મંગલમ દંગલમ શો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે તેમાં અનિતા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળવાના છે. આ શોની વાર્તા પિતા અને દિકરીના સંબંધો પર આધારીત છે. જેમાં પિતા પોતાની દિકરીના લગ્ન કરાવીને તેને પોતાનાથી દૂર કરવા ઇચ્છતા નથી. આ શોમાં મનોજ જોશી મુખ્ય પાત્રમાં છે અને સાથે જ અનિકા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળશે. અનિતાજી સાથે થયેલી સિરિયલ અને તેના પાત્ર અંગેની વાતચિત.

તમારા શોમાં પાત્ર વિશે થોડી જાણકારી આપો.

મારું પાત્ર ચારૂલતા કુટ્ટીનું છે, જે અત્યંત કઠોર પ્રોફેસર છે, જે ઘરે પણ તેવું જ વર્તન કરે છે. જોકે અન્ય વ્યક્તિની દષ્ટિથી તે સીધીસાદી સ્ત્રી છે અને જીવનમાં અત્યંત શિસ્તબદ્ધ છે. તેણે આ જ રીતે બાળકોનો ઉછેર કર્યો છે.

શો માટે હા પાડવાનું મુખ્ય કારણ શું હતું?

લાંબા સમય પછી મને કોમેડી કરવાનો મોકો મળ્યો છે. આ પાત્ર માટે ઓડિશન આપ્યું ત્યારે મને ગમ્યું, કારણ કે નિયમિત ડેઇલી સોપ્સ અને સાસ બહુ ડ્રામા કરતાં આ વારતા થોડી અલગ છે. ઉપરાંત શૂટિંગનું સ્થળ પણ બહુ સુંદર છે, જે મારા ઘરથી બહુ નજીક છે.

અન્ય ટેલિવિઝન શોની તુલનામાં મંગલમ દંગલમ અલગ કઈ રીતે પડે છે?

મંગલમ દંગલમમાં સસરા અને જમાઈ વચ્ચે ખટપટની વારતા છે. પોતાની પુત્રીને પરણાવવા નહીં માગતા પિતાની આ વારતા છે. મને લાગે છે કે દરેક છોકરીને એક દિવસ પરણાવી દેવી અને ખુશીથી ઠરીઠામ કરવી, જે ભાગ્યે જ બનતું હોય છે. તે સામાન્ય વિચારધારાથી આ વારતા વિરુદ્ધ છે. આ શોમાં પિતા પોતાની પુત્રીને એવા છોકરા સાથે પરણાવવા માગે છે, જે સસરા તરીકે પોતાના જેવા ગુણ અને લક્ષણો ધરાવતો હોય.

પુત્રવધૂનાં આદર્શ ગુણ લક્ષણો તમારા મતે કેવા હોય છે?

મને લાગે છે કે કોઈ પણ ચોક્કસ ગુણ લક્ષણો ફરજિયાત રીતે પ્રસ્તુત કરવા જોઈએ. એક પુત્રવધૂએ હંમેશાં પોતાની અંદર બદલાવ લાવવો, પરિવાર માટે બાંધછોડ શા માટે કરવી જોઈએ. જો પરિવાર પુત્રવધૂ કરે તેનાથી અડધું પણ કરે તો હું માનું છું કે આ દેશમાં દરેક પરિવાર સુખી પરિવાર બની શકશે.

તમે શૂટ શરૂ કરી દીધું છે. અલગ અલગ વયજૂથના કલાકારો સાથે કામ કરવું કેવું લાગે છે અને હમણાં સુધીનો અનુભવ કેવો છે?

હા, અહીં મારા પરિવારને હું પ્રેમ કરું છું અને બધા વચ્ચે સારું ચાલે છે. અમારી વચ્ચે એવું મજબૂત જોડાણ બન્યું છે કે શો માટે અમે નજીક આવ્યાં છીએ એવું બિલકુલ મહેસૂસ થતું નથી.

શોમાં તારા પાત્ર ચારૂલતા સાથે તું અસલ જીવનને કઈ રીતે જોડે છે?

હા, અમુક રીતે સમાનતા છે. હું સ્વચ્છતા અને શિસ્તની આગ્રહી છું. મને લાગે છે કે જીવનમાં અમુક બાબતોનો ઉકેલ લાવી દેવો જોઈએ, જેથી આપણું અડધું ટેન્શન ખતમ થઈ જાય છે. સામાન્ય રીતે પરિવારમાં એક જ વ્યક્તિ કામ કરતી રહી છે અને અન્ય તેની પર ચીજોનો ઢગલો કરતા રહે છે. આથી મને લાગે છે કે દરેકમાં શિસ્ત હોવી જોઈએ, પછી તે સ્ત્રી માતા, પત્ની કે પુત્રવધૂ કેમ ન હોય. જો આવું થાય તો એક જણ પર બોજ ન આવે અને પોતાને માટે તેઓ સમય કાઢી શકશે. મારા અંગત જીવનમાં પણ મારા પતિ અને પુત્ર તેમના અનુસાર બાબતો કરે તેની હું ખાતરી રાખું છું.

ઓન- સ્ક્રીન પુત્ર કરણવીર જોડે તમને કેવું લાગે છે?

તે બહુ ટેલેન્ટેડ છે. જોકે શૂટિંગ શરૂ થઈ ચૂક્યું હોવાથી આગળ જતાં અમારી વચ્ચે વધુ મજબૂત જોડાણ બનશે એવી મને ખાતરી છે.

જીવનસાથીની પસંદગી કરવાની આવે ત્યારે આજના યુવાનો તેમના વાલીના અભિપ્રાયમાં વિશ્વાસ રાખે છે એવું તમને લાગે છે?

મને આ વિશે જાણ નથી. મારો પુત્ર તે ઉંમરે પહોંચે નહીં ત્યાં સુધી હું તે વિશે કશું કહી નહીં શકું. હું ખરેખર અન્યો વિશે કહી શકું એમ નથી.

તમારા દર્શકોને તું શું સંદેશ આપવા માગે છે?

હું એક સંદેશ આપવા માગું છું કે પુત્રવધૂ પોતાનાં સાસરિયાં માટે પોતાની ખુશીનો ત્યાગ આપે છે, તે રીતે જ તેને તે છે તે જ રૂપમાં સ્વીકારવી જોઈએ અને તેને સમજી લેવું જોઈએ.

Loading

Spread the love

Leave a Comment