તહેવારની મોસમ છે. ઘરને કેવી રીતે સુંદર બનાવવું અને વધારે આકર્ષક દેખાય તેવું કરવું તેના માટે પ્લાનિંગ દરેક કરતા હોય છે. તેવામાં ઘરની દિવાલોની શોભા પેઇન્ટિંગ્સ દ્વારા કેવી રીતે વધારી શકાય તે જાણીયે. ઇન્ટીરીયર, હોમ એક્સેસરીઝ સ્ટોર્સ અને બજારોમાં પેઇન્ટિંગ્સ તો ઘણા બધા છે, જેને જોઇને કોઇપણ આર્ટલવર તેને પસંદ કરી લેશે. તમે ક્યારેય વિચાર્યું છે કે પેઇન્ટિંગ્સ ક્યારેય આપણા ઘરના ઇન્ટીરીયરનો ભાગ બની શકે ખરી. તેના વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે.

દરેક ઘર કંઇક નહી પણ ઘણુ બઘુ કહે છે. દિવાલોનો રંગ, પેઇન્ટિંગ્સ અને ફેમીલી ફોટોગ્રાફ્સ આ દરેક વસ્તુ તમારા નેચરને રીફ્લેક્ટ કરે છે. તેથી જરૂરી છે કે જ્યારે પણ તમારા ઘર માટે પેઇન્ટિંગ્સ ની પસંદગી કરો તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું ચૂકશો નહીં. તમે જ્યારે પણ પેઇન્ટિંગ્સની પસંદગી કરો, ત્યારે પોતાને એક સવાલ પૂછવો કે શું આ આર્ટ પીસ તમારા ઘર પ્રમાણે યોગ્ય રહેશે. શું તેને ડિસપ્લે કરવા માટે ઘરમાં કોઇ યોગ્ય જગ્યા છે. કે પછી તે પેઇન્ટિંગ્સ ફક્ત એટલા માટે ખરીદવાની છે કે તે તમને પસંદ છે. જો તમને આ સવાલોના જવાબ મળી ગયા હોય તો ચાલો ઘરમાં પેઇન્ટિંગ્સને લગાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, તેના વિશે જાણકારી મેળી લઇએ.

દિવાલોનો રંગ

પેઇન્ટિંગ ડિસપ્લે કરતા પહેલા દિવાલ પરના રંગ અને પેઇન્ટિંગ્સના કલર ટોનને મેચ કરીને જોઇ લેવો. તમારે ક્યા કલર પર વધારે ફોકસ કરવાનું છે, તે નક્કી કરી લો. હંમેશા પેઇન્ટિંગ્સ પર નજર વધારે સમય ટકી રહેતી નથી, તેનું કારણ કે પેઇન્ટિંગ્સ અને દિવાલના કલર એકબીજા સાથે ભળી જતા હોય છે. તેની બને તેટલા કોન્ટ્રાસ કલર પર વધારે ફોકસ કરો. તે સિવાય બ્રાઇટ કલર જેવાકે યલો, ઓરેન્જ, પર્પલ  દિવાલો પર પેઇન્ટિંગ્સને ડિસપ્લે કરવી નહીં. લાઇટ કલરવાળી પેઇન્ટિંગ્સને બોલ્ડ કે પેસ્ટલ કલર દિવાલો પર અને બોલ્ડ અને પેસ્ટલ કલર પેઇન્ટિંગ્સને લાઇટ કલરવાળી દિવાલો પર ડિસપ્લે કરવી જોઇએ. જેથી દિવાલના રંગો પેઇન્ટિંગ્સના રંગોને કોમ્પલીમેન્ટ કરીને તેની સુંદરતામાં વધારો કરે.

 

લાઇટ્સ

મોટાભાગે ઘરમાં પેઇન્ટિંગના ડિસપ્લેના સમયે પ્રોપર લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેથી જે પેઇન્ટિંગ સ્ટોરમાં ખૂબ સુંદર દેખાય છે, તે ઘરમાં આંખને જોવી પણ ગમતી નથી. તેના માટે સિલિંગ કે એક્સટ્રા સ્પોટ લાઇટનો ઉપયોગ કરી શકાય છે. જેમકે કોઇ પોઇટ્રેટ પેઇન્ટિંગને હાઇલાઇટ કરવા માટે પેઇન્ટિંગની ઉપરની તરફ વચ્ચેના ભાગમાં એક સિલિંગ સ્પોટ લાઇટનો ઉપયોગ કરવાથી પેઇન્ટિંગની સુંદરતામાં વધારો થઇ જાય છે.

 

એક્સેસરીઝ

ક્યારેક પેઇન્ટિંગ્સના પ્લેસમેન્ટમાં સૌથી મોટો ફાળો ઘરમાં રહેલી એક્સેસરીઝનો પણ હોય છે. તેમાં ફ્લાવરવાસ, શો પીસથી લઇને ડ્રેપરી પણ સામેલ છે. તમે પેઇન્ટિંગના ફોક્સ કલરને ધ્યાનમાં રાખીને તે જ રંગની બીજી એક્સેસરીઝને એક જ જગ્યાએ સજાવી શકો છો. તેમાં તેને મેચીંગ કલરની એક્સેસરીઝ હોય તે જરૂરી છે.

ફ્રેમ્સ

પેઇન્ટિંગ્સની સુંદરતાનો કેટલોક શ્રેય તેની ફ્રેમને પણ ફાળે જાય છે. ફ્રેમનો રંગ દિવાલના રંગ જેવો ક્યારેય હોવો જોઇએ નહીં. જો એવું ન થાય તો પેઇન્ટિંગને ઇફેક્ટ મળવી ખૂબ મુશ્કેલ છે. પેઇન્ટિંગ કે ફોટોગ્રાફસની ફ્રેમ પણ આર્ટનો એક ભાગ છે. તેથી આર્ટ પીસની પસંદગી કરતા પહેલા તેના ફ્રેમના કલરને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

હાઇલાઇટ્સ

બેડરૂમની પાછળની દિવાલનો ભાગ કોઇપણ પેઇન્ટિંગને હાઇલાઇટ કરવા માટે બેસ્ટ ગણાય છે. ડાઇનિંગ એરીયામાં જે સ્થળે ફેમીલી મેમ્બર એકસાથે બેસીને સમય વિતાવતા હોય, ત્યાં પેઇન્ટિંગના કોલાર્જ કે ફેમીલી ફોટોગ્રાફ્સને પણ સુંદર રીતે ડિસપ્લે કરી શકાય છે. ડ્રાઇંગ રૂમ અને લિવિંગ રૂમમાં મોટાભાગે દિવાલો પર ખાલી જગ્યા ઓછી જોવા મળે છે. તેથી ત્યાં તમારે જાતે જ ફોક્સ વોલની પસંદગી કરવી પડશે. તેના માટે તમે સોફાની પાછળની દિવાલ કે પછી કેબીનેટ વોલનો ઉપયોગ પેઇન્ટિંગને ડિસપ્લે કરવા માટે કરી શકો છો. જો કોઇ નાની પણ સુંદર પેઇન્ટિંગ હોય તો તેને દાદરની નીચે, ગેલેરી, કિચન કે ઘરની બીજી કોઇ ખાલી જગ્યાને હાઇલાઇટ કરવા માટે કરી શકો છો. એકવાતનું ધ્યાન રાખો કે ત્યાં લાઇટનું એરેન્જમેન્ટ ખૂબ જરૂરી છે.

 

 

 મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment