શશાંક વ્યાસ ઉર્ફે રૂપ–મર્દ કા નયા સ્વરૂપના રૂપ, “જયારે હું દિવાળી વિશે વિચારું છું, તો પહેલી વસ્તુ મારા મગજમાં આવે છે તે મિઠાઇઓ. એક બાળક તરીકે મને યાદ છે, હું રસોડામાંથી મિઠાઇ ચોરી લેતો અને મારા લન્ચબોકસમાં સંતાડી દેતો. દિવાળી દરમ્યાન હું કયારેય મારા પરિવારથી દૂર નથી રહ્યો, પણ આ વર્ષે હું શૂટિંગમાં વ્યસ્ત છું અને મારો મનપસંદ તહેવાર મુંબઇમાં મારા પિતા અને કેટલાંક મિત્રો સાથે ઉજવીશ. હું હંમેશા ફટાકડા રહિત દિવાળી ઉજવતો આવ્યો છું અને આ વર્ષે પણ, મારા ઘરની આસપાસ દીવા પ્રગટાવીને ઉજવવાનો છું. મારા તમામ પ્રશંસકોને આ સાથે હું ખૂબ જ શુભ અને સમૃદ્ઘિપૂર્ણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું!”

 

અર્જુન બિજલાની ઉર્ફે ઇશ્ક મેં મરજાવાંના દીપ રાયચંદ, “હું આ તહેવાર મારા નાનકડા પુત્ર અયાન સાથે ઉજવવા આતુર છું અને ટૂંક સમયમાં જ તેની સાથે દિવાળીની ખરીદી કરવા પણ જઇશ. અયાનને દીવા પસંદ છે અને આથી, અમે અમારું આખું ઘરથી રંગબેરંગી દીવાથી શણગારવાના છીએ. મેં તેના અને મારી પત્નીના માટે ખાસ ગિફટની યોજના પણ બનાવી છે અને મને ખાતરી છે કે તેઓને તે જરૂર પસંદ આવશે. દિવાળીના દિવસે, અમે એક નાનકડી પૂજા કરીશું અને ફટાકડા રહિત દિવાળી ઉજવીશું.”

 

સોનારિકા દાસ્તન–એ–મહોબ્બત સલીમ અનારકલીની અનારકલી, “હું દિવાળી ખૂબ જ જોરશોરથી ઉજવું છું અને આ તહેવાર ખૂબ જ પસંદ કરું છું. દર વર્ષની જેમ, હું મારા પરિવાર સાથે આ સમય વીતાવીશ અને અમે ઘરે લક્ષ્મી પૂજા રાખીશું. હું એ ચોકસાઇ રાખીશ કે હું શૂટ પરથી સમય કાઢું અને મારા પરિવાર માટે ગિફટસ ખરીદવા જાઉં. પ્રકાશના પર્વનું સ્વાગત કરવા બાબતે હું ખૂબ જ ઉત્સાહિત છું અને દરેકજણની સમૃદ્ઘિ તથા ખુશાલી માટે હું પ્રાર્થના કરીશ. આ સાથે દરેક જણને શુભ અને સમૃદ્ઘ દિવાળીની શુભેચ્છા પાઠવું છું. પ્રેમનો પ્રસાર કરો અને કોઇ પણ પ્રકારના પ્રદૂષણને ટાળો, આથી મારા પ્રશંસકોને ફટાકડા ફોડયા વગર આની ઊજવણી કરવા વિનંતીકરું છું.”

 

 

ગુરદીપ કોહલી પુંજ ઉર્ફે દાસ્તાન–એ–મહોબ્બત સલીમ અનારકલીની જોધાબાઇ, “હું ઇકો–ફ્રેનડલી દિવાળી ઉજવવામાં માનું છું અને હંમેશાની જેમ જ, હું મારા પરિવાર અને નિકટના મિત્રો સાથે તહેવારની ઊજવણી કરીશ. મને પ્રકાશનું આ પર્વ પસંદ છે અને હું ઘરને પુષ્કળ દીવાઓ વડે શણગારવા ભારે પ્રયાસ કરું છું. મારા બાળકોને શીખવવામાં આવેલ છે કે ફટાકડા સારી વસ્તુ નથી અને તેઓના વગર ઊજવણી કરવાનું પણ ખૂબ જ મસ્તીભર્યું છે.આ સાથે દરેક જણને શુભ અને સલામત દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું!”

 

દ્રષ્ટિ ધામી ઉર્ફે સિલસિલા બદલતે રિશ્તોં કાની નંદિની,“દિવાળી સાથે આવતા તહેવારની લાગણી મને ગમે છે. મને યાદ છે બાળક તરીકે જયારે હું મારી માતા સાથે રંગોળી બનાવતી અને મારા ભાઇ સાથે ઘરને લાઇટસ વડે શણગારતી. અત્યારે પણ મારા પતિ અને હું દિવાળીની ખરીદી માટે જઇએ છીએ અને ઘરને રંગોળી, દીવા અને ફૂલો વડે શણગારીએ છીએ. આ એક પવિત્ર દિવસ હોય છે અને આ દિવાળી હું મારા પરિવાર અને મિત્રો સાથે ઊજવવાની છું. હું દરેક જણને ફટાકડા ન ફોડવાની સલાહ આપીશ. કેમકે, તે પ્રદૂષણમાં ઉમેરો કરે છે. હું દરેક જણને શુભ અને સલામત દિવાળીની શુભેચ્છાઓ પાઠવીશ.”

 

શિવિન નારંગ ઉર્ફેજય ઇન્ટરનેટ વાલા લવના જય મિત્તલે કહ્યું, “સામાન્યપણે હું દિવાળી મારા પરિવાર સાથે દિલ્હીમાં ઊજવું છું, પણ આ વખતે મારો પરિવાર મુંબઈ આવી રહેલ છે અને તેઓના આવવા બાબતે હું સુપર એકસાઇટેડ છું. દિવાળી વર્ષનો  એ સમય હોય છે જયારે મિત્રો અને પરિવાર ભેગા થાય છે અને સરસ સમય વિતાવે છે અને સંસ્મરણો બનાવે છે. હું હંમેશા પુષ્કળ મિઠાઇ ખાઉં અને થોડું વજન વધારી લઉં છું. હું ઇકો–ફ્રેન્ડલી દિવાળીને પૂર્ણ ટેકો કરું છું, અને દરેક જણને એ જ અનુસરવા વિનંતી કરું છું. કેમકે, પ્રદૂષણ પર્યાવરણ તેમજ આપણાં આરોગ્ય માટે પણ મોટો ખતરો બનેલો છે. મને ગયા વર્ષની યાદ છે, દિવાળી પછીથી દિલ્હીમાં અસ્વચ્છ હવાના લીધે મારી માતાને પણ શ્વાસની સમસ્યા ઉભી થઇ હતી.  હું મારા પ્રશંસકોને ઘોંઘાટ રહિત અને  ઇકો–ફ્રેન્ડલી દિવાળી આ વર્ષે ઉજવવા વિનંતી કરું છું.”

 

શક્તિ…અસ્તિત્વ કે અહેસાસ કીમાં ખુશીની ભૂમિકા ભજવતી રુબિના દિલાઇકેકહ્યું, “દર વર્ષે, હું જે પ્રકાશના પર્વની રાહ જોઉં છું તે છે દિવાળી. આ વર્ષે દિવાળી મારા માટે વધુ ખાસ હશે કેમ કે મારા લગ્ન પછી આ મારી પહેલી દિવાળી છે. મેં મારા પરિવાર માટે મારી જાતે કાંઇક ખાસ વાનગી બનાવવાની યોજના બનાવેલ છે. હું સુંદર ઝબુકતી લાઇટસ વડે અમારું ઘર શણગારવા અને રંગોળી બનાવવા આતુર છું. હું કયારેય ફટાકડા પસંદ નહોતી કરતી અને દિવાળી ઉજવવાનો મારો વિચાર પ્રેમાળ પરિવારના ભેગા થવા અને સરસ ભોજનનો જ છે.”

 

સિલસિલા બદલતે રિશ્તોં કામાં કુણાલની ભૂમિકા ભજવતા શક્તિ અરોરાએ કહ્યું, “દિવાળી હંમેશાથી વર્ષનો મારો ખાસ તહેવાર રહેલ છે. મને હજી પણ યાદ છે જયારે હું બાળક હતો, હું મારા પિતા સાથે મિઠાઇઓ, લાઇટિંગ્સ અને ફટાકડા ખરીદવા જતો. હું મારો સંપૂર્ણ સમય પરિવાર અને મિત્રો સાથે વિતાવતો. આ દિવાળી પણ ફટાકડા પર મારા પૈસા વેડફવાને બદલે, હું ગરીબોને દાન આપવા તથા ઓછા નસીબદારોને શિક્ષણ માટે મદદ કરવામાં વાપરીશ. હું દરેકને શુભ અને સલામત દિવાળીની શુભેચ્છા પાઠવું છું.”

 

 970 total views,  2 views today

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Comment