બોલિવૂડમાં કોઇ એક પ્રકારની ફિલ્મોની શરૂઆત થાય એટલે તેની પાછળ તેવી જ ફિલ્મો શરૂ થતી જોવા મળે છે. તેમાં તે સમય, પરિસ્થિતી કે પછી બાયોપિકને કેન્દ્રમાં રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ અક્ષયકુમારની સ્પેશિયલ 26 અને અજય દેવગણની રેડ ફિલ્મ આવી હતી, જે 80ના સમયની ફિલ્મ હતી. તે સમયના વાતાવરણને ફિલ્મમાં ખાસ ધ્યાનમાં રાખીને ચાલવામાં આવે છે. વળી, હાલમાં સ્પોર્ટ્સ પર અનેક બાયોપિક ફિલ્મો બની રહી છે, થોડા સમય પહેલા જ હોકી પર સુરમા આવી અને હવે અક્ષય કુમાર પણ હોકીના પ્લેયર પરની ફિલ્મ ગોલ્ડમાં જોવા મળશે. બોલિવૂડમાં છેલ્લા કેટલાય સમયથી સ્પોર્ટ્સની બાયોપિક ફિલ્મોને વધારે મહત્વ મળી રહ્યું છે અને તેમાંની ગોલ્ડ એક છે. વળી, અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી બાયોપિક ફિલ્મો કરી રહ્યા છે, તેમની બાયોપિક ફિલ્મોના લીસ્ટમાં આ એક ફિલ્મનો ઉમેરો થશે. દર્શકો હવે જૂના સમયની ફિલ્મોને પણ પસંદ કરવા લાગ્યા છે. જેમાં ફિલ્મ ગોલ્ડમાં આઝાદી મળી તે સમયની વાર્તા છે. જેમાં દર્શકોને ફરી એકવાર જૂનો સમય અને લુક જોવા મળશે.

અક્ષય કુમાર પોતાની ફિલ્મોમાં હંમેશા કોઇ ગંભીર મુદ્દાને લઇને આવે છે. પૈડમેન, ટોયલેટ-એક પ્રેમકથા બાદ હવે તેમની ફિલ્મ ગોલ્ડમાં તે ભારતીય હોકી ટીમની જીતના વિષયને લઇને આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા દેશપ્રેમની છે. ગોલ્ડ ફિલ્મમાં ભારતીય હોકી ટીમના આઝાદીના સમયના જીતના વિષયને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. હોકી ટીમને કઇ રીતે ગોલ્ડ મળ્યો અને સાથે જ આઝાદીની વાતો પણ જોવા મળશે. આ એક પીરિયડ ફિલ્મ છે. જેમાં ભારત માટે હોકીમાં ગોલ્ડ મેડલ જીતીને લાવવાની ઇચ્છા ધરાવતા એક હોકી પ્લેયરની વાત છે. ફિલ્મની વાર્તા આઝાદીના સમયની છે. જે એક બંગાળી હોકી કોચ તપન દાસ અને તેમની મહત્વકાંક્ષાઓ પર બેઝ્ડ છે. તપન દાસની મહેનત અને પ્રયત્નના કારણે ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકમાં રમવા માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં પહેલીવાર સ્વતંત્ર ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગર્વ અપાવ્યું હતું. જોકે આ સફરની શરૂઆત 1936થી જ થઇ ગઇ હતી. આ પ્રયત્નની શરૂઆત થઇ ત્યારબાદ લક્ષ્ય સુધી પહોંચવામાં 12 વર્ષનો સમય લાગી ગયો. ભારતે 12 ઓગષ્ટ 1948ના દિવસે  ઓલિમ્પિકમાં એક આઝાદ જેશ તરીકેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રીમા કાગતીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ગોલ્ડનું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું. ટ્રેલરને જોઇને જ ખબર પડી જાય છે કે અક્ષય કુમાર ફરીથી એકવાર પોતાને બેસ્ટ સાબિત દેશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપૂર, વિનીત કુમાર સિંહ, અમિત સાધ અને સાથે જ બોલિવૂડમાં આ ફિલ્મથી ડેબ્યુ કરનારી લોકપ્રિય ટેલિવિઝન એક્ટ્રેસ મૌની રોય છે. જે ફિલ્મમાં અક્ષયની પત્નીના પાત્રમાં છે. અક્ષય પહેલીવાર બંગાળી પાત્ર ભજવવાના છે. ફિલ્મના ટ્રેલરને જોઇને તેમનું વ્યક્તિત્વ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ ફિલ્મમાં એ 12 વર્ષની વાર્તાને દર્શાવવામાં આવી છે, જ્યારે ભારત સ્વતંત્રતા મેળવી લે છે.

ફિલ્મની મુખ્ય વાર્તામાં અક્ષય કુમાર ભારતીય હોકી ટીમને એકસાથે ભેગા કરવાનું કામ કરે છે કારણકે દેશને ઓલિમ્પિક માં સુવર્ણ ચંદ્રક અપાવવું તે એમનું સપનું હોય છે. ફિલ્મની ગોલ્ડની વાર્તા એ જ 1936થી 1948ના સમયગાળા દરમિયાનની છે. આ સત્યઘટના પર આધારીત ફિલ્મ છે. જેમાં ભારત દેશ પહેલીવાર ઓલિમ્પિક ચંદ્રક જીત્યો તેની વાર્તા છે. ભારત દેશ 1947માં આઝાદ થયો હતો અને ત્યારબાદ પહેલીવાર ઓલિમ્પિક રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. તે સમયે ભારત માટે ગર્વની વાત હતી કે તેમને ગુલામ બનાવીને રાખનાર અંગ્રેજોને તેમણે તેમની ઘરતી પર જ હરાવ્યા હતા.

દેશભક્તિ જોવા મળશે

ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલા જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે અક્ષય કુમાર કોટમાં તિરંગો સંતાડતા નજરે પડે છે. ફિલ્મના ટીઝરની શરૂઆત એક સંદેશથી થાય છે, જેમાં લખ્યું હોય  છે કે, કૃપયા રાષ્ટ્રગીત માટે ઊભા થાઓ. બીજો સંદેશ કહે છે કે, 200 વર્ષ સુધી આપણે અંગ્રેજોના રાષ્ટ્રગીત માટે ઊભા થયા છીએ. ફક્ત એક વ્યક્તિના સપનાએ અંગ્રેજોને આપણા રાષ્ટ્રગીત પર ઊભા કરતા કરી દીધા તો આનાથી તમને શું લાગે છે. ટીઝરની આ લાઇન્સ જેટલી આકર્ષક છે, તેટલું જ ટ્રેલર પણ અદ્ભૂત છે. તેને જોઇને તમને ખરેખર દેશભક્તિની લાગણી ઉત્પન્ન થશે.

ટક્કર આપશે આ ફિલ્મોને

આ ફિલ્મ 15 ઓગષ્ટના દિવસે રીલીઝ થવાની છે. આ જ દિવસે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્મેવ જયતે અને દેઓલ બ્રધર્સની યમલા પગલા દિવાના ફિરસે પણ રીલીઝ થઇ રહી છે. એક રીતે જોઇએ તો બોક્સ ઓફિનું વાતાવરણ ગરમ રહેશે.

મૌની રોયની બોલિવૂડમાં એન્ટ્રી

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ટીવીની લોકપ્રિય કલાકારા મૌની રોય છે. મૌની પોતાની સિરિયલ નાગિન દ્વારા લોકોના દિલોમાં પહેલેથી જ પોતાની ખાસ જગ્યા બનાવી ચૂકી છે. ગોલ્ડ દ્વારા મૌની બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ગોલ્ડના મેકર્સે ફિલ્મનું પહેલું ગીત નૈનો ને બાંધા લોન્ચ કર્યું જેમાં અક્ષય કુમાર અને મૌનીની કેમેસ્ટ્રી દર રીતે દેખાડવામાં આવી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આ ગીતમાં મૌની પારંપરિક બંગાળી સાડીમાં જોવા મળી રહી છે અને અક્ષય પણ બંગાળી બાબુના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ગીતમાં બંને વચ્ચેનો રોમાન્સ દેખાડવામાં આવ્યો છે. બંને વચ્ચેના હસી મજાકથી લઇને અંગત પળોને આ ગીતમાં આવરી લેવામાં આવ્યા છે.

ફિલ્મ અંગે અક્ષય સાથેની વાતચિત

ફિલ્મ વિશે થોડી જાણકારી આપો.

આ મારી પીરીયડ ફિલ્મ છે, જેમાં આઝાદીના સમય દરમિયાન ભારતને ગોલ્ડ અપાવવાનું સપનું જોનારા એક હોકી પ્લેયરની વાર્તા છે.

જૂના સમયના પાત્રને ભજવવા માટે તમારે પોતે કેટલી તૈયારીઓ કરવી પડી.

ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવું પડ્યું. ફિલ્મનું શૂટીંગ લંડન અને ભારત બંને જગ્યાએ કરવામાં આવ્યું છે. ત્યારનો સમયગાળો દેખાડવામાં આવ્યો છે. સાથે જ પહેરવેશ, જૂના સમયની વસ્તુઓ, ભાષા શીખવી પડી જેવી અનેક બાબતો જોવા મળશે. જે દર્શકોને પોતાના તરફ ખેંચશે.

તમે તમારી ફિલ્મોના વિષયો હંમેશા બદલતા રહો છો, તેવું શા માટે.

મને અલગ અલગ પ્રકારના પાત્ર ભજવવા ગમે છે. ટોયલેટ-એક પ્રેમ કથા અને પેડમેન આ બંને ફિલ્મોમાં એક સંદેશ છૂપાયેલો છે. બાકીની ફિલ્મો તો મનોરંજન પૂરું પાડે છે. આપણા દેશમાં જાગૃતતા ફેલાવવા માટે સિનેમા એક મહત્વનું માધ્યમ ગણાય છે. આ ફિલ્મ જોયા પછી પણ ખેલાડીઓમાં એક સારો સંદેશ પહોંચશે.

તમે પોતાને રમત સાથે કઇ રીતે જોડો છો.

એક રીતે જોઉં તો મારી પોતાની અંદર પણ એક ખેલાડી છૂપાયેલો છે. મને શરૂઆતથી જ રમતમાં રસ રહ્યો છે. મને શાળામાં હતો ત્યારે વોલીબોલ, દૌડ અને કરાટેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. મારા દિકરા આરવને પણ હાલમાં માર્શલ આર્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે, તેનો મને આનંદ છે. હું જ્યારે શાળામાં હતો ત્યારે હોકીમાં ગોલકિપર બનતો હતો. તમે આ ફિલ્મમાં મારી હોકીની રમત પણ જોઇ શકશો.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment