ભારતીય પોશાક પહેરવો અને તેને સંભાળવો ખૂબ મુશ્કેલ છે. જ્યારે વેસ્ટર્ન આઉટફીટ પહેરવા ખૂબ સરળ હોય છે, પણ ભારતીય પોશાકની વાત જ કંઇક અલગ હોય છે. આજની યુવતીઓ તેમના વોર્ડરોબમાં ભારતીય પોશાક રહે તેવું ઇચ્છે છે. તેમને લહેંગા કે ટ્રેડિશનલ સલવાર – કુર્તા પસંદ નથી હોતા પણ ઓફિસમાં પહેરી શકાય તેવા આઉટફીટ તે પસંદ કરતી હોય છે. જોકે આ કોઇ મુશ્કેલ કામ નથી. થોડા ફેશનેબલ આઇડિયાની સાથે ભારતીય પોશાકને મોર્ડન લુક આપી શકાય છે. હાલમાં ભારતીય પરિધાનોમાં ઘણાબધા એવા પ્રકારના ફેરફારો જોવા મળ્યા છે, જે પરંપરાગત લુકને જાળવી રાખીને તેને મોર્ડેનાઇઝ કરે છે. બોલિવૂડમાં મોટાભાગની અભિનેત્રીઓ હાલમાં ભારતીય વેસ્ટર્ન લુક અપનાવતી જોવા મળી રહી છે. આવા જ કેટલાક રેગ્યુલર આઉટફીટ વિશે આજે જાણીયે.

સ્ટાઇલીશ બોટમ

સલવારને કુર્તા સાથે પહેરવો તે હવે ખૂબ જૂની ફેશન થઇ ગઇ છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં સલવારની સાથે હવે ઘણાબધા એક્સપેરીમેન્ટ કરવામાં આવી રહ્યા છે. લેગિંગ્સથી લઇને પ્લેયર્ડ પેન્ટ્સ, સ્ટ્રેટ પેન્ટ્સ, મેન સ્ટાઇલ પેન્ટ્સ, ટ્રાન્સપરન્ટ ટ્રેલર્ડ પેન્ટ્સ, એન્કલ લેન્થ પેન્ટ્સ, ક્યૂલોટ્સ અને પ્લાઝો આ બધા જ સલવારના નવા બદલાયેલા સ્વરૂપો છે. ફિલ્મ તનુ વિડ્સ મનુમાં કંગના રનૌતને ફારસી સલવાર પર વેસ્ટ લેન્થ કુર્તીઝની સાથે જ્યારે દેખાડવામાં આવી ત્યારે તે સમયે તે કોલેજ ગોઇંગ ગર્લ્સની મનપસંદ ફેશન બની ગઇ હતી. જોકે આ પહેલા તેવું જોવા મળ્યું નથી. કુર્તાની લેન્થ, સ્ટાઇલ અને ડિઝાઇનમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા પણ બોટમ્સમાં ચૂડીદાર અને પાયજામા જ લોકોની પસંદ બન્યું હતું. હવે ફ્યૂઝન ફેશનના આ સમયમાં બોટમ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેને એટ્રેક્ટીવ લુક આપવા માટે તેના પર અલગ અલગ પ્રકારના ફેબ્રીકના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેને હવે ફક્ત કુર્તાની સાથે જ નહીં પણ સ્ટાઇલિશ ટોપની સાથે પણ ક્લબ કરી શકાય છે. એક રીતે જોવામાં આવે તો સલવારના ટ્રેન્ડમાં નવીનતા આવવાની સાથે જ વેસ્ટર્ન આઉટફીટની પાછળ દિવાના એવા લોકોને હવે કોટીંગ ટ્રાઉઝર અને ડેનિમ જીન્સમાંથી છૂટકારો મળી ગયો છે. ઓફિસ મીટીંગ હોય કે દોસ્તોની સાથે ફરવા જવાનું હોય સ્ટાઇલિશ સલવાર કમ્ફર્ટની સાથે મોડર્ન લુકની પણ ગેરેંટી આપે છે.

ટ્રેડિંગ ફ્યૂઝન

બોટમ્સ સિવાય એવા ઘણા બધા ભારતીય પોશાક છે, જે તમને મોર્ડન લુકની સાથે વેસ્ટર્ન ફિલ પણ આપશે. જેવાકે,

મિડ કફ લેન્થ ડ્રેસ – તમે જો ઇચ્છો તો આ ડ્રેસીસને વન પીસ તરીકે પણ પહેરી શકો છો. તેની લંબાઇ ઘૂંટણ કરતા થોડી લાંબી હોય છે. તેથી તેને ઓફિસમાં પણ પહેર શકાય છે. એમ્બ્રોડરી દ્વારા તેને ઇન્ડિયન ટચ પણ આપવામાં આવ્યો છે. વેસ્ટર્ન ફિલ દેવા માટે તેના ઉપર વેસ્ટકોટ પહેરી શકાય છે. જે તેના લુકને સંપૂર્ણ બનાવે છે. સિમેટ્રીકલ ટોપ પણ ઘણા ટ્રેન્ડમાં છે. જે તમારા પર વધારે સ્ટાઇલિશ લાગશે. જો તમે તેના બોટમની પસંદગી પર વધારે ધ્યાન આપશો તો તે અલગ જ લુક આપશે. આ પ્રકારના ટોપ હેરમ પેન્ટ્સ, ઘાઘરા, પ્લાઝો કે પછી ચૂડીદાર પાયજામાની સાથે જ સારો લુક આપે છે. ડેનિમ કે ટ્રાઉઝરની સાથે તેને પહેરવા નહીં.

લોંગ કુર્તા અને એન્કલ લેન્થ પેન્ટ્સ કે કેપ્રીનું કોમ્બિનેશન યુનિક લૂક આપે છે. જોકે આ પ્રકારના ટ્રેન્ડમાં કલરની પસંદગી અને પ્રિન્ટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.  હાલમાં જોમેટ્રીકલ પ્રિન્ટ અને પૌપી કલર્સ ખૂબ ડિમાન્ડમાં અને પસંદગીમાં છે.

લોંગ સ્કર્ટ

ફેશન ઇન્ડસ્ટ્રીમાં દરેક દિવસે નવી ફેશન જોવા મળે છે. જેણએ ઘાઘરા-ચોળીના સ્વરૂપને પણ બદલી નાખ્યો છે. હવે આ ડ્રેસની ગણતરી કેઝ્યુઅલ આઉટફીટમાં થવા લાગી છે. એટલું જ નહીં હવે તો મહિલાઓ ઓફિસમાં પણ ઘાઘરા સ્ટાઇલ સ્કર્ટ્સ અને શોર્ટ કુર્તી કે ટોપને પહેરે છે. તમને કેટલાક એવા આઇડિયાઝ આપીયે જે પારંપરીક વસ્ત્રોને સ્ટાઇલિશ લુકમાં ફેરવી દેશે.

તમારા પ્લેઇન લોન્ગ સ્કર્ટને શોર્ટ પ્રિન્ટેડ કુર્તાની સાથે પહેરો. એક વાતનું ધ્યાન રાખો કે સ્કર્ટનો રંગ કુર્તાના રંગની સાથે મેચ થવો જોઇએ. તેની સાથે હળવી ટ્રેન્ડી જ્વેલરી પહેરો. ડ્રેસ વધારે ગ્રેસફુલ લાગશે. જો તમારી પાસે બ્લેક કે વ્હાઇટ કલરની સ્કર્ટ હોય, તો તમે તેને સિંગલ કલરના વેસ્ટર્ન ટ્યુનિકની સાથે પહેરી શકો છો. તેની સાથે હાઇ હિલ જરૂર પહેરવા. સાથે એક ક્લચ પણ રાખવું. સારી વોલ્યૂમવાળી સ્કર્ટને લોંગ ટોપ અને સ્કાર્ફની સાથે ક્લબ કરીને પહેરો. હવે તો લગ્ન હોય કે કોઇપણ સારો પ્રસંગ હોય તેમાં લોન્ગ ડિઝાઇનર કુર્તા અને સ્કર્ટની ફેશન જોવા મળે છે. ચણીયા સ્ટાઇલના આ વિવિધ ડિઝાનર સ્કર્ટ ઇન્ડો ટ્રેડિશનલ લુક આપે છે.

કેવા બોટમને કોની સાથે પહેરશો

  • ધોતી સ્ટાઇલ પેન્ટને કેડીયા સ્ટાઇલ ટોપની સાથે પેર કરીને પહેરી શકાય છે.
  • પ્લાઝો પેન્ટને ક્રોપ ટોપ અથવા તો લોંગ કુર્તીની સાથે પહેરી શકાય છે.
  • સ્ટ્રેટ પેન્ટ સ્ટાઇલ બોટમને શોર્ટ કુર્તાની સાથે પહેરી શકાય છે. ઓફિસ માટે આ પરફેક્ટ ડ્રેસીંગ છે.
  • સલવારને લોંગ શર્ટની સાથે પહેરવો જોઇએ, જે ખૂબ જ ટ્રેન્ડી લાગે છે.
  • ફારસી પાયજામો અને શોર્ટ કળીદાર કુર્તી પણ સ્ટાઇલિશન કોમ્બિનેશન છે.
  • ક્યૂલાઇટ્સને પણ શોર્ટ નીલેન્થવાળા કુર્તા અથવા ટોપની સાથે પહેરી શકાય છે.

Loading

Spread the love

Leave a Comment