ફેશન અને ટ્રેન્ડમાં ઘણાબધા આઉટફીટ હોય છે. પણ શું તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવા જોઇએ. ના, કારણકે આજની જનરેશનને ફેશન કેવી અને કઇ રીતે કરવી તેનો ખ્યાલ છે. હવે તો ફેશન સિઝનલ બની ગઇ છે. જે સિઝન હોય તેમાં કમ્ફર્ટેબલ હોય તેવા આઉટફીટ યુવતીઓ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ ચોમાસામાં હવે યુવતીઓ અન્ય આઉટફીટની સાથે શોર્ટ જંપસૂટ પહેરવાનું વધારે પસંદ કરે છે. જેને નવા નામ રુમ્પર તરીકે પણ ઓળખવામાં આવે છે. જંપસૂટ યુવતીઓનું હંમેશાથી પસંદગીનું આઉટફીટ રહ્યું છે. તેને પસંદ કરતા પહેલા તેના માટેની કેટલીક બાબતોને પણ ખાસ જાણવી જરૂરી છે. જંપસૂટની પસંદગી કરતી વખતે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેમાં કેવા પ્રકારના ફંક્શનમાં તેને પહેરીને જવાના છો, કેવી ઋતુમાં પહેરી રહ્યા છો અને ત્રીજુ અને ખાસ અગત્યનું કે તમારા શરીરનો આકાર કેવો છે. તે ઉપરાંત કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખીને તમે જંપસૂટ પહેરીને પોતાને ફેશનેબલ દેખાડી શકો છો.

 

ફિટીંગ મહત્વનું

જંપસૂટના માધ્યમથી રીરના સૌથી સ્લીવ ભાગને દેખાડવાનો પ્રયત્ન કરો. તેનાથી તમે વધારે સુંદર દેખાશો. જો તમારા પગ પાતળા હોય અને કમર પહોળી હોય તો કમરના ભાગથી ખુલ્લુ હોય અને પગના ભાગથી ફિટીંગવાળું હોય એવા પ્રકારના જંપસૂટની પસંદગી કરો. જો તમે દેખાવમાં સ્થૂળ હો અને કમર અને પગના ભાગથી જાડા હો તો લૂઝ હોય તેવા જંપસૂટ પર પસંદગી ઊતારો. ફિગરને અનુરૂપ જંપસૂટની પસંદગી કરવી તમને વધારે આકર્ષક બનાવશે.

 

 

કમરના ભાગનું આકર્ષણ

તમે ઇચ્છતા હો કે જંપસૂટ પહેરીને તમારું ફિગર વધારે આકર્ષક લાગે તો એવા જંપસૂટની પસંદગી કરો જે તમારી કમરના ભાગને આકર્ષક બનાવી શકે. તેના માટે તમે બે પ્રકારના જંપસૂટ પર પસંદગી ઊતારી શકો છો. પહેલું જેમાં કમરના ભાગમાં ઇલાસ્ટિક લગાવવામાં આવી હોય અને બીજું બેલ્ટ હોય. તમારું શરીર સ્થૂળ હોય તો તમે લૂઝ બેલ્ટવાળા જંપસૂટ પણ પસંદ કરી શકો છો. તેનાથી શરીરને આકર્ષક લુક મળી રહેશે.

 

 

જંપસૂટની સાથે બ્લેઝર – સ્રગ

તમે જો પહેલીવાર જંપસૂટ પહેરતા હો અને તમને કમ્ફર્ટેબલ ન લાગતું હોય તો તમે તેની સાથે બ્લેઝર પહેરી શકો છો. જંપસૂટની સાથે બ્લેઝર પહેરીને તમે કમ્ફર્ટ ફિલ કરી શકશો અને સાથે એક અલગ જ આકર્ષક લુક મેળવી શકશો. જંપસૂટની સાથે બ્લેઝર પહેરતી વખતે પણ તેની પસંદગી પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે કોઇ નાઇટ પાર્ટીમાં જવાના હો અને જંપસૂટની સાથે બ્લેઝર પહેરવાની ઇચ્છા હોય તો થેડું સિમર ટાઇપનું શાઇનિંગવાળું બ્લેઝર પહેરવાનું પસંદ કરી શકો છો. જો ઓફિસ વર્ક માટે બ્લેઝર પહેરવું હોય તો તે લાઇટ કલર અથવા ડાર્ક પ્લેઇન કલરનું પસંદ કરો. જો ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું હોય તો બ્લેઝરના બદલે તમે સ્રગ પર પસંદગી ઊતારી શકો છો.

બેલ્ટ – એક્સેસરીઝ

જંસપૂટનો લુક બદલવા માટે બેલ્ટ સૌથી ઉપયોગી ગણાય છે. જો તમારું શરીર અને વજન વધારે હોય તો તમે પહોળો બેલ્ટ પહેરી શકો છો. પહોળો બેલ્ટ પહેરવાથી તમારી કમરનો ભાગ પાતળો દેખાશે. જો તમારું શરીર પાતળું હોય તો જંપસૂટની સાથે પહેરવા માટે પાતળો બેલ્ટ જ પહેરો. પહોળો બેલ્ટ પહેરવાથી તમે વધારે નાના લાગશો. યોગ્ય ફિટીંગવાળા જંપસૂટ પહેર્યા પછી તેની સાથે મેચિંગ જ્વેલરી પહેરીને એલિગન્ટ લુક મેળવી શકાય છે.

વિવિધતા

જંપસૂટમાં અલગ અલગ પ્રકારની નેકલાઇન ખૂબ ડિમાન્ડમાં છે. જેમાં વી ડીપ નેક, રાઉન્ડ નેક, ઓફ શોલ્ડર, હાઇનેક અને વનશોલ્ડર સ્લીટ સ્લીવ, કોર્ડ હોલ્ટર ખૂબ જ પ્રચલિત છે. જેમાં રફલ સ્ટાઇલનો ઉપયોગ નેક અને કમરના ભાગમાં કરવામાં આવે છે. તે સિવાય વાઇડ સ્લીવ, લોન્ગ અને શોર્ટ ફ્રિલ સ્લીવ, સ્લીવલેશ જંપસૂટ પર વધારે પસંદગી ઊતારવામાં આવે છે. ઓફ શોલ્ડર વાઇડ લેગ શોર્ટ સ્લીવ અને વ્રેપ જંપસૂટ પણ વધારે એટ્રેક્ટીવ લુક આપે છે. વ્રેપ જંપસૂટ તમે ઓફિસમાં પણ પહેરી શકો છો. તે સિવાય પ્લેઇન કલરમાં બ્લેક, બ્લ્યૂ અને રેડ વધારે ડિમાન્ડમાં છે. ફ્લોરલ પ્રિન્ટ ચોમાસામાં લોકો વધારે પહેરવાનું પસંદ કરે છે.

Loading

Spread the love

Leave a Comment