એક લાંબા સમય પછી હિંમાશુ સોની ફરીથી એકવાર નાના પડદા પર જોવા મળી રહ્યા છે. ઝી ટીવીની નીલી છતરીવાલે સિરિયલમાં ભગવાન શિવાયનું પાત્ર ભજવ્યું હતું. તે સિવાય બુદ્ધા સિરિયલમાં ગૌતમ બુદ્ધનું તેમનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય રહ્યું હતું. હવે તે રામ સિયા કે લવ કુશ સિરિયલમાં ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે સિરિયલ અને પાત્ર અંગે થયેલી વાતચિત.

તમારા નવા શો અને પાત્ર વિશે જણાવો.

મારો નવો શો ‘રામ સિયા કે લવ કુશ’ એ લાવ અને કુશની દ્રષ્ટિએ પવિત્ર ગ્રંથ રામાયણનું કલાત્મક ભાવ નિરૂપણ છે. આ શોમાં હું ભગવાન રામની ભૂમિકા નિભાવું છું. એમ કહેવાય છે કે 14 વર્ષના વનવાસ પછી રામ અને સીતાના અયોધ્યા આગમન સાથે રામાયણનો અંત આવે છે, પરંતુ આ વાર્તા જ્યાં અંત આવ્યો ત્યાંથી શરુ થાય છે. આ ઉજવણીનો અંત આવે છે ત્યારે ભગવાન રામ અયોધ્યાવાસીઓ છાની રીતે સીતા લંકાથી પાછી આવ્યાં પછી કેટલા પવિત્ર છે તેવી વાતો અને શંકા કરે છે અને પ્રશ્નો ઊઠાવે છે. ભગવાન રામ આનાથી વિચલિત થાય છે અને સીતા રામના મગજમાં ચાલતી ગડમથલ સમજી જાય છે. સીતા પોતાના અને પ્રત્યેક સ્ત્રીના ગૌરવને ઉજ્જવળ રાખવા અયોધ્યા છોડવાનો નિર્ણય લે છે. એ પોતે જ એકલી રહેવાની હિંમત કરે છે અને લવ અને કુશને જન્મ આપે છે. બંને બાળકો પોતાના કુળથી અજાણ છે, ત્યારે તેઓ તેમના પિતા રામ જેવી જ ઉદારતા અને શાણપણ ધરાવે છે. રામ સિયા કે લવ કુશ બંને બાળકો પોતાના પિતાની ઓળખ મેળવવા ખૂબ આતુર છે અને તેઓ પિતાના શક્તિશાળી નામ શોધી કાઢે છે અને સારા માટે પોતાના માતા-પિતાને ભેગાં કરે છે.

તમે આ અગાઉ ઘણાં પૌરાણિક શો કાર્ય છે. આ શોનો ભાગ બનવાનું કઇ રીતે પસંદ કર્યું?

ભગવાન રામ! આ ચરિત્રમાં ખૂબ ઊંડાણ છે અને મારે ભગવાન રામને અગાઉ કોઈએ ના કર્યા હોય એવી જૂદી જ રીતે રજૂ કરવા હતા. હું દર્શકો પાસે એવી અપેક્ષા રાખું કે હું જે ચરિત્ર ભજવું તેની સાથે જોડાય, આથી જ્યારે આ પાત્રની વાત આવી ત્યારે હું ખૂબ ઉત્તેજિત થયો હતો અને મને ખાતરી હતી કે હું આજ પાત્ર કરવાનો છું. જો કે હું ટાઈટલ રોલ નથી કરતો, જે કેરેક્ટર હું કરું છું (ભગવાન રામ) તે આ શો માટે અત્યંત જીવંત છે અને મારા માટે એ એક પડકાર પણ છે. મારા નિર્ણયો પણ ગ્રાફ પર આધારિત છે, પૌરાણિક શોમાં હું નાયક બનું છું.

તમે ભગવાન રામની ભૂમિકા ભજવો છો, તમને નથી લાગતું કે અગાઉ ઘણી રામાયણ બની ગઈ હોવાથી, અને લોકો એ રામાયણ સાથે સરખામણી કરવાના હોવાથી તમારા માટે મુશ્કેલ થઇ જશે?

જરા પણ નહિ! આવા બધા શો રામાયણ પર આધારિત હતાં અને જુદા અભિગમ દર્શાવતા હતાં. ઉદાહરણ તરીકે, અરુણ ગોવિલની રામાયણ ખૂબ જૂની છે અને મને ખાતરી છે કે આજની પેઢીએ એ જોઈ પણ નહિ હોય. અગાઉના શોએ જૂની પેઢીના લોકોનું મનોરંજન કર્યું છે. યુવાનોએ રામ અને સીતા અને રામાયણની વાર્તા વિષે સાંભળ્યું છે પણ એનો કોઈ શો જોયો નથી. મને લાગે છે કે રામ સિયા કે લવ કુશ રીલીઝ કરવાનો આ યોગ્ય સમય છે કારણ કે રામાયણના આદર્શ પાઠ જીવન જીવવાની કલા છે અને યુવાનો માટે એ જરૂરી છે. જે રીતે આ શોની પરિકલ્પના કરી છે અને એને જીવંત બનાવવા જે પ્રયત્નો થયા છે, તેનાથી મને ખાતરી છે કે પ્રત્યેક વ્યક્તિ અને દરેક પેઢી એની સાથે જોડાશે.

તમે જણાવ્યું કે આ શો લવ અને કુશની દ્રષ્ટિથી રજુ થવાનો છે. શું આ શોમાં કોઈ બીજું પાસું છે?

આ સમગ્ર શો તાજો છે અને મહા ગ્રંથ રામાયણ પર એક નવો જ પરિપ્રેક્ષ્ય છે. દર્શકો જે જોશે એ તદ્દન જ અનોખું છે અને કૈક એવું છે જે તેમને અગાઉ ક્યારેય જોયું ના હોય. શોમાં વપરાયેલા વિએફએક્સ દર્શકોને એક યથાર્થવાદી ચિત્રણ આપશે, જાણે રામાયણ એમની સામે ઘટી રહ્યું છે. સિદ્ધાર્થ તિવારી એક એવું સર્જન કરવા માગતા હતાં કે આગામી પાંચ વર્ષોમાં કોઈ આવું પુનઃસર્જન કરી ના શકે. હું માનું છું કે રામ સિયા કે લવ કુશ સાથે તેમણે ભારતીય પૌરાણિક કથાઓના શોની શકલ બદલી નાખી છે અને તેને એક નવી દિશા આપી છે.

શોમાં કામ કરતાં પહેલાં તમે ભગવાન રામ કે રામાયણ અંગે કોઈ અભ્યાસ કર્યો હતો?

મારે ભગવાન રામનું પાત્ર બને એટલું જીવંત અને અસલ રાખવું હતું. આપણે જ્યારે આજ પ્રકારનો કોઈ બીજો શો જોઈએ ત્યારે આપણે તે કલાકારની રીતભાત અનુસરીએ છીએ. આથી મેં આવા કોઈ પણ શો નહિ જોવાનું નક્કી કર્યું હતું. રામાયણ કે રામના ચરિત્ર વાળું કશું નહિ જોવાનો નિર્ણય કર્યો હતો. મેં આ ચરિત્રને સમજવાનો પ્રયત્ન કર્યો અને ભગવાન રામના ચરિત્રને સારી રીતે સમજવા આવા જ પ્રકારના ચરિત્રોને સમજવાની કોશિશ કરી છે. ભગવાન રામ ખૂબ શાંત અને ઠરેલી વ્યક્તિ હતા અને આથી મારી આસપાસ, મારા પરિવારમાં, હું એવી જ વ્યક્તિઓને શોધવાનો પ્રયત્ન કરતો અને ઝીણવટથી તેમના વર્તનને જોઈ રામને સમજવાનો પ્રયત્ન કરતો.

તમને લાગે છે કે ભગવાન રામ અને તમારામાં છે કોઈ સમાનતા છે?

(હાસ્ય) મારા ચહેરા સિવાય મને નથી લાગતું કે રામ સાથે મારી કોઈ સમાનતા છે. જો કે એ સારી વાત છે. એક કલાકાર તરીકે, શૂન્યથી શરુ કરી 100 સુધી પહોંચવામાં ખરેખર મદદ મળે છે.

તમે હમેશાં મુખ્યત્વે પૌરાણિક કથાઓના રોલ ભજવો છો એ અંગે શું કહેશો? તમારા પરિવારની પ્રતિક્રિયા શું હતી?

પ્રમાણિકપણે કહું છું, હું પૌરાણિક રોલ ભજવું છું એ નથી મને કોઈ ફરક નથી પડતો. મારા માતા-પિતાને તો એક જ વાતથી ખુશ છે કે એમના દીકરાને તેઓ ટીવી પર જોઈ શકે છે. (હસવું) પણ કોને ખબર છે કે થોડા સમયમાં જ હું રોમાન્ટિક રોલ કરવાનું શરુ કરી દઉં .

તમે બોલીવૂડમાં તમારું નામ દાખલ કરવા માગો છો?
મને બોલીવૂડમાંથી 2 -3 ઓફર મળી છે પરંતુ મેં એ સ્વીકારી નથી. તમે જ્યારે કલર્સ જેવી ચેનલ પર અને આવા મોટા પ્રોડક્શન હાઉસ સાથે મોટા શો પર કામ કરતાં હો ત્યારે તમે એ સ્વીકારવા નથી ઇચ્છતા. હાલ હું ખુશ છું અને હાલના શોમાં મારી તમામ ઉર્જા અને પ્રાણ પૂરવા માગું છું.

જયપુરની મુલાકાત લેવાની હાલ કોઈ યોજના છે? જયપુર આવ્યે તમને કેટલો સમય થયો છે?
જયપુર મારું ઘર છે અને કામ પરવાનગી આપે તો શક્ય એટલી વાર હું એની મુલાકાત લેવાનું પસંદ કરું. અગાઉ હું નિયમિતપણે આવતો હતો પરંતુ જ્યારથી મેં કલર્સના રામ સિયા કે લવ કુશના સેટ પર લાંબા કલાકો સુધી શુટિંગ શરુ કર્યું છે ત્યારથી ઘરે આવવાનું ઓછું થયું છે. ગયે મહીને જ હું જયપુર આવ્યો હતો અને મારા માતાપિતા સાથે માનસરોવરમાં રહ્યો હતો.

ઘરે પાછા ફરવાની લાગણી કેવી હતી?
ઘરમાં હોવાની લાગણી કરતાં બીજી કોઈ વાત હાશકારો નથી આપતી. ખાસ કરીને જ્યારે તમે રાત -દિવસ શૂટિંગ કરતાં હો. કલર્સના રામ સિયા કે લવ કુશના સેટ પર લાંબા કલાકો સુધી શુટિંગ શરુ કર્યું છે ત્યારે ઘર શાંતિમય હળવાશ અપાવે એવું લાગે છે. પ્રમાણિકપણે કહું તો 3-4 દિવસ પછી લાગે છે કે કામ કરવું એ પણ અગત્યનું છે. અને તમે ખરેખર કામ કરવા ઈચ્છો છો. આથી હું મુંબઈ જઉં છું. મારા માતા-પિતા મુંબઈ આવે છે અને દિવાળી અને રક્ષાબંધન જેવાં તહેવારો પર હું ઘેર જવાની કોશિશ કરું છું.

તમે તીરંદાજી અને ઘોડેસ્વારીની તાલીમ નથી લીધી?
ઘણાં સમયથી હું ઘોડેસવારી શીખ્યો છું, કારણ થોડાં વર્ષો પહેલાં હું જયપુરમાં પોલો રમતો હતો. શૂટીંગના એક મહિના પહેલાં તીરંદાજીની તાલીમ લેવી પડી છે.

Loading

Spread the love

Leave a Comment