આજકાલ લોકોમાં કીચન ગાર્ડન બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. તેનાથી એક ફાયદો એ થાય છે કે તમને તાજા શાકભાજી મળી રહે છે. તેનાથી ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે અને ઘરના સભ્યોને સ્વસ્થ પણ રાખે છે. એકબાજુ તાજી અને કેમિકલ વિનાના શાકભાજીનું સેવન કરી શકો છો અને કીચન ગાર્ડન તમારા ઘરને અને વાતાવરણને ઇકોફ્રેન્ડલી પણ રાખે છે. ઋતુ પ્રમાણે તમે તમારા ઘરમાં શાકભાજી ઉગાડશો તો આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાતા શાકભાજી મેળવવામાં તમને કોઇ તકલીફ પડશે નહીં.

કીચન ગાર્ડન માટે વધારે જગ્યાની પણ જરૂર હોતી નથી. જો તમારા ઘરમાં બગીચો ન હોય તો તમે તમારા ઘરની બારીમાં હેંગીગ પોટ સ્ટેન્ડ લગાવીને જૂદા જૂદા પ્રકારના શાકભાજીના પોટ લગાવી શકો છો. આ રીતે કરવાથી કીચનની સુંદરતા પણ વધે છે.

યોજના મુજબ વાવો

  • એવા ફળ અને શાકભાજી વાવો જેનો ઉપયોગ તમે વધારે કરતા હો. તમે સલાડમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી ઊગાડી શકો છો. સાગના છોડને ઓછી સંભાળની જરૂર પડે છે. તે ઝડપથી પણ ઊગે છે. યોજના પ્રમાણે કાર્ય કરશો તો તમારું કીચન ગાર્ડન દરેક ઋતુમાં લીલુછમ રહેશે. તમને તમારી ઇચ્છા મુજબના શાકભાજી પણ મળતા રહેશે.
  • હાલમાં તમે ટમેટા, કાકડી, રીંગણ, કોથમીર, મરચા, ફુદીનો, વાવીને તેનો લાભ લઇ શકો છો. તે ઉપરાંત મીઠો લીમડો, અજમો અને તુલસી તો આખુ વર્ષ તમે વાવીને ઉપયોગમાં લઇ શકો છો.
  • કેટલાક મશરૂમ એવા હોય છે કે તેને તમે ગરમીની સિઝનમાં સરળતાથી ઊગાડી શકો છો. આ ઉપરાંત તમે આ સિઝનમાં કારેલા, ભીંડો, ટીંડોરા, કાકડી, તૂરીયા જેવા શાકભાજીને સરળતાથી કીચન ગાર્ડનમાં જ ઊગાડી શકો છો.
  • આ ઋતુમાં તડકા સામે છોડનું રક્ષણ વધારે કરવું પડે છે. નિયમિત રીતે દિવસમાં બે વાર છોડને પાણી પાવું પડે છે. વિશેષજ્ઞોની સલાહ લઇને ગાર્ડનને સજાવી શકો છો. પછી તમને દરેક સિઝનમાં તાજી શાકભાજી માટે વધારે તકલીફ પડશે નહીં.

લસણ સેફીટગાર્ડ તરીકે

લસણનો છોડ લગાવવા માટે તમે કોઇપણ નર્સરીમાંથી અંકુર કે બીજ ખરીદી શકો છો. છોડ વાવતી વખતે ધ્યાન રાખો કે તેના મૂળીયાને કોઇ નૂકસાન થાય નહીં. લસણનો છોડ લગાવવાથી શાકભાજીમાં જંતુઓ થતા નથી. તેથી કોઇપણ બે શાકભાજીના છોડની વચ્ચે લસણનો છોડ વાવો. તેને કંપેનિયન ગાર્ડનિંગ કહે છે. બસ આ જ રીતે તમારા ગાર્ડનને લીલુછમ બનાવી રાખો.

Loading

Spread the love

Leave a Comment