તહેવારની સિઝનમાં ફક્ત યુવતીઓ જ નહીં મહિલાઓ પણ ખૂબ સુંદર દેખાવાનું પસંદ કરે છે. ફેસ્ટિલની સિઝનમાં જ્યારે ડ્રેસઅપની વાત આવે છે ત્યારે કેટલાક સિલેક્ટિવ ડ્રેસીસ જ ખાસ પસંદ કરવામાં આવતા હોય છે. તમે ઇચ્છો તો આ વખતે તહેવારમાં તમારા લુકને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. તેના માટે ડિફરન્ટ પ્રકારના ડ્રેસીસને પસંદ કરો. તહેવારમાં દરેક પોતાના લુકને લઇને ખૂબ ધ્યાન રાખતા હોય છે. જેમાં તેઓ અન્ય કરતા અલગ દેખાય તેવા સતત પ્રયત્ન થતા હોય છે. દરેક વ્યક્તિ તહેવાર કે વિધીમાં કેવા પ્રકારનું ડ્રેસીંગ વધારે સુંદર અને અલગ લાગશે તે વિચારે છે, તો તેવામાં તમે અલગ અલગ પ્રકારના સ્ટાઇલિશ ડ્રેસીસ તમારા માટે પસંદ કરી શકો છો.
ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસીસ
તમે તહેવારમાં ઇન્ડિયન ડ્રેસીસ પહેરવા ઇચ્છો છો, તો સૂટ-સલવાર જેવું બીજુ કોઇ બેસ્ટ ઓપ્શન હોઇ શકે જ નહીં. જેમાં તમે બનારસીથી લઇને ચિકનકારીના સૂટ ટ્રાય કરી શકો છો. તે ઉપરાંત ફ્લોર લેન્થ, અનારકલી સૂટ તેમજ શોર્ટ કુર્તી પણ પહેરી શકો છો. તેમાં લોઅર વિયરમાં જરૂરી નથી કે તમે સલવાર જ પહેરો. તમે સરારા, ટ્રાઉઝર્સ, પેન્ટ, પ્લાઝો, સ્કર્ટ અને જેગિંગ્સ પહેરી શકો છો. તેની સાથે તમે કોંન્ટ્રાસ્ટિચ દુપટ્ટો સેટ કરી શકો છો. ફ્રન્ટ સ્લિટ કુર્તાની સાથે ધોતી પેન્ટ્સ અને ધોતી પ્લાઝો પણ ક્લાસી લુક આપશે.
સૂટ-સલવાર સિવાય પણ તહેવારના દિવસે સાડી પહેરવાનું પસંદ કરનાર ઘણા છે. જો તમે દરેક વખતે એક જ પ્રકારની સ્ટાઇલથી સાડી પહેરવાથી કંટાળી ગયા હો તો તેને ટ્વીસ્ટ કરીને પહેરો. તમે સાડીની ડ્રેપિંગની સાથે એક્સપરીમેન્ટ કરી શકો છો. જેમાં તમે સાડીની સાથે બેલ્ટ, કેપ કે સ્કાર્ફને ટીમઅપ કરી શકો છો. તો સાડીના બ્લાઉઝના ડિઝાઇનની સાથે પણ એક્સપરીમેન્ટ કરી શકાય છે.
ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ
તમે સૂટ અને સલવાર દરેક તહેવાર પર પહેરતા જ હો છો. આ વખતે તેને નવા ટ્વીસ્ટની સાથે પહેરો. તેના માટે તમે ક્રોપ ટોપને ધોતી પેન્ટની સાથે પહેરી શકો છો. સાથે જ તમે જેકેટ કે લોન્ગ સ્રગ પહેરી શકો છો. તેનાથી તમારા ડ્રેસને ઇન્ડો વેસ્ટર્ન ટચ મળશે. તે સિવાય તમે કુર્તાની લેન્થ અને સ્ટાઇલમાં પણ ફેરફાર કરીને ધોતી સાથે પહેરી શકો છો. વળી, તમે ધોતી પેન્ટ અને ટોપની સાથે સાડીના પાલવની જેમ દુપટ્ટા સ્ટાઇલ કરી શકો છો. હવે સાડીના બદલે દુપટ્ટામાં ફક્ત પાલવની ફેશન વધારે જોવા મળે છે. જેમાં વિવિધ સ્ટાઇલ અને ડિઝાઇનના ટોપ અને ધોતી સ્ટાઇલ ઇન છે.
વેસ્ટર્ન ડ્રેસઅપ
હવે તો વનપીસ ડ્રેસ પહેરવા માટે બેસ્ટ ઓપ્શન બની ગયો છે. તમે અનેક લેન્થના વનપીસ ડ્રેસ પહેરી શકો છો. તહેવાર માટે ફ્લોર લેન્થ ગાઉન બેસ્ટ ઓપ્શન છે. તેમાં તમને કલર અને ડિઝાઇનની રેન્જ સરળતાથી મળી રહેશે. તમે તેમાંથી તમારા માટે ફ્લોર લેન્થ ગાઉન ખરીદી શકો છો.
કેપથી મેળવો સ્ટાઇલિશ લુક
હાલમાં કેપ અટાયર ખૂબ પસંદ કરવામાં આવે છે. તમે તેને તમારા કોઇપણ ડ્રેસઅપ સાથે સરળતાથી ટીમઅપ કરી શકો છો. તમે સાડી પહેરો, સલવાર સૂટ પહેરો કે પછી વનપીસ ડ્રેસ પહેરો, દરેકની સાથે તેને પહેરીને તમારી સ્ટાઇલમાં અનેકગણો વધારો કરી શકો છો.