બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં માતાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે પણ તેમને આદરણીય સ્થાન ક્યારેય મળ્યું નથી. મેરે પાસ મા હૈ, દીવારનો આ એક ડાયલોગ સૌથી વધુ લોકપ્રિય બન્યો હતો. વિશ્વભરમાં હિન્દી ફિલ્મોના ચાહકોમાં દાયકાઓ સુધી બોલિવૂડમાં જોવા મળેલી માતાઓની તેમના આહલાદક સ્મિતની પ્રશંસા કરી છે,  તેમના ચહેરા પરનો ડર, લાગણી, ભાવ,  પ્રેમાળ અને નરમ અવાજથી ગવાતા હાલરડા અને તેમની આંખમાંથી દર્શાવાતો પ્રેમ અને ઉપરાંત જીવનમાં કરેલા સમાધાનની પીડા જે રીતે આંખોમાં દર્શાવાતી તે ખરેખરા અર્થમાં એક માતાના પાત્રને જીવંત રાખતું જોવા મળે છે. બાળકો માતાઓ હંમેશા હિન્દી સિનેમાનો અભિન્ન ભાગ રહ્યો છે. માતાનું પાત્ર પોઝીટીવ પણ રહ્યું છે અને નેગેટીવ પણ રહ્યું છે. બોલિવૂડની આવી અનેક માતાઓ વિશે આપણે મધર્સ ડે નિમિત્તે જાણીયે.

 

  1. દુર્ગા ખોટે

માતા તરીકે હંમેશા એક મજબૂત મહિલા અને સ્ક્રીન પર એક સ્ટ્રોંગ માતા તરીકે, દુર્ગા ખોટે લોકપ્રિય છે. 1932 થી પોતાના કરીયરની શરૂઆત તેમણે કરી અને 50 થી વધુ વર્ષોની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દીના પાછલા વર્ષો દરમિયાન તેમણે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં પણ ખાસ કરીને મુઘલ-એ-આઝમ (1960) ફિલ્મમાં તેમના પુત્ર સલિમ માટે તેમના પતિ પ્રત્યેની ફરજ વચ્ચેનો ફરક અને મુઘલ સમ્રાટ અકબરની રાણી, જોધાબાઇમાં એક રાણી અને માતાનું તેમનું પાત્ર સૌથી યાદગાર છે. તે ઉપરાંત વિજય ભટ્ટની ક્લાસિક ફિલ્મ ભરત મિલાપ (1942) માં તેમની કૈકેયની શક્તિશાળી ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે,  જેમાં તેણી પોતાના પુત્ર ભરતને રાજા બનાવવા નેગેટીવ રોલ ભજવે છે. તેમની અન્ય ફિલ્મો ચરણો કી દાસી (1941), મિર્ઝા ગાલિબ (1950), બોબી અને બિદાઇ (1974) માં હતા, જેના માટે તેમણે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી આદરણીય મહિલાઓમાંના એક, તેમને 1983 માં સૌથી પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 

  1. લલિતા પવાર

હિન્દી સિનેમામા માતા તરીકે સૌથી વધુ માંગ તેમની રહી હતી. લલીતા પવાર 1920 થી 1990 ના સમય દરમિયાન સૌથી વધારે કાર્યરત રહ્યા હતા અને 300 થી વધુ ફિલ્મો તેમના ફાળે જાય છે. તેમની સૌથી વધારે ફિલ્મો માતા તરીકેના પાત્રમાં રહી હતી.  50 અને 60 ના સમય દરમિયાનમાં તેમણે ભૂંડી સાસુ, પ્રેમાળ માતા, હેરાનગતિ કરનારીમાતાના પાત્ર ભજવ્યા છે. જેમાં મિ. એન્ડ મિસીસ .1955, ખાનદાન,  શ્રી 420, પોકેટ માર, નૌ દો ગ્યારહ, આશા, પરવરીશ, સુજાતા, ગેસ્ટહાઉસ, અનારી, જીસ દેશ મૈં ગંગા બહેતી હૈ, સસુરાલ, જંગલી, હમદોનો, ગૃહસ્થી, બ્લફમાસ્ટર, સંગમ, કોહરા, લવ ઇન ટોકીયો અને આવી અનેક સફળ ફિલ્મોમાં તેઓ માતા તરીકે જોવા મળ્યા છે. તેમને ફિલ્મ અનારીમાં તેમની ભૂમિકા માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. જોકે ફિલ્મ પ્રોફેસરમાં તેમના પાત્રને લોકો આજે પણ યાદ કરે છે.

 

  1. અમીર બાનુ

40 અને 50 ના દાયકામાં દરેક ફિલ્મમાં બલિદાન, નિઃસહાય માતા, આમિર બાનુ, તે યુગના સૌથી જાણીતી માતા તરીકે રહ્યા હતા. તેમની વધુ લોકપ્રિય ફિલ્મોમાં શારદા (1942), રતન (1944), અનમોલ ઘાડી (1946), દિલ્લગી (1949), બાજાર (1949), અંદાજ (1949), જાન પહેચાન (1950), આરપાર (1954), ચોરી ચોરી (1956) અને ધૂલ કા ફૂલ (1959)નો સમાવેશ થાય છે.

 

 

  1. લીલા મિશ્રા

40 ના દાયકાથી સ્ક્રીન પર એક પ્રેમાળ મમ્મી, અને માસી તરીકે વધુ લોકપ્રિય બન્યા હતા. ફિલ્મ શોલેમાં  હેમા માલિનીની માસીના પાત્રથી ખૂબ લોકપ્રિય થયા હતા. તેમણે 150 થી વધુ ફિલ્મોમાં માતા અથવા માસી તરીકેના પાત્રો ભજવ્યા હતા. જેમાં ચિત્રલેખા (1941), ખામોશી (1942), વિષકન્યા (1943), ઘુંઘટ (1946), અનમોલ ઘડી (1946), બાહર (1951) , આવારા (1952), દાગ(1952), તીનબત્તી ચાર રસ્તા (1953), શિકસ્ત (1953), લડકી (1953), આહ (1953), નાસ્તિક (1954), પ્યાસા (1957), લાજવંતી (1958), ગૂંજ ઊઠી શહનાઇ (1959) સસૂરાલ (1961), મિલન (1967), ખુશ્બુ (1975), શોલે (1975), દુલ્હન વહી જો પિયા મન ભાવે (1977), પ્રેમરોગ (1982), સદમા (1982) અને આતંક(1996).નો સમાવેશ થાય છે.

 

  1. લીલા ચીટનીસ

અશોક કુમાર સાથે 40 ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય જોડીમાં તેઓ જોવા મળ્યા હતા. તેમનો કલાકાર તરીકેનો બીજો પિરીયડ માતા તરીકેનો રહ્યો, જેમાં લીલા ચિટનીસે તેમની કારકીર્દીમાં ફિલ્મ ફિલ્મીસ્તાન શહીદ (1948)માં માતા તરીકેના રોલથી લોકપ્રિય બન્યા. તે પછી 22 વર્ષ સુધીની કારકીર્દીમાં એક સતત મુશ્કેલીમાં રહેતી અને હેરાન થતી માતાના પાત્ર ભજવ્યા. જેમાં કેટલાક પાત્રઓ વિધવાના અને ત્યક્તાના રહ્યા. ગરીબીમાં સંતાનોનો ઉછેર કરનારી માતાના પાત્રઓ તેમના ફાળે વધારે આવ્યા. જેમાં તેમની સૌથી યાદગાર ફિલ્મ આવારા (1951) હતી જેમાં તે રાજકપૂરના માતા તરીકે હતા. તે પછી બિમલ રૉય્ઝની ફિલ્મ મા (1952), દિલીપ કુમારની ફિલ્મ ગંગા જમુના (1961) અને દેવ આનંદની ફિલ્મ ગાઇડ (1965) માં લોકપ્રિય ભૂમિકા રહી હતી.

 

  1. નરગીસ

મધર ઇન્ડિયા ફિલ્મ બાદ નરગીસ બોલિવૂડની સફળ માતા તરીકે લોકપ્રિય બની ગયા હતા. માતાના પાત્રને સૌથી વધારે તેમણે જીવંત અને લોકપ્રિય બનાવી દીધુ હતું. પોતાના પુત્રોને એકલા હાથે ઉછેરીને દરેક પરિસ્થીતીનો સામનો કરીને કઇ રીતે જીવનને જીવવું તે તેમણે ખરેખરા અર્થમાં પૂરવાર કર્યું. એક માતા ઘર ચલાવી શકે, મજૂરી કરી શકે, એકલી રહીને સમાજનો અને દુષ્ટ લોકોનો સામનો કરી શકે, સમય આવે ખોટી બાબત સામે પોતાના દિકરાનું બલિદાન પણ આપી શકે આવી લાગણીશીલ છતાં કઠોર માતાનું પાત્ર તેમણે રજૂ કર્યું. તેમણે ભારતીય માતાની છબીને સમગ્ર દુનિયામાં રજૂ કરી હતી.

 

  1. નૂતન

નૂતનજીએ પોતાની કરીયરમાં હિરોઇન તરીકે અને માતા તરીકેના બંને પાત્રોમાં ખૂબ સફળતા મેળવી હતી. તેમની ફિલ્મ મેરી જંગના તેમના મૂક પાત્રને લોકો આજેપણ યાદ કરે છે. તો વળી, ફિલ્મ કર્મામાં પણ તેમણે લોકપ્રિયતા મેળવી હતી. એક સશક્ત અને પડકારજનક માતાના પાત્રો ભજવવા માટે પણ તેમને લોકો યાદ કરે છે.

  1. નિરૂપા રોય

સુપરસ્ટારની સૌથી પ્રિય ઓનસ્ક્રીન માતા તરીકે તેઓ લોકપ્રિય રહ્યા હતા. તેમાં પણ ખાસ કરીને અમિતાભ બચ્ચનની ફિલ્મ દિવારમાં માતા તરીકેના પાત્ર પછી બૉલીવુડની પ્રિય માતા બની ગયા હતા. તેમની અન્ય લોકપ્રિય ફિલ્મોમાં અમિતાભની માતા તરીકે તેમણે અમર અકબર એન્થની, મુક્દ્દ કા સિકંદાર, સુહાગ, મર્દ અને લાલ બાદશાહ કરી હતી. બોલિવૂડમાં સૌથી લોકપ્રિય માતા તરીકે તેમનું સ્થાન રહ્યું હતું.

 

 

  1. કામિની કૌશલ

કામિની કૌશલ 1940 અને 1950 ના દાયકામાં સૌથી વધારે લોકપ્રિય રહ્યા હતા. તેમણે મનોજ કુમારની ફિલ્મ શહીદ (1965) માં ભગત સિંહની માતા તરીકેનું સ્ટ્રોંગ પાત્ર ભજવ્યા બાદ તેમણે ફિલ્મ ઉપાકર (1967) માં ફરીથી એક વખત તેમની માતાની ભૂમિકા ભજવી હતી. મનોજ કુમારની 70ના સમયની ફિલ્મોમાં તેઓ તેમની માતાના પાત્રમાં સતત જોવા મળ્યા હતા જેમાં પૂરબ ઔર પશ્વિમ, શોર, રોટી કપડાં ઔર મકાન, સન્યાસી અને દસ નંબરી હતું.

 

  1. દિના પાઠક

ફિલ્મ ખૂબસુરત (1980) ને સાચા અર્થમાં ખૂબસુરાત (સુંદર) બનાવી હોય તો તેના સફળતાનો શ્રેય શ્રીમતી નિર્મલા ગુપ્તા (દિના પાઠક)ને જાય છે. એક કડક સરમુખત્યારશાહી માતા તરીકેનો ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ હતો. સ્ક્રીન પરની સૌથી શક્તિશાળી માતાઓમાં તેમનું નામ મોખરે રહ્યું હતું. દિના પાઠકે 60 થી વધુ ફિલ્મોમાં 100 થી વધુ ફિલ્મોમાં તેમની પ્રતિભાને સાબિત કરી હતી. તેમની ફિલ્મોમાં સત્યમ, સાત હિન્દુસ્તાની, સાચ્ચા જૂઠા,  જલ બિન મછલી નૃત્ય બિન બીજલી, કોષિશ, આવિષ્કાર, ચરિત્રહીન, અનારી , મૌસમ, ચિતચોર, ડ્રીમ ગર્લ, કિતાબ, ગોલ માલ, થોડી સી બેવફાઈ, ઉમરાવ જાન, પ્રેમ રોગ, અર્થ, અર્પણ, જૂઠી, આંખે, સબસે બડા ખિલાડી, યારાના, પરદેસ, મેરે સપનો કી રાની, તુમ બિન, દેવદાસ (ભુવન્સ માતા ), બોલીવુડ / હોલીવુડ અને પીંજર. તેમણે પોતાના રોલને ખૂબ સ્ટ્રોંગ રીતે ભજવ્યા હતા.

 

  1. અચલા સચદેવ

નાના પ્રેક્ષકો તેમને દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેથી કાજોલની દાદી તરીકે અથવા કભી ખુશી કભી ઘામાંથી અમિતાભ બચ્ચનની માતા તરીકે યાદ કરી શકે છે. પરંતુ અચલા સચદેવ આ બધાથી ખૂબ જ આગળ આવ્યા હતા. વાસ્તવમાં અમે માનીએ છીએ કે તે દેવર માટે નથી, અચલા સચદેવ બૉલીવુડમાં મધર નંબર વન છે. બૉલીવુડમાં ઘણી બધી સ્ત્રીઓ પછી બલરાજ સહાનીએ ‘એ મેરી ઝોહરાબિશીન’ માટે ગાયક કર્યા હતા? મેરા નામ જોકર, કન્યાદાન, આગ, ચાંદની, લૈલા મજનૂ, જૂલી, કોરાકાગઝ, હરે રામા હરે ક્રિષ્ના, જેવી અનેક ફિલ્મોમાં માતા તરીકે જોવા મળ્યા હતા.

 

  1. રીમા લાગૂ

80 ના દશકમાં નિરૂપા રોયે રીમા લાગુ માટે રસ્તો બનાવ્યો. તેની લાક્ષણિક મધ્યમવર્ગીય ભારતીય શૈલીઓથી રીમા લાગુ સરળતાથી માતાના રોલમાં લોકોના દિલમાં સ્થાન મેળવી લીધુ હતું. મૈને પ્યાર કિયામાં લોકપ્રિયતા મેળવ્યા પછી લગભગ રાજશ્રી પ્રોડક્શનની મોટાભાગની ફિલ્મોમાં તેઓ માતા તરીકેના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમણે ગોવિંદા, શાહરૂખ ખાન, અજય દેવગન, સંજય દત્ત જેવા અનેક દિગ્ગજ કલાકારોની માતાનો રોલ ભજવ્યો હતો. એક સ્ટ્રોંગ અને લાગણીશીલ માતાના પાત્રમાં તેઓ હંમેશા જોવા મળ્યા.

 

  1. સુલોચના લાટકર

નિરૂપા રોય પછી 70 અને 80ના દાયકામાં માતા તરીકેના રોલમાં સુલોચનાજીએ ખૂબ લોકપ્રિયતા મેળવી. તેમણે લોકપ્રિય કલાકારો સાથે ફિલ્મોમાં જેવીકે મજબૂર, મુકદ્દર કા સિકંદર, જોની મેરા નામ, આશા માં લોકપ્રિયતા મેળવનારા માતાનો રોલ ભજવ્યા.

 

  1. રાખી

એક શક્તિશાળી માતા તરીકે રાખીના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ શક્તિ (1982)માં માતા તરીકે અને દિલીપ કુમારની પત્ની તરીકેનું પડકારજનક પાત્ર લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. તે પછી અનેક ફિલ્મોમાં તેમના શક્તિશાળી માતા તરીકેના પાત્રના વખાણ થયા છે. જેમાં બાઝીગર, કરણ અર્જુન, સોલ્જર, બાદશાહ, એક રીશ્તા, ખલનાયક અને રામ લખનનો સમાવેશ થાય છે, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

 

 

  1. અરૂણા ઇરાની

અરૂણા ઇરાની છેલ્લા 57 વર્ષથી બોલિવૂડમાં કાર્યરત છે. હિરોઇન તરીકે ઓછી લોકપ્રિયતા મેળવી પણ માતા તરીકેના પાત્રમાં દર્શકોએ તેમને વધારે પસંદ કર્યા. ગોવિંદા અને અનિલ કપૂરની ફિલ્મોમાં તે વધારે જોવા મળ્યા છે. તેમની ફિલ્મો રોકી, ચાલબાઝ, બેટા, રાજાબાબુ, દૂધ કા કર્ઝ, સુહાગ જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા. એક લાગણીશીલ અને સ્ટ્રોંગ માતા તરીકેના પાત્ર તેમણે ભજવ્યા છે.

 

 

 

હાલના સમયની બોલિવૂડની લોકપ્રિય માતાઓ

  • હાલમાં બોલિવૂડમાં વહીદા રહેમાન (નમક હલાલ, લમ્હે, ચાંદની, ઓમ જય જગદીશ, રંગ દે બસંતી),
  • શર્મિલા ટાગોર (મન, ધડકન),
  • જયા બચ્ચન (કભી ખુંશી કભી ગમ, કલ હોના હો, ફિઝા, લાગા ચુનરી મેં દાગ),
  • ફરીદા જલાલ (દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, જૂદાઇ, દિલ તો પાગલ હૈ, સલાખેં, સોલ્જર, કુછ કુછ હોતા હૈ, ક્યા કહેના, લજ્જા, બરસાત),
  • કિરણ ખેર (દેવદાસ, વીરઝાંરા,ઓમ શાંતિ ઓમ. દોસ્તાના),
  • રત્ના પાઠક (ગોલમાલ 3, મી. અહમદ, ખૂબસુરત, કપૂર એન્ડ સન્સ, મુબારકાં),
  • ડિમ્પલ કાપડીયા (દબંગ, પટીયાલા હાઉસ, કોકટેલ, ગોલુ ઔર પપ્પુ),
  • હેમા માલિની (બાગબાન),
  • ટીશ્કા ચોપરા (તારે ઝમીન પર),
  • શેફાલી છાયા (દિલ ધડકને દો),
  • રેખા (કોઇ મિલ ગયા, ક્રીશ, ક્રીશ 3, સુપર નાની),
  • શબાના આઝમી (નિરજા),
  • સ્વરૂપ સંપત (કી એન્ડ કા),
  • સુપ્રિયા પાઠક (રામલીલા)

ફિલ્મનું નામ – ગીત

  1. છોટા ભાઇ (1966) – મા મુજે અપને આંચલ મેં
  2. દાદી મા (1966) – એ મા તેરી સૂરત સે અલગ
  3. રાજા ઔર રંક (1968) – તૂ કીતની અચ્છી હૈ
  4. આરાધના (1969) – ચંદા હૈ તુ મેરા સૂરજ
  5. તલાશ (1969) – મેરી દુનિયા હૈ મા તેરે આંચલ મેં
  6. મસ્તાના (1970) – મૈને મા કો દેખા હૈ
  7. ખટ્ટા-મીઠા (1978) – મમ્મી ઓ મમ્મી તુ કબ સાંસ બનેગી
  8. બેટા (1992) – ખુશીયો કે દીન આયે
  9. હમ આપકે હૈ કૌન (1994) – માઇ ની માઇ મુંડેર પે તેરી
  10. લાડલા (1994) – તેરી ઉંગલી પકડ કે ચલા
  11. દિવાના મસ્તાના (1997) – ઓ મમ્મી મમ્મી
  12. રંગ દે બસંતી (2006) – લુકા છૂપી
  13. શૂટ આઉટ એટ લોખંડવાલા (2007) – સોને દે મા
  14. તારે જમીન પર (2007) – મેરી મા
  15. દસવીદાંનીયા (2008) – પ્યારી મા, મમ્મા
  16. દોસ્તાના (2008) – મા દા લાડલા
  17. ફટા પોસ્ટર નીકલા હિરો (2013) – જનમ જનમ
  18. ખુબસુરત (2014) – માં કા ફોન આયા
  19. યારીયા (2014) – મેરી મા
  20. એબીસીડી 2 (2015) – ચુનર
  21. નિરજા (2016) – ઐસા ક્યું મા
  22. વન્દે માતરમ્ (આલ્બમ) – મા તુજે સલામ
  23. પરીચય – મા, દેખી જબસે દુનિયા

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment