું શૂટીંગ પણ અમદાવાદમાં જ થયેલું છે.

અનિલ કપૂર ફિલ્મમાં મારા ચાચા છે પણ રીયલ લાઇફમાં તે મને અર્જુન ચાચુ કહીને બોલાવે છે. નાનપણથી જ તેમણે મારું નામ અર્જુન ચાચુ રાખી દીધુ હતું. તેમના કારણે મારા ફ્રેન્ડ્સ પણ મને આ જ નામથી બોલાવવા લાગ્યા. અનિલ કપૂર સાથે કામ કરવાની તક પહેલીવાર મળી છે. મેં એક કો એક્ટર તરીકે તેમનામાં ખાસ બાબત નોટીસ કરી છે. અત્યાર સુધી હંમેશા તેમને એક એક્ટર તરિકે આગળ વધતા કે ચાચા તરીકે જોયા છે. તેમનામાં એક અલગ પ્રકારની જ એક્સાઇટમેન્ટ રહેલી છે, તે સેટ પર આવે ત્યારે તેમની આંખમાં ચમક જોવા મળે છે. તેમનામાં દરેક બાબતને લઇને પરફેક્શન જોવા મળે છે. કેમેરો ફેસ કરવો, સમયસર પરફેક્ટ સીન આપવા, પરફેક્ટ જમવું, ટાઇમપર સૂવું વગેરે તેમનું શિડ્યુલ ખૂબ વ્યવસ્થિત છે. બીજી એક વાત એ કે દરેક બાબતને લઇને તેમનામાં પોઝીટીવીટી જોવા મળે છે. તેમની ડિક્સનરીમાં આરાબ, રીલેક્સ, ટેક ઇટ ઇઝી જેવા શબ્દો છે જ નહીં. તેમની સાથે કામ કરવાથી તેમની અત્યાર સુધી ન જાણતો હોઉ તેવી એક બાબત જાણવા મળી છે કે ચાચુ ખૂબ જ  મસ્તીખોર છે. તે ખરેખર નાના બાળક જેવા મસ્તીખોર છે. તે ખૂબ જ ચટોરા (ખાવાના શોખીન) છે. દરેકનું ખાવાનું ખાતા હોય છે. મને આ બે બાબતો તેમની ખબર નહોતી. તે સિવાય તેમની એક વાત મને ખૂબ ગમી ગઇ કે તે ફક્ત એક્ટર્સની સાથે જ નહીં શૂટીંગ પર ટીમના દરેક મેમ્બર સાથે મસ્તી અને વાતો કરતા જોવા મળે છે.

અનિલ કપૂર – ફિલ્મને લઇને યુથની વાતો કરવી જોઇએ. ફિલ્મમાં મારું પાત્ર કરતારનું છે. જે પોતે પણ ખૂબ ખુશ રહેતો અને લોકોને ખુશ રાખતો વ્યક્તિ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિમાં એક કરતાર છૂપાયેલો હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાનામાં તેને દબાઇને રાખે છે. હું એવું ઇચ્છીશ કે દરેક વ્યક્તિ પોતાનામાં છૂપાયેલા કરતારને બહાર લાવે. જેનાથી તેઓ ખુશ અને પોઝીટીવ રહી શકશે. તેથી ખાસ કહીશ કે હું ઘણોખરો કરતાર જેવો જ છું અને કરતાર પાસેથી ઘણુબધુ શીખ્યો પણ છું.

હું અત્યાર સુધી જેટલા પણ રોલ કરી ચૂક્યો છું તેને ક્યારેય મારા પર હાવી થવા દેતો નથી. 24 સિરિઝમાં મારું જે જયસિંહ રાઠોડનું પાત્ર હતું તે સિરિયસ, ડ્રામેટિક પ્રકારનું હતું તેવા પાત્રની મન પર અસર થતી હોય છે. કારણકે આ પ્રકારના પાત્રો હેલ્થ અને માઇન્ડને અસર કરતા હોય છે. તેથી તેવા પ્રકારના પાત્ર કરવા માટે હું હંમેશા ગેપ લેતો હોઉ છું. લોકો પૂછે કે પહેલી સિઝન પછી બીજી શરૂ કરવામાં સમય લાગ્યો અને હવે ત્રીજીમાં પણ ગેપ વધી ગયો છે. તેની પાછળનું કારણ જ આ છે. તેથી હું પોતાને ફિઝીકલી અને મેન્ટલી સ્ટ્રોંગ બનાવી શકું છું. કરતાર જેવા પાત્રને કારણે ખુશ રહી શકાય છે. તેને દિલમાં રાખી શકાય છે.

હું 1983માં પહેલીવાર અમદાવાદ આવ્યો હતો. હું છેલ્લા 35 વર્ષથી અમદાવાદ આવી રહ્યો છું. મારી ફિટનેસનું કોઇ રહસ્ય નથી. હું માનું છું કે તે જીનેટિક હોઇ શકે છે. તે સિવાય તમારે મહેનત કરવી પડે છે.  મારામાં પોઝીટીવીટી નેચરલી આવી જાય છે. તેને તમે વિચારી નથી શકતા કે પ્લાન કરી શકતા નથી. તેના માટેનો કોઇ ફોર્મુલા પણ હોતો નથી. હું મારા કામના સમય દરમિયાન કે ફ્રી ટાઇમમાં કેવી રીતે ખુશ રહી શકું તે શોધતો રહું છું. હું ખુશ રહીશ તો જ બીજાને પણ ખુશ રાખી શકીશ.

અર્જુન સાથે પહેલીવાર કામ કર્યું છે તો મેં તેની મહેનત અને હોમવર્ક જોયું. મેં ઘણા યંગસ્ટર્સ સાથે આ પહેલા પણ કામ કર્યું છે તો તેમની સરખામણીમાં મને લાગ્યું કે અર્જુનનું ટેલેન્ટ અને મહેનત ખૂબ છે. ડબલ રોલમાં કે કોઇપણ રોલમાં પ્રિપેરેશન ખૂબ જરૂરી છે. કેટલાક કલાકારો તેને આઉટડેટેડ સમજે છે. વધારે મહેનત કરાવે છે, તેવું સમજે છે. તે દરેક બાબતને લઇને રાઇટર, ડિરેક્ટર કે કેમેરામેનની સામે સવાલ-જવાબ કરતા જોવા મળે છે. એક કલાકાર માટે આ બધી બાબતો એક સારી ફિલ્મ બનાવવા માટે જરૂરી છે. અર્જુનની કોમિક ટાઇમિંગ અને પોતાના રોલને લઇને કરવામાં આવતી મહેનત ખૂબ સારી છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment