ભૌકાલના મુખ્ય અભિનેતા મોહિત રૈના એ ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન સદરબજાર, લાલકિલ્લાના અને સમગ્ર ભારતના પોલીસ અધિકારીઓને એક વર્ચ્યુઅલ પહેલ દ્વારા આપ્યું અભિવાદન અને સલામ. એમએક્સ પ્લેયરની તાજેતરમાં લૉન્ચ થયેલી શ્રેણી ભૌકાલ 2,  જે  IPS ઑફિસર નવનીત સેકેરાના જીવનથી પ્રેરિત છે,  તેણે તેના આકર્ષક વર્ણન અને શાનદાર અભિનયથી રાષ્ટ્રમાં ધૂમ મચાવી દીધી છે.  તેના સફળ ઉદઘાટનથી માત્ર પ્રેક્ષકો જ જીત્યા નથી પરંતુ એક અનોખી પહેલમાં,  MX  પ્લેયર એ ઐતિહાસિકસ સદરબજાર પોલીસસ્ટેશનથી દિલ્હી પોલીસ સાથે પણ જોડાયા, જે ભારતના સૌથી જૂના પોલીસ સ્ટેશનોમાંનું એક છે.  

દેશમાં વર્ષ 1861માં દિલ્હીમાં સ્થપાયેલ અને  2021માં દેશના શ્રેષ્ઠ પોલીસસ્ટેશન તરીકે એક ઓળખ બનાવીને સદરબજાર પોલીસસ્ટેશનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.  મુખ્ય અભિનેતા, મોહિત રૈના, જેવા વાસ્તવિક જીવનના સિંઘમ – નવનીત સેકેરાની ભૂમિકા ભજવે છે,  તેને આજે એક વર્ચુઅલ કોન્ફરન્સમાં પુરુષ અને મહિલા અધિકારીઓના અથાક પ્રયાસોને સલામ કર્યા ખાસ કરીને એવા સમયમાં જયારે આ અફસરો એ વૈશ્વિક રોગચાળા દરમિયાન નિઃસ્વાર્થપણે રાષ્ટ્રની અને સમાજની સેવા કરી હતી.

દેશસેવા માટે નિરંતર ફરજ બજાવતા અધિકારીઓને સાચી સલામ આપવા માટે અને ચેનલના એક ક્રિએટિવ પહેલ તરીકે,  એમએક્સ પ્લેયર એ મોહિત રૈના અને નવી દિલ્હીના સદરબજાર પોલીસ સ્ટેશનના રેન્કના 75  અધિકારીઓ, મીડિયાના મિત્રો અને અન્ય લોકો સાથે એક આકર્ષક અને ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ મીટ એન્ડ ગ્રીટઇવેન્ટનું આયોજન કર્યું હતું.  જેમાં ભારતના વિવિધ શહેરોમાંથી ઘણા બધા લોકો જોડાયા હતા.

IPS  બહાદુરોનું હ્રદયથી સન્માન કરતી આ ઇવેન્ટ વિશે બોલતા,  મોહિતરૈના એ કહ્યું,  “વેબ પરની શ્રેષ્ઠ અને સૌથી સફળ ક્રાઇમ સિરીઝમાંની એકનો ભાગ બનવાનો મને ગર્વ છે.  દર્શકો અમારા પર જે પ્રેમ વરસાવી રહ્યા છે તેનાથી હું ખરેખર અભિભૂત છું.  આ ભૂમિકા માટે  IPS  અધિકારી નવનીત સેકેરા સાથે નજીકથી કામ કરવાની તક મળવાથી,  મને સમજાયું કે આપણને અને આપણા દેશને સુરક્ષિત રાખવા માટે પડદા પાછળ કેટલા પ્રયત્નો કરવામાં આવે છે.  આ પ્રકારની પ્રથમ વર્ચ્યુઅલ ઈવેન્ટ દ્વારા,  અમે અમારા અધિકારીઓને તેમની નિઃસ્વાર્થ સેવાઓ માટે આભાર માનવા માગીએ છીએ અને તેઓ કેવી રીતે રાષ્ટ્ર માટે અવિરતપણે કામ કરે છે અને ફરજની લાઇનમાં તેઓ જે બલિદાન આપે છે તે સ્વીકારવા માગીએ છીએ.  તેઓ દેશના સાચા સુપરહીરો છે અને ભૌકાલનું આખી ટિમ તેમને દિલથી સલામ કરે છે,”

આ ઇવેન્ટ દરિમયાન વાત કરતા દિલ્હી પોલીસ ઉત્તરના ડીસીપી,  શ્રી સાગર સિંઘકલસીએ જણાવ્યું હતું કે, “આવો આદર અને હૂંફ મેળવીને અમે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ.  ભારતના સૌથી જૂના પોલીસ સ્ટેશન કે જેને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેવા પોલીસ સ્ટેશન સદરબજાર ખાતે લોંચનું સહ-હોસ્ટ કરવામાં અમને આનંદ થાય છે.  આ વર્ચ્યુઅલ લૉન્ચ આદર્શ રીતે અમારા માટે એક પ્લેટફોર્મ છે જેઓ અમારા જેમ જમીન પર મહેનત કરવાવાળા અધિકારીઓ માટે એક સન્માન છે. અમે આ ઈવેન્ટ માટે MX પ્લેયર સાથે જોડાયા છીએ અને અભિનેતા મોહિત રૈના સાથેની વાતચીત કરી ખુબ આનંદ અનુભવીએ છીએ. મોહિતે જે રીતે અમારા દેશ માટેના જુસ્સો અને પ્રયત્નોને એક સાચા સૈનિકની ભૂમિકામાં સ્ક્રીન ઉપર રૂપાંતરિત કર્યું છે એ પણ બહુ જ સરાહનીય છે.  ભૌકાલ જેવા શો યુવાનોને પોલીસદળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને અમારા દ્વારા અમારા ફરજ માટે કરવા આવેલી મહેનતને આ શો પ્રકાશિત કરે છે.  અમે ભારત દેશની જનતાના કલ્યાણ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ,  અમે ગર્વથી અમારી સેવાને હંમેશા અમારી જાત સમક્ષ રાખીએ છીએ.”

ભૌકાલ – ૨  એ IPS અધિકારી નવનીત સેકેરાના જીવનથી પ્રેરિત એક 10-એપિસોડિક-વેબ-સિરિઝ છે. જેમાં મોહિત રૈનાને દર્શકોવીર SSP નવીન શીખેરાની ભૂમિકામાં જોઈ શકશે.  શ્રીનવીનએ  દરેક પળે પોતાની સેવાને પોતાની સમક્ષ મુકી હતી અને એને વર્ષ ૨૦૦૩માં મુઝફ્ફરનગર, UP અને તેની અંધેરની ગાથાને જીવંત કર્યા હતા.  બાવેજા સ્ટુડિયો પ્રોડક્શન સાથે મળીને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, એમએક્સ ઓરિજિનલ સિરીઝ ભૌકાલ – 2નું દિગ્દર્શન જતીન વાગલે દ્વારા કરવામાં આવ્યું છે અને આ વેબસિરીઝમાં બિદિતા બેગ, સિદ્ધાંત કપૂર, પ્રદીપ નાગર, ગુલ્કી જોશી, અજય ચૌધરી, રશ્મિ રાજપૂત અને સ્વર્ગીય મેજર બિક્રમજીત કંવરપાલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

વાસ્તવિક જીવનની ગુનાખોરીની ઘટનાઓ અને એક પોલીસ અધિકારીના સંઘર્ષ અને બલિદાનોનું ચિત્રણ એ ભૌકાલ – ૨ને દેશમાંના ક્રાઈમ-થ્રિલર શૈલીના શ્રેષ્ઠ અને સર્વોત્તમ શો માંનો એક બનાવ્યો છે. એમએક્સ Player એ તાજેતરમાં આશ્રમ, મત્સ્યકાંડ, હાઇ, સમંતર અને કેમ્પસ ડાયરીસ જેવી શૈલીઓમાં ઘણા રેકોર્ડ-બ્રેકિંગ શો રજૂ કર્યા છે જે ભારતીય અને વૈશ્વિક  OTT પ્લેટફોર્મ પર પ્રભુત્વ ધરાવે છે અને આ શ્રેણી પહેલાથી જ પ્લેટફોર્મ પરના ટોચના ત્રણશોમાં સ્થાન મેળવી ચૂકી છે.  મનોરંજનની જરૂરિયાતોને સમજવા અને તેના દર્શકો માટે ગુણવત્તાયુક્ત સામગ્રી લાવવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનું આ એક પ્રમાણપત્ર છે.

મોહિતરૈના,  જેમની એસએસપી નવીન શીખેરા તરીકેની ભૂમિકા માટે અગાઉ પણ ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેણે શ્રેણીમાં તેના પાત્ર વિશે વાત કરી કારણકે તેણે 2003  માં મુઝફ્ફરનગરમાં અંધેર નિયંત્રણ માટે પોલીસના પ્રયાસોને અમલમાં મૂક્યા.  મોહિતે અમને અને દેશને સુરક્ષિત રાખવા માટે અધિકારીઓ જે બલિદાન અને પ્રયત્નો કરે છે તે વિચારો સામે મુક્યા અને બધ્ધાને ભાવવિભોર કર્યા.

આ કાર્યક્રમમાં દિલ્હી પોલીસના આદરણીય ઓફિસરો અને સભ્યો જેમકે દિલ્હી પોલીસ કમિશનર – શ્રી રાકેશ અસ્થાના, પોલીસ કાયદો અને વ્યવસ્થાના વિશેષક મિશનર (ઝોન 1) –  શ્રી દીપેન્દ્ર પાઠક, અધિક પોલીસ કમિશનર (સેન્ટ્રલરેન્જ) મેડમ સુમન ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.  ડેપ્યુટી પોલીસ કમિશનર – ઉત્તર – શ્રી સાગર સિંહકલસી,  ડીસીપી ઉત્તર – શ્રીમતી અનીતારોય, ડીસીપી દક્ષિણપશ્ચિમ – શ્રી અમિત ગોયલ, ડીસીપી (2) ઉત્તર – શ્રી ચંદ્રકુમાર, એસીપી સદરબજાર – શ્રીમતી પ્રજ્ઞાઆનંદ અને દિલ્હી પોલીસના અસંખ્ય બહાદુર અને રેન્ક ધરાવતા ઓફિસર્સ હાજર હતા.

Loading

Spread the love

Leave a Comment