અંડરવર્લ્ડના ગેંગવોર, સિક્રેટ, ઘટનાઓ અને સમાચારો- રિપોર્ટિંગ પર આધારિત પ્રથમવાર પોડકાસ્ટ સિરિઝ લોન્ચ થઇ છે. સાંભળતી વખતે શ્રોતાઓની નજર સામે વાસ્તવિક પરિસ્થિતિ જીવંત થાય તે માટે અમે તમામ કલાકારોએ રેકોર્ડિંગ રૂમમાં જઇને સ્ટેજ પર્ફોર્મની જેમ રેકોર્ડિંગ કર્યુ.

મુંબઇના અંડરવર્લ્ડ પર અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો અને સિરિયલો બની ચૂકી છે પણ પહેલીવાર સંભવતઃ કોઇ પત્રકાર દ્વારા અંડરવર્લ્ડની ઘટનાઓ અને સમાચારો- રિપોર્ટિંગ પર આધારિત પ્રથમવાર પોડકાસ્ટ સિરિઝ આવી છે. મુંબઇ અંડરવર્લ્ડના ગેંગ કલ્ચર અને ગેંગવોર તેમજ 1960 પછીની કુખ્યાત ક્રાઇમ સિન્ડિકેટથી પ્રેરિત સ્પોટીફાયની નવી ઓરિજનલ પોડકાસ્ટ ‘ગેંગિસ્તાન’ રિલિઝ થઇ છે. આ પોડકાસ્ટમાં સ્કેમ-1992થી લોકપ્રિય થયેલા પ્રતિક ગાંધી, સૈયામી ખેરા અને દયાશંકર પાંડે જેવા દમદાર કલાકરો છે. આ હિન્દી પોડકાસ્ટમાં પ્રખ્યાત ગુજરાતી ક્રાઇમ રિપોર્ટર આશુ પટેલના વાસ્તવિક સમાચારો-અહેવાલો આધારિત કહાણી રજૂ કરાઇ છે, તેને વધારે રસપ્રદ બનાવવા માટે કાલ્પનિક બાબતો પણ ઉમેરવામાં આવી છે. આ હિન્દી થ્રિલર પોડકાસ્ટ શો 15 નવેમ્બરે સ્પોટીફાય પર લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.  

આ પોડકાસ્ટમાં ક્રાઇમ રિપોર્ટર આશુ પટેલની ભૂમિકા પ્રતિક ગાંધીએ ભજવી છે. આ પોડકાસ્ટ વિશે જણાવતા અભિનેતા પ્રતિક ગાંધી અત્યંત ઉત્સાહ સાથે જણાવે છે કે, આ પોડકાસ્ટ એ ઓડિયો સીરિઝ છે. જેમાં શ્રોતાઓ અવાજથી બધુ સમજી અને અનુભવી શકે છે. સાંભળતી વખતે શ્રોતાઓની નજર સામે વાસ્તવિક પરિસ્થિતિ જીવંત થાય તે માટે અમે તમામ કલાકારોએ રેકોર્ડિંગ રૂમમાં જઇને સ્ટેજ પર્ફોર્મની જેમ રેકોર્ડિંગ કર્યુ છે. આ ઓડિયો સીરિઝમાં 48 એપિસોડ છે અને પ્રત્યેક એપિસોડ 15થી 20 મિનિટનો છે. પ્રત્યેક એપિસોડમાં શ્રોતાઓને નવો રોમાંચ અને થ્રિલનો અનુભવ થશે.

પોડકાસ્ટના પ્રોડક્શન વિશે જણાવતા તેમણે કહ્યુ કે, પોડકાસ્ટમાં આજના સમયમાં વાર્તા કહેવાની અદભૂત ક્ષમતા છે અને તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે. મને વિશ્વાસ છે કે હું તેને પુરતો ન્યાય આપી શક્યો છું. પોડકાસ્ટમાં કલાકારોના અવાજની સાથે મ્યુઝિક પણ એક અભિન્ન અંગ છે જેનાથી શ્રોતા કોઇ પરિસ્થિતિને અનુભવી શકે છે. અવાજ કે સંગીત સાંભળીને દરેક ઘટના-સ્થિતિને શ્રોતાઓ સરળતાથી સમજી જાય છે. આ પોડકાસ્ટનું રિકોર્ડિંગ કરતી વખતે નાટક અને વાચીકમનો અનુભવ બહુ કામ આવ્યો છે, અવાજ મારફતે શ્રોતાની નજર સામે જે-તે  પરિસ્થિતિને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે.

48 એપિસોડમાં અંડરવર્લ્ડના સિક્રેટ અને ઇતિહાસના કોમ્બિનેશનથી બનેલી થ્રિલર ક્રાઇમ પોડકાસ્ટ તેના ત્રણ મુખ્ય પાત્રોના ત્રણ અલગ-અલગ પરિપેક્ષ્યો દ્વારા મુંબઇના અંડરવર્લ્ડની કહાણી રજૂ કરે છે. ત્રણ મુખ્ય પાત્રોમાં સ્કેમ 1992 ફેમ પ્રતિક ગાંઘી ક્રાઇમ રિપોર્ટર આશુ પટેલની ભૂમિકા છે, તો સૈયામી ખેર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર શિવાની વિદ્યા અબ્બાસ સાવંતના પાત્રમં જ્યારે જાણીતા સીરિયલ અને ફિલ્મ આર્ટીસ્ટ દયાશંકર પાંડે એ ગેંગસ્ટર પપ્પુ ટકલાનું પાત્ર ભજવ્યુ છે.

આ પોડકાસ્ટના મુખ્ય પાત્ર અને જાણીતા ક્રાઇમ રિર્પોર્ટર આશુ પટેલ ઉત્સાહ સાથે સ્પોટીફાઇ ઓરિજનલ ‘ગેંગિસ્તાન’ વિશે જણાવતા કહે છે કે, ઓડિયો / અવાજમાં પણ કલમની તાકાત જેવી જ અપીલ હોય છે, એ અર્થમાં કે શબ્દોને વિઝ્યુઅલાઇઝ કરવાનું કામ શ્રોતાઓનું કલ્પના પર છોડી દેવામાં આવે છે. ગેંગિસ્તાનની સ્ક્રિપ્ટ લખતી વખતે મારા પત્રકારત્વના દિવસોની ઘણી બધી ઘટનાઓની યાદો તાજી થઇ ગઇ. આ એક ખરેખર રોમાંચક અને થ્રિલર સ્ટોરી છે, જે ઘણા અંડરવર્લ્ડના લાંબા સમયની ટાઇમલાઇન પર આધારિત છે તેમજ વાસ્તવિક અને કાલ્પનિક બંને બાબતોને આવરી લે છે. ઓડિયો સ્પેસમાં આવુ અગાઉ ક્યારેય કરવામાં આવ્યુ નથી.

ગેંગિસ્તાનનું લોંચ સ્પોટીફાઇના તાજેતરના અભિનેતા-આધારિત પોડકાસ્ટમાં વધુ એક ઉમેરો છે, જેમાં વાઇરસ 2062 અને એસીપી ગૌતમ સામેલ છે. તમે વિનામૂલ્યે સ્પોટીફાઇ ઉપર ગેંગિસ્તાન સ્ટ્રીમ અને ડાઉનલોડ કરી શકો છો.

Loading

Spread the love

Leave a Comment