સની દેઓલ બોલિવૂડમાં એક્શન હિરો તરીકે પોતાની ઓળખ ધરાવે છે. જોકે તે કોમેડી પણ સારી કરી શકે અને તેમણે તે યમલા પગલા દિવાના સિરીઝી દ્વારા સાબિત કરી દીધુ છે. આ ફિલ્મમાં તે પોતાના પિતા ધર્મેન્દ્ર અને નાના ભાઇ બોબી દેઓલની સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. તે સંદર્ભે સની દેઓલ સાથે થયેલી વાતચિત.

ઘણા સમય પછી ફરીથી દેઓલ ફેમીલી એકસાથે જોવા મળશે. ફિલ્મને લઇને કોઇ ટેન્શન અનુભવ કરો છો.

આ દુનિયામાં ટેન્સન તો દરેકના જીવનમાં રહેલું છે. દરેક વ્યક્તિની સાથે જોડાયેલું છે. તેમાં અમે ફિલ્મી દુનિયાના લોકો છીએ, તેથી ફિલ્મની રીલીઝ વખતે ટેન્સન ફિલ થાય તે સ્વાભાવિક બાબત છે. હવે ધીમે ધીમે આ ટેન્સન સાથે જીવવાની આદત પડી ગઇ છે. અમને અમારી ફિલ્મ યમલા પગલા દિવાના ફિર સે થી ઘણીબધી આશાઓ બંધાયેલી છે.

આ ફિલ્મને આવતા આટલી બધી વાર કેમ થઇ.

યમલા પગલા દિવાનાના પહેલા ભાગને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. જ્યારે બીજો ભાગ વધારે પસંદ પડ્યો નહીં. તેથી અમે ત્રીજો ભાગ બનાવવા માટે સારી વાર્તાની રાહ જોઇ હતી. તેના માટે અમને સમય લાગ્યો. હવે ફિલ્મ તમારી સમક્ષ જ આવી રહી છે.

આ વખતે દર્શકોને શું નવું જોવા મળશે.

છેલ્લે ફિલ્મનું બેકડ્રોપ પંજાબીમાં હતું, આ વખતે ગુજરાતી બેકડ્રોપ છે. હું અને બોબી આ વખતે પણ ફિલ્મમાં ભાઇ બન્યા છીએ. પપ્પાએ આ વખતે ફિલ્મમાં અમારા પિતાનો રોલ ભજવ્યો નથી. તેમનું પાત્ર એકદમ અલગ છે. ફિલ્મના એક ગીતમાં સોનાક્ષી સિન્હા, પપ્પા, શત્રુજ્ઞ સિન્હા અને રેખાજી એકસાથે જોવા મળશે. પપ્પાને અને શત્રુજ્ઞ અંકલને એક ફ્રેમમાં જોઇને મને ખૂબ જ આનંદ થયો છે. રેખાજી પણ ફક્ત એક જ ફોન કોલ પર આ ગીતને માટે તૈયાર થઇ ગયા હતા.

પંજાબી વ્યક્તિને ગુજરાતી પાત્ર ભજવવામાં કોઇ તકલીફ પડી ખરી.

હવે દરેક કલાકાર પોતાને તેના પાત્રમાં ઢાળી લે છે. હું નાનપણથી મુંબઇમાં રહું છુ અને અહીં મારા ઘણા ગુજરાતી મિત્રો પણ છે. તેમની પાસેથી અનેકવાર ગુજરાતી ભાષાના શબ્દો જાણવા મળ્યા છે. મારા માટે ફિલ્મમાં ગુજરાતી વ્યક્તિ બનવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે.

તમે દરેક પ્રકારના પાત્ર ભજવ્યા છે, તમને લાગે છે કે તમારા ટેલેન્ટનો સાચો ઉપયોગ થયો નથી.

જો મારા ટેલેન્ટનો ઉપયોગ ન થયો હોય તો તેમાં મારું નસીબ પણ જવાબદાર છે. મેં બેતાબ, અર્જુન પંડિત જેવી ફિલ્મોમાં રોમેન્ટિક અને એક્શન હિરો તરીકેના બંને પાત્ર ભજવ્યા છે. ગદર-એક પ્રેમ કથા લવ સ્ટોરી હતી પણ દર્શકોને ફિલ્મમાં એક્શન વધારે પસંદ આવી હતી. તે પછી મેકર્સને લાગ્યું કે હવે સનીને કેવા પ્રકારના રોલ ઓફર કરવા જોઇએ…તેમ છતાંય હું મારા કરીયરથી ખૂબ ખુશ છું.

કરીયરમાં કોઇ બાબતને લઇને અફસોસ રહ્યો છે.

જ્યારે કરીયરની શરૂઆત કરી ત્યારે મને લાગતું હતું કે અહીં એક્ટીંગ કરવા માટે જ આવ્યો છું, ડાન્સ કરવા માટે હું આવ્યો નથી. તે સમયે મને ડાન્સ આવડતો નહોતો. પછીથી ખબર પડી કે ડાન્સ શીખવું પણ એટલું જ જરૂરી છે. તે પણ પ્રોફેશનનો એક ભાગ છે. મેં કરિશ્મા સાથે ફિલ્મો કરી ત્યારે તેના ડાન્સથી હું ઇન્સપાયર થયો હતો. ત્યારે મેં મારા ડાન્સને ઇમ્પ્રુવ કર્યો.

તમારો દિકરો કરણ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.

કરણની ડેબ્યૂ ફિલ્મ પલ પલ દિલ કે પાસને લઇને ખૂબ જ એક્સાઇટેડ છું અને સાથે જ મને ટેન્શન પણ થઇ રહ્યું છે. જ્યારે પપ્પાએ મને ફિલ્મ બેતાબ વખતે લોન્ચ કર્યો હતો તે સમયે તેમની શું પરિસ્થિતી રહી હશે તેનો અનુભવ હું હાલમાં કરી રહ્યો છું.

 

Loading

Spread the love

Leave a Comment