ઝી ટીવી એ છેલ્લા ત્રણ દાયકાથી ટેલિવિઝન કન્ટેન્ટને આકાર આપવા માટે ટ્રેન્ડ સેંટર રહ્યું છે. ચેનલે દર્શકોની સામે કેટલાક રસપ્રદ પાત્રો તથા ભારતના કેટલાક પ્રસિદ્ધ અગ્રણી અને રાજાઓનો પ્રેરણાદાયી બાબતોનો પરિચય આપ્યો છે, જેને આપણા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા પર પણ નોંધપાત્ર અસર કરી છે. જોધા અકબર અને ઝાંસી કી રાનીના પ્રવાસ બાદ હવે ઝી ટીવી તેના દર્શકો સમક્ષ વર્ષ 2021ની સૌથી મોટી ઐતિહાસિક રચનાને લાવવા તૈયાર છે. જે મરાઠા સામ્રાજ્યના સૌથી અગ્રણી મહિલા- કાશીબાઈ બાજીરાવ બલ્લાલની વણકહી વાર્તાને રજૂ કરે છે. આ શોમાં મહાન મરાઠા સામ્રાજ્યના ગૌરવ અને બહાદુરીની વાર્તા છે, જે કાશીબાઈની નજરથી વર્ણવવામાં આવશે.

આપણે બધા જ જાણીએ છીએ કે, અભિનેત્રી આરોહી પટેલ કાશીબાઈના પાત્ર તરીકે જોવા મળશે ત્યારે ડીઆઇડી લિટલ માસ્ટરનો ભૂતપૂર્વ સ્પર્ધક, અભિનેતા અને સોશિયલ મીડિયા સ્ટાર વેંકટેશ પાંડે એ શોના મુખ્ય પાત્ર બાજીરાવ બલ્લાલના નાનપણનું પાત્ર કરતા જોવા મળશે. જે મરાઠા સામ્રાજ્યનો એક શ્રેષ્ઠ લડવૈયા છે. તેના પ્રભાવશાળી યુદ્ધ કૌશલ્યથી દરેકને પ્રભાવિત કર્યા બાદ, આ શોમાં બાજીરાવના વ્યક્તિત્વને તેની તમામ બહાદુરી, પરિપક્વતા તથા દેશભક્તિની સાથે દર્શાવ્યું છે. બાજીરાવનું પાત્ર કરવું એ અત્યંત પડકારજનક હતું , જો કે, વેંકટેશએ તેના માટે તૈયાર છે અને તે દરરોજ કંઈક નવું કૌશલ્ય શીખી રહ્યો છે.

— શોમાં તમારા પાત્ર વિશે અમને જણાવશો.

શોમાં હું બાજીરાવ બલ્લાલનું પાત્ર કરી રહ્યો છું, જે મરાઠા સામ્રાજ્યના મહાન યોદ્ધાઓમાંના એક છે. જે એક ઉમદા બાળક પણ છે, જેને આગળ જતા મહાન સામ્રાજ્યને સંભાળ્યું છે. તેની અદ્દભુત યુદ્ઘ ગાથાથી દરેકને અવાક કર્યા બાદ શો હવે બહાદુરી, પરિપક્વતા તથા દેશભક્તિથી બાજીરાવના પાત્રને જીવંત કરી રહ્યા છે. હું આટલું સમર્થ પાત્ર કરવા ખૂબ જ ઉત્સાહિત છું. મેં કાશીબાઈ અને બાજીરાવ વિશે ઘણું બધું સાંભળ્યું અને વાંચ્યું છે અને શો દરમિયાન મારે ઘણું શિખવા જેવું હતું! મને વિશ્વાસ છે કે, અમારા બધા દર્શકો માટે આ એક મજબુત અને પ્રેરણાદાયી બની રહેશે.

— આ પાત્ર કરવા માટે તમે ક્યા પ્રકારનું સંશોધન અને તૈયારી કરી હતી?

હા ઘણી બધી તૈયારી કરી છે. શૂટિંગ શરૂ કર્યા પહેલા, આ શો માટે તાલિમ લીધી હતી. મેં વજન વધાર્યુ અને વર્કઆઉટ શરૂ કર્યું છે. બાજીરાવના પાત્ર માટે તલવાર બાઝી, લાઠી-કાઠી જેવા મહત્વના કૌશલ્યો પણ શિખ્યા છે. હું અલગ-અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનું પણ શિખ્યો, કેમકે શોમા મારે એક્શન સિકવન્સ પફોર્મ કરવાનું હતું. મેં ઘોડે સવારી શિખી તે અત્યાર સુધીનો સૌથી યાદગાર અનુભવ હતો! મને બાજીરાવ મસ્તાની મૂવી ખૂબ જ ગમે છે, તો મેં કઈ રીતે પોતાની જાતને બાજીરાવ તરીકે રજૂ કર્યો છે, તે જોવા માટે તે ફરી-ફરીને જોયુ અને તેને જોઈને ઘણું બધું શિખ્યો.

— મહાન મરાઠા લડવૈયાના યુદ્ધની તાલિમ પર પ્રકાશ પાડશો.

“સાચુ કહું તો, મહાન બાજીરાવનું પાત્ર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ અનુભવ છે. મારા પહેલા કરેલા શો કરતા અલગ અનુભવ છે અને મહાન બાજીરાવનું પાત્ર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, કેમકે તેને ઓનસ્ક્રીન દર્શાવવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ઘણા લોકો નથી જાણતા પણ તેમનો ઉછેર એવી રીતે થયો હતો તેના લીધે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ કઠોર હતું પણ તેમનું દિલ સોના જેવું હતું. તે ખૂબ જ નમ્ર નેતા હતા અને તેથી જ તેઓ આટલા મહાન છે. આ શો અલગ યુગનો હોવા છતા પણ આ પાત્ર આજના સમયમાં પણ એટલું સંબંધિત છે કે, દરેક લોકો આ વાર્તાને માણી શકે. મારા માટે, આ સર્વપ્રથમ વખત છે કે, હું એક મુખ્ય પાત્ર ભજવી રહ્યો છું, ખાસ તો, એક એવું પાત્ર જેની વાર્તા આજે પણ સંભળાય છે અને તેમાંથી હું બાજીરાવ અને મરાઠા સામ્રાજ્ય વિશે દરરોજ કંઈક નવું શીખુ છું. મને ખાતરી છે કે, આ પાત્રમાં ઉંડું ઉતરવામાં ખૂબ જ મજા આવશે અને આશા રાખું છું કે, દર્શકો પણ મારા પર અને શો પર તેમનો પ્રેમ વરસાવશે.”

— ડીઆઇડી લિટલ માસ્ટર્સના સ્પર્ધકથી લઇને બાજીરાવ સુધીનો તમારો પ્રવાસ કેવો રહ્યો?

ડાન્સિંગ અને એક્ટિંગ એ મારો જુસ્સો છે અને જ્યારે હું નાનો હતો, ત્યારે હું ડીઆઇડી લિટલ માસ્ટરનો હિસ્સો હતો અને હવે હું ખરેખર મારી જાતને ધન્ય અનુભવું છું કે, તેમને મને આ તક આપી. એનાથી મારું જીવન બદલાઈ ગયું અને ત્યારબાદ મને ઘણી તક મળી. મેં સ્ટેજ પર ડાન્સ ચાલુ રાખ્યો છે, ત્યારે અભિનયમાં ઓડિશન આપવું પણ રસપ્રદ રહ્યું. બાજીરાવના પાત્ર માટે મેં કેટલાક લૂક ટેસ્ટ આપ્યા હતા અને જ્યારે મેં જાણ્યું કે, હું મુખ્ય પાત્ર કરી રહ્યો છું, તો હું ખૂબ જ ખુશ થયો.

— તમારા અભ્યાસ અને શૂટિંગની વચ્ચે તમે કેટલી દોડાદોડી કરો છો?

મારી શાળાની ઓથોરિટી અત્યંત સપોર્ટિવ છે અને રોગચાળાની સાથે, અમારા બધા ક્લાસીસ ઓનલાઈન હોય છે. તો, હું મારા મુખ્ય વિષયને ચુકતી નથી. હું સવારમાં મારા ઓલાઈન ક્લાસીસ કરું છું અને દિવસના બાકીના સમય માટે શૂટિંગ કરું છું.

— તમે સેટ પર કઈ રીતે વાતચીત કરો છો? શું તમે કરજતમાં જ જ્યાં શોનું શૂટિંગ થાય છે ત્યાં જ રહો છો?

હાલમાં તો સમગ્ર ક્રુની સાથે કરજાતમાં રહું છું અને સુંદર એન ડી સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા છીએ, જ્યાં એવું લાગે છે કે, તમે એક ઇતિહાસનું પુસ્તક ખોલ્યું છે અને એક નવા યુગમાં જ પ્રવેશી ગયા છો.

— હાલની પરિસ્થિતિમાં તમે કોવિડ દરમિયાન કઈ રીતે સલામત રહી શક્યા?

સમગ્ર ક્રુના સભ્યોને રસી આપેલી છે અને અમે એક બાયો બબ્બલમાં શૂટિંગ કરી રહ્યા છીએ, જેમાં બહારનાને આવવાની મંજૂરી ઓછી છે. અમે અમારી જાતને સેનિટાઈઝિંગ કરી રહ્યા છીએ અને જ્યારે શૂટિંગ ન કરતા હોય ત્યારે માસ્ક પહેરીએ છીએ.

Loading

Spread the love

Leave a Comment