દિશા પટ્ટણી પોતાના હોટ અને બોલ્ડ લુકને લઇને વારંવાર મિડિયામાં ચર્ચામાં રહે છે. તેણે પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત પાંચ વર્ષ પહેલા આવેલી તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. ત્યારબાદ એક વર્ષ પછી બોલિવૂડની ફિલ્મ એમએસધોની-અનટોલ્ડ સ્ટોરીથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મ માટે તેને એવોર્ડ પણ મળ્યો. જાણીતા ચાઇનીઝ કલાકાર જેકી ચેન સાથે એક ઇન્ડો-ચાઇનીઝ ફિલ્મમાં પણ જોવા મળી. ફિલ્મ ભારતમાં સલમાન ખાન સાથે અને ફિલ્મ બાગી 2માં ટાઇગર શ્રોફ સાથે સ્ક્રિન શેર કરી. થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ મલંગમાં પણ તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. મોટાભાગની ફિલ્મોમાં દિશાનો રોલ ખૂબ નાનો જોવા મળ્યો છે. હવે તે ફિલ્મ ભારત પછી સલમાન ખાન સાથે ફરીથી જોવા મળશે. દિશા પાસેથી તેમની કરીયર અને જીવન વિશે જાણીયે.

ફિલ્મ એમએસધોની-ધ અનટોલ્ડ સ્ટોરી થી લઇને ફિલ્મ મલંગ સુધીની સફર કેવી રહી.

સફર તો સફર જ હોય છે, તેમાં અનેક મુશ્કેલીઓ પણ આવે છે અને તે રસપ્રદ પણ હોય છે. હું તમને ફક્ત એટલું જ કહીશ કે મેં મારી લાઇફમાં વિચાર્યું નહોતું તેટલું મેળવ્યું છે. મારી અત્યાર સુધીની ફિલ્મી સફર ખૂબ રસપ્રદ રહી છે.

મોટાભાગની ફિલ્મોમાં તમને નાનો રોલ મળ્યો છે, તે વિશે શુ કહેશો.

મારા માટે રોલ કેટલો લાંબો છે, તેના કરતા રોલ કેટલો મહત્વનો છે, તે વધારે ઉપયોગી છે. એમએસધોની ફિલ્મમાં મારો રોલ ભલે નાનો રહ્યો હોય પણ ખૂબ મહત્વનો રહ્યો હતો. જેને તમે ધ્યાનબાર કરી શકો નહીં. કરીયરની શરૂઆતમાં શું આટલું મળી રહે તે મહત્વનું હોતું નથી.

ફિલ્મ મલંગમાં ગ્લેમરસ અંદાજ હતો.

હા, આ ફિલ્મમાં મારો અલગ અંદાજ જોવા મળ્યો. મારા પાત્રની વાર્તામાં જ તેનું અલગ મહત્વ રહેલું હતું. મલંગમાં હું એકદમ અલગ જ જોવા મળી હતી તેવું તમે કહી શકો છો.

તમારા આ ફિલ્મના કિસિંગ સીનની પણ ખૂબ ચર્ચા થઇ.

જ્યારે કોઇ કલાકારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાય છે, તો તેણે પોતાને ભૂલી જઇને ફિલ્મના પાત્રને અનુરૂપ તે દરેક વસ્તુ કરવી પડે છે, જે તેના પાત્ર માટે મહત્વની છે. તેમાં પછી કિસીંગ સીન હો કે ઇન્ટિમેટ સીન હોય. મેં પણ મારા પાત્રની જે ડિમાન્ડ હતી તે મુજબ જ કર્યું છે.

તમે તમારા ફિગર માટે ખૂબ મહેનત કરી છે. તેવું જાણવા મળ્યું છે.

હા, તમે સાચું કહ્યું. સુંદર દેખાવું આજના સમયમાં સરળ રહ્યું નથી. તેના માટે ખૂબ મહેનત કરવી પડે છે. સૌથી પહેલા તો ડિસીપ્લીનમાં રહેવું જરૂરી છે. તે પછી પ્રોપર ડાયટ અને કસરત તમને સુંદર બનવામાં મદદરૂપ બને છે. મેં પણ એ જ કર્યું છે.

તમે અનેક કલાકારો સાથે કામ કર્યું છે, સૌથી બેસ્ટ કોણ છે.

ખૂબ મુશ્કેલ સવાલ છે. મારા માટે મારા દરેક હિરો બેસ્ટ છે. કોઇ મારા સિનિયર છે, તો કોઇ મારા સારા મિત્રો છે. તેથી કોઇ એક મારું ફેવરેટ હોય તેવું નથી.

મોહિત સૂરી સાથે મલંગમાં પહેલીવાર કામ કર્યું, કેવો અનુભવ રહ્યો.

હું સંપૂર્ણ રીતે ડિરેક્ટરની જ એક્ટર છું. મલંગના શૂટીંગ દરમિયાન હું ડિરેક્ટરને ખૂબ હેરાન કરતી હતી. એટલા બધા સવાલો પૂછતી હતી કે કોઇપણ કંટાળી જાય. મોહિત એક એવા ડિરેક્ટર છે, જે જરાપણ પરેશાન થયા નહી. તેમણે મારી દરેક વાતનો જવાબ ખૂબ શાંતિથી આપ્યો હતો. તેઓ મને દરેક શોટ એટલી સરળતાતી સમજાવતા હતા કે મને આખો સીન સમજાઇ જતો હતો. મોહિત સૂરી સર સાથે કામ કરવું તે મારા માટે એક ઇનસ્ટિટ્યૂટમાં એક્ટિંગ શીખવા જેવું હતું.

સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં કામ કર્યા પછી હવે ફિલ્મ રાધેમાં જોવા મળશો. જેને પ્રભુદેવા ડિરેક્ટ કરવાના છે. તો સલમાન ખાન વિશે શું કહેશો.

સલમાન સર વિશે કંઇ કહેવું એટલે દિવાને અજવાળું દેખાડવા જેવી બાબત છે. મેં તેમના જેવો સમજદાર અને મહેનતું વ્યક્તિ મારા જીવનમાં ક્યારેય જોયો નથી. તેઓ જેટલા મજાકીયા છે, તેટલા જ સેટ પર શૂટીંગ દરમિયાન પોતાના કામ પ્રત્યે ગંભીર જોવા મળે છે. શૂટીંગ દરમિયાન તે સંપૂર્ણ રીતે પોતાના સીનમાં ઓતપ્રોત થઇ જતા જોવા મળે છે. ફિલ્મ ભારતમાં તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. હવે ફિલ્મ રાધેમાં પણ હું તેમની સાથે ફરીથી કામ કરી રહી છું તે મારા માટે આનંદની વાત છે.

તમારા અત્યાર સુધીના કરીયરથી કેટલા સંતુષ્ટ છો.

ખુશ છું પણ સંતોષ નથી. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે કરિયરની શરૂઆતમાં જ મને અનેક સારા અને લોકપ્રિય ડિરેક્ટર્સ અને કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. સંતોષ એ વાતનો નથી કે હજી તો મારે ઘણું કામ કરવાનું છે. હજી મારી શરૂઆત છે, તેવું હું માનું છું. એક કલાકારા તરીકે મારે અનેક સારા અને યાદગાર રહી જાય તેવા પાત્રો કરવાના છે. તેના માટે મહેનત પણ કરી રહી છું.

તમે કોઇને તમારી કોમ્પિટીટર ગણો છો.

મારી કોમ્પિટીશન મારી પોતાની સાથે જ છે. હું કોઇને પણ મારી કોમ્પિટીટર માનતી નથી. દરેક પોતાની જગ્યાએ પોતાની રીતે સારું કામ કરી રહી છે. સૌની પોતાની અલગ ઇમ્પોર્ટન્સ છે. હું દરેકને મારા મિત્ર જ ગણું છું.

Loading

Spread the love

Leave a Comment