બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષિત ફરીથી એકવાર ડાન્સિંગ રીયાલીટી શો ડાન્સ દિવાને 2 ને જજ કરતી જોવા મળી રહી છે. સાથે જ તે ફિલ્મોમાં પણ એક્ટીવ થતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ તેમની બે ફિલ્મો ટોટલ ધમાલ અને કલંક રીલીઝ થઇ હતી. માધુરી માટે ડાન્સ હંમેશા મહત્વનો રહ્યો છે. તેમની દરેક ફિલ્મમાં તેમના ડાન્સની કલાને અદ્ભૂત રીતે રજૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી માધુરી ફિલ્મોની સાથે સાથે હવે ડાન્સના રીયાલીટી શોમાં પણ એક્ટિવ જોવા મળે છે. હાલમાં તે કલર્સ ચેનલ ના ડાન્સ રીયાલીટી શો ડાન્સ દિવાને-2 ને લઇને ચર્ચામાં છે. તેમની સાથે આ શોમાં તુષાર કાલિયા અને ફિલ્મ ડિરેક્ટર શશાક પણ જજ તરીકે જોવા મળી રહ્યા છે. માધુરી પણ શોને લઇને ખૂબ જ એક્સાઇટેડ રહ્યા હતા. આ શોમાં ત્રણ અલગ અલગ પેઢીને રડૂ કરવામાં આવી છે. ડાન્સ દિવાને – 2 ના લોન્ચ વખતે માધુરી દિક્ષિત સાથે થયેલી રૂબરૂ વાતચિત.

આ વખતે ડાન્સ શોમાં શું નવું જોવા મળશે.

હું આ શોને લઇને હંમેશા એક્સાઇટેડ રહું છું. મને ડાન્સ દિવાને-2 શોને જજ કરવો ખૂબ ગમે છે. તેનું કારણ કે ડાન્સ મારા માટે પેશન છે. મે ત્રણેય જજ ખૂબ ધમાલ કરી રહ્યા છીએ. આ વખતે શોમાં ખૂબ જ ટેલેન્ટેડ સ્પર્ધકો આવ્યા છે. તેથી શોમાં મનોરંજનના ડોઝ પણ ડબલ જોવા મળે છે. શોનો કોન્સેપ્ટ જૂનો જ છે, તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં ત્રણ અલગ અલગ પેઢી ડાન્સ પરર્ફોમ કરતી જોવા મળે છે. જોકે આ વખતે સ્પર્ધકોના ડાન્સનું લેવલ દર્શકોને દંગ કરી મૂકે તેવું છે. શોમાં એક નાગરાજ કરીને નાનો છોકરો છે. તે ખૂબ સારો ડાન્સર છે. તે ઉપરાંત આ વખતે તમને શોમાં હિપહોપ, ટોલિવૂડ સ્ટાઇલ ડાન્સ પણ જોવા મળશે.

આજના સમયમાં જે ડાન્સ ફોર્મ્સ જોવા મળે છે, તેને કઇ રીતે જુઓ છો.

ડાન્સનો વર્ગ પહોળો થઇ રહ્યો છે, વધી રહ્યો છે. યૂ-ટ્યુબ અને સોશિયલ મિડીયાના કારણે હવે બીજા દેશોના ડાન્સ ફોર્મ સરળતાથી જોવા મળી જાય છે. આજની પેઢી તેને વધારે ફોલો કરતી જોવા મળે છે. મારું માનવું છે કે ડાન્સનો કોઇપણ ફોર્મેટ હોય તેનો બેઝ્ડ ક્લાસિકલ જ હોય છે. જો તમે કથક જાણો છો, તો તેનાથી ચહેરાના હાવભાવ સારા આવશે. તેનું કારણ એ છે કે અમે ડાન્સ દિવાનેમાં ક્લાસિકલ ડાન્સને વધારે પ્રાયોરીટી આપીએ છીએ. જેમને ક્લાસિકલ ડાન્સ આવડે છે, તેમની ડાન્સ સ્ટાઇલ કોઇપણ હોય, તેવો હાવભાવ સારા આપી શકે છે. તેમના સ્ટેપ્સ પણ ખૂબ સરસ હોય છે.

ડાન્સ કરવો વધારે સરળ લાગે છે કે ડાન્સ શો જજ કરવો વધારે સરળ છે.

ડાન્સ શો ને જજ કરવું વધારે મુશ્કેલ છે. જ્યારે આપણે ડાન્સ કરીયે છીએ ત્યારે આપણને ખબર હોય છે કે આપણે  શું કરવાનું છે. કેવી રીતે પરર્ફોમ કરવાનું છે. જ્યારે કોઇના ડાન્સને જજ કરવાનો હોય તો ખૂબ જ કોન્સિયસ રહેવું પડે છે. કોઇપણ સ્પર્ધકને ખોટી રીતે જજ કરી શકાતું નથી. સાથે જ અમારી કમેન્ટથી કોઇ સ્પર્ધકને મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જજની ખુરશી પર બેસવું ખૂબ મુશ્કેલ હોય છે.

તમે એક્ટીંગ અને ડાન્સિંગ બંનેમાં અગ્રેસર છો. તમને વધારે શું ગમે છે.

આ તો એવો સવાલ થયો કે તમને તમારા જીવનથી વધારે પ્રેમ છે કે તમારા શ્વાસથી વધારે પ્રેમ છે. મારા માટે એક્ટીંગ અને ડાન્સ બંને ખૂબ ખાસ છે. તેના વિના મારું જીવન અધૂરું છે. હું હંમેશા કહું છું કે ડાન્સ મારું પેશન છે, તો અભિનય મારો પહેલો પ્રેમ છે.

તમે ઓનલાઇન ડાન્સ શીખવાડો છો, તેની પાછળ શો ઉદ્દેશ્ય છે.

હું ઇચ્છું છું કે વધારેમાં વધારે લોકો ડાન્સ શીખી શકે. જો હું પર્સનલી લોકોને ક્લાસ કરાવું તો વધારેમાં વધારે 50-100 કે 200 લોકોને જ ડાન્સ શીખવાડી શકીશ. ઓનલાઇનમાં ડાન્સ વિથ માધુરી દ્વારા ઘણા બધા દેશોમાં ખૂબ જ સરળતાથી લોકોને ડાન્સ શીખવાડી શકું છું. મેં ડાન્સ દ્વારા કઇ રીતે ફીટ રહી શકાય તેની પદ્ધતિ પણ શીખવાડી છે. તેનાથી લાખો લોકોને ફાયદો થયો છે, તે વાતનો મને આનંદ છે.

થોડા સમય પહેલા જ તમારી બે ફિલ્મો રીલીઝ થઇ. હવે પછી કઇ આવવાની છે.

હાલમાં તો હું ડાન્સ દિવાને 2 શો જજ કરવામાં ધ્યાન આપી રહી છું. ફિલ્મ ટોટલ ધમાલ અને કલંકમાં કામ કરવાનો અનુભવ ખૂબ સરસ રહ્યો. કોઇ સારી સ્ક્રિપ્ટ મળશે તો ફરીથી ફિલ્મોમાં જોવા મળીશ.

તમારી બાયોપિક બની રહી છે, તેવું સંભળાય છે.

જરા પણ નહીં, આ એક અફવા છે. મને મારી બાયોપિક ફિલ્મ બનાવવામાં હાલમાં કોઇ જ રસ નથી. હજી મારે મારા જીવનમાં ઘણુંબધુ કરવાનું છે.

 

 

Loading

Spread the love

Leave a Comment