આજકાલ એથનિક, પાર્ટી અથવા કેઝ્યુઅલ લુકમાં ટાઇપોગ્રાફી પ્રિન્ટ ડ્રેસ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. સેલિબ્રિટીઝ પણ ટાઇપોગ્રાફી ડ્રેસીસ પહેરાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે પણ તેને પહેરીને અન્ય કરતા અલગ દેખાઇ શકો છો. ચાલો ટાઇપોગ્રાફી ટ્રેન્ડ વિશ્ થોડું જાણીયે.
ગરમીની શરૂઆત થતાની સાથે જ મહિલાઓ ફ્લાવર પ્રિન્ટ, પોલકા પ્રિન્ટ અથવા તો સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ વાળા ડ્રેસ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેવામાં તમે વધારે સ્ટાઇલિશ અને યુનિક લુક મેળવવા ઇચ્છતા હો તો ટાઇપોગ્રાફી વાળા ડ્રેસીસ પણ પહેરી શકો છો. ટાઇપોગ્રાફી ડ્રેસીસ પર કોઈપણ ભાષામાં કંઈક ને કંઈક લખાણ જોવા મળે છે. જો તમે ઈચ્છો તો તમારી પસંદગી મુજબ તમારા ડ્રેસ પર ટાઇપોગ્રાફી પ્રિન્ટ કરાવી શકો છો. જોકે મોટાભાગે આજ સુધી ફક્ત ટી-શર્ટ પર જ ટાઇપોગ્રાફી પ્રિન્ટ જોવા મળતી હતી, પરંતુ હવે ડ્રેસ ટ્રેડીશનલ હોય કે પછી વેસ્ટર્ન હોય તેના પર ટાઇપોગ્રાફી કરવામાં આવે છે. ઘણી બધી બોલીવુડ કલાકારાઓ જેમકે કરિશ્મા કપૂર સોનમ કપૂર દીપિકા પાદુકોણ વગેરે ટાઇપોગ્રાફી વાળી ડ્રેસિસ પહેરી ચૂકી છે. જો તમે પણ આ પ્રકારના ડ્રેસ પહેરવા ઈચ્છતા હો અને બીજા કરતા અલગ અને સ્ટાઇલિશ લૂક મેળવવા ઇચ્છતા હો તો કેટલીક બાબતો પર ચોક્કસ નજર નાખો.
એથનિક લુક
ટાઇપોગ્રાફી દ્વારા સિમ્પલ સાડી પણ ખુબ જ સુંદર દેખાય છે અને તે પહેરવાથી તમને એથનિક લુક મળી રહે છે. સોનમ કપૂરની થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ એક લડકી કો દેખાતો ઐસા લગા ના ફિલ્મ પ્રમોશન દરમિયાન તેણે ટાઇપોગ્રાફી પ્રિન્ટવાળી સાડી પહેરી હતી. જેના ઉપર તમિલ ભાષામાં એક લડકી કો દેખાતો ઐસા લગા લખાણ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. આ સાડી તેના લુકને વધારે યુનિક બનાવી રહી હતી. તમે પણ આ પ્રકારની સાડી પહેરીને બીજા કરતાં અલગ અને આકર્ષક દેખાય શકો છો.
પાર્ટી લુક
જો તમે કોઈ લગ્ન પ્રસંગ કે પાર્ટીમાં લહેંગા ચોલી પહેરવાની ઇચ્છતા રાખતા હો તો લહેંગામાં ટાઇપોગ્રાફી ટ્રેન્ડને ફોલો કરી શકો છો. તેનાથી તમે બીજા કરતા અલગ દેખાશો. જો તમારો લેંઘો એક જ કલર નો હોય તો તમે દુપટ્ટામાં ડિફરેન્ટ કલર ના શબ્દો દ્વારા તેને મહત્વ આપી શકો છો. આ ઉપરાંત લહેંગા ની બોર્ડર માં તેમજ તમારા દુપટ્ટાની બોર્ડરમાં પણ તમારા મનગમતા સુવાક્યો ટાઇપોગ્રાફી પ્રિન્ટ કરાવીને અલગ આકર્ષણ ઉભુ કરી શકો છો.
બ્રાઇડલ લુક
હાલમાં બ્રાઇડલ લુકમાં પણ ટાઇપોગ્રાફી ડ્રેસનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. દીપિકા પાદુકોણેના લગ્ન વખતે બ્રાઈડલ લહેંગા ની ચુંદડી ની ઉપર સદા સૌભાગ્યવતી ભવ લખેલું જોવા મળ્યું હતું. જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. જો તમે ઈચ્છો તો લહેંગા કે દુપટ્ટા સિવાય બ્લાઉઝ ની બેક પર પણ સ્લોગન અથવા પાર્ટનર નું નામ લખાવી શકો છો.
કેઝ્યુઅલ લુક
કેઝ્યુઅલ લુકમાં પણ તમે ટાઇપોગ્રાફી વાળા સુટ સલવાર પહેરી શકો છો. તેમાં સુટ ઉપર તેની બાંય ઉપર કે પછી દુપટ્ટા પર ટાઇપોગ્રાફી કરવામાં આવે છે. આજકાલ લેગીન્સ માં પણ ફૂલ પ્રિન્ટ ટાઇપોગ્રાફી જોવા મળે છે. તો કેટલીક લેગીન્સ માં સાઈડમાં પણ કોટ લખેલા જોવા મળે છે. જે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. યંગસ્ટર્સમાં અત્યારે તે ખુબજ લોકપ્રિય બની રહ્યું છે. ટાઇપોગ્રાફી વાળા ટી શર્ટ અને લેગિગ્સ યુવતીઓની અને મહિલાઓની પહેલી પસંદ છે. હવે તો ટાઇપોગ્રાફી માં કપલ ટીશર્ટ અને ચિલ્ડ્રન ના ટીશર્ટ પણ જોવા મળે છે. તો લોકો પ્લેન ટી-શર્ટ પર પ્રિન્ટ કરાવવાનું પણ પસંદ કરે છે.
અન્ય કેટલાક ઓપ્શન
જરૂરી નથી કે ડિફરન્ટ લૂક મેળવવા માટે ટાઇપોગ્રાફી વાળા ડ્રેસ પહેરવા જોઈએ. તમે ટાઇપોગ્રાફી એસેસરીસ પહેરીને પણ સુંદર દેખાઈ શકો છો. આજકાલ નેકપીસ, સેન્ડલ, ઇયરિંગ્સ અને હેન્ડબેગમાં પણ ટાઇપોગ્રાફી કરવામાં આવી રહી છે. યુવતીઓમાં ટાઇપોગ્રાફી જ્વેલરીમાં પર્સનલાઇઝ્ડ જ્વેલરીની ખૂબ ડિમાન્ડ છે. ટાઇપોગ્રાફી વાળા ડ્રેસ ની સાથે આ પ્રકારની જ્વેલરી પહેરીને તમે તમારા સંપૂર્ણ લૂકને કમ્પ્લીટ કરી શકો છો.