ચોમાસાની શરૂઆત થવાની તૈયારીમાં છે. તેવા સમયમાં તમે કોઇપણ પ્રકારના ફુલછોડથી ઘરની કે ગાર્ડનની સજાવટ કરી શકો છો. ઘરની ટેરેસ પર તમે મીની ગાર્ડન જેવો લુક આપી શકો છો. આખા દિવસના થાક પછી જ્યારે ટેરેસ પર ફુલછોડની વચ્ચે બેસીને ચ્હા પીવાનો આનંદ માણવાની તક મળે તો તે મજા જ કંઇક અલગ હોય છે. તેનાથી તમે રીલેક્સ ફિલ કરી શકશો.

ઘરના ગાર્ડનમાં ગાર્ડનિંગ કરતી વખતે થોડું ધ્યાન રાખવું પડે છે. તેમાં પણ જો તમારે થોડો ઇન્ટિરીયર લુક આપવો હોય તો ગાર્ડનિંગ કરતી વખતે ત્રણ લાઇન બનાવો. જેમાં સૌથી પાછળના ભાગમાં લાંબા, ઊંચા કે મોટા ફુલછોડ, ત્યારપછી થોડા નાની સાઇઝના અને સૌથી આગળના ભાગમાં નાના ફુલછોડ મૂકો.

જો તમે ટેરેસ ગાર્ડનિંગ કરવાના હો તો પાણી જઇ શકે તેના માટે ડ્રેનેજ સિસ્ટમ જરૂરથી બનાવવાની વ્યવસ્થા રાખો. વરસાદનની ઋતુમાં ફુલછોડને પાણી આપવું નહીં. તે સિવાય રોજ ચેક કરતા રહેવું કે કન્ટેનરમાં પાણી છે કે નહીં. જો પાણી ભરાઇ ગયું હશે, તો તેનાથી ફુલછોડ ખરાબ થવાની શક્યતાઓ રહે છે. જો તમે આખા ટેરેસને લોનથી કવર કરવા ઇચ્છતા તો તો પહેલા આખામાં માટી પાથરીને લોન લગાવો.

ટેરેસ ગાર્ડનમાં અને ગાર્ડનિંગમાં તમે મોનસૂનના પ્લાન્ટ્સ લગાવી શકો છો. જોકે તુલસી અને ગુલાબ બે એવા છોડ છે, જેને તમે ગાર્ડન કે ટેરેસ ગાર્ડનમાં લગાવવામાં પહેલી પસંદગી આપશો.

તુલસી

તુલસીનો છોડ દરેક ઘરમાં મોટભાગે જોવા મળે જ છે. પરંતુ તેની પણ જો દેખભાળ વ્યવસ્થિત રીતે રાખવામાં ન આવે તો સૂકાઇ જાય છે. તુલસીનો છોડ દવા, પૂજા અને સુશોભનમાં ઉપયોગમાં આવે છે. તેથી તેને દરેક ઋતુમાં લીલોછમ રાખી શકાય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમારા ગાર્ડનિંગમાં કે ટેરેસ પર કોઇ ખૂણામાં તેને તમે કૂંડામાં રોપી શકો છો. ગાર્ડનિંગમાં જ્યા નરમ માટી વધારે હોય તેવા ભાગમાં તેને રોપી શકાય છે કારણકે જમીનમાં લગાવેલા છોડની મજબૂતાઇ વધારે જળવાઇ રહે છે. તે લાંબો સયમ સુધી જીવી શકે છે.

સામાન્ય દિવસોમાં તુલસીના છોડને તડકામાં રાખી શકાય અને બાકીના ઠંડીની ઋતુમાં તેને છાંયામાં પણ રાખી શકાય છે. તુલસીના છોડમાં ભેજ રહેલો હોવો જોઇએ, તેને વધારે પાણી આપવું નહીં. તેનાથી તેના મૂળ ગળી જાય છે. તુલસીની જેમ બીજા ફુલછોડને પણ બેધ્યાનપણુ રાખવું નહીં. મોટાભાગના છોડને મોનસૂનમાં પાણીની જરૂર હોતી નથી. કેટલાક છોડ ઇન્ડોર પણ હોય છે, તેને ટેરેસ ગાર્ડનમાં જ્યા તડકો ન આવતો હોય  તેવા સ્થળે મૂકવા. તુલસીમાં બે પ્રકાર આવે છે, રામ તુલસી અને શ્યામ તુલસી. તેમાં પણ રામ તુલસી ગાર્ડનિંગમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે.

ગુલાબ

તમે વિવિધ પ્રકારના ગુલાબથી પણ ટેરેસ ગાર્ડન કે મીની ગાર્ડનની સજાવટ કરી શકો છો. મોનસૂનમાં તે સુંદર લુક અને સુગંધ બંને પૂરી પાડશે. કોઇપણ એવી વ્યક્તિ નથી જેને ગુલાબનું ફૂલ ગમતું ન હોય. તો તમે પણ ગુલાબનો બગીચો ઘરમાં જ સજાવી લો.

હાઇબ્રીડ ટી — આ કેટેગરીમાં આવનારા ગુલાબના ફૂલ ખૂબ સુંદર હોય છે. મલ્ટીકલર રોઝ હોવાના કારણે તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. તે સૌથી વધારે લોકપ્રિય છે.

દેસી ગુલાબ — દેસી ગુલાબમાં રોઝા ડમેસ્કાના, જંગલી ગુલાબ અને પહાડી ગુલાબ આવે છે. સુંદર અને આકર્ષક દેસી ગુલાબનો ગાર્ડનીંગની  સાથે હોમડેકોરમાં પણ ઉપયોગ થાય છે.

મિનિએચર — આ ગુલાબનો છોડ અને ફૂલ બંને ખૂબ જ નાના હોય છે, જેથી તે સરળતાથી કુંડામાં કે પોટમાં રાખી શકાય છે. તેનો ઉપયોગ મોટાભાગે હોમ પ્લાન્ટ્સ ડેકોરેશનમાં કરવામાં આવે છે.

પોલીએન્થા — પોલીએન્થામાં ખાસ કરીને નાના અને હળવા ગુલાબની ગણતરી કરવામાં આવે છે. આ ગુલાબ વર્ષમાં ફક્ત પાંચ મહિના જ ખીલેલા રહે છે. તેની જાતિ પ્રમાણે તેની ઋતુ નક્કી કરવામાં આવે છે.

Loading

Spread the love

Leave a Comment