રામાયણ, પવિત્ર ગ્રંથ, હિંદુ પૌરાણિક કથાનો મુખ્ય ભાગ છે અને એની શિખામણો આપના સાંસ્કૃતિક  ઈતિહાસમાં દ્રઢ પણે કંડારાઈ છે. ભગવાન રામ અને એમની પ્રિય પત્ની દેવીમા સીતાની વાન અનંત છે અને એ સાચા માર્ગ પર ચાલવા સૌને પ્રોત્સાહન આપે છે. કલર્સના મહા મેગ્નસ ઓપમ રામ સિયા કે લવ કુશ રામ અને સીતાની વાત અને તમામ ગુણો લવ અને  કુશની દ્રષ્ટિએ ખૂબ કલાત્મક રીતે રજુ કરે છે. આ શો લવ અને કુશ પોતાના પિતાની ઓળખ મેળવવાની ઝંખના છતી કરે છે જે તેઓને તેમના શક્તિશાળી નામની જાણ કરે છે અને સારા ભવિષ્ય માટે પોતાના માતા-પિતાને તેઓ ભેગાં કરે છે.

 

જ્યારે 14 વર્ષના વનવાસ પછી રામ અને સીતા અયોધ્યા પાછા ફરે છે, જે સમયે સીતા ગર્ભવતી છે. ખૂબ ઊજવણી થાય છે તેમનું શાહી સન્માન થાય છે પણ આ સુખ નજીવું નીવડે છે. રામ એક વિચિત્ર સંજોગનો શિકાર બને છે, જ્યારે અયોધ્યાવાસીઓ રાવણ પાસેથી પાછા આવ્યા બાદ સીતાના ચરિત્ર અને શુદ્ધતા અંગે સવાલો ઊઠાવે છે. રામ આનાથી ડઘાઈ જાય છે, ત્યારે સીતા આ દ્વંદ્વ સમજી જાય છે. સીતા પોતાની અને પ્રત્યેક સ્ત્રીના સન્માન કાયમ રાખવા માટે અયોધ્યા છોડવાનો નિર્ણય લે છે અને રામ આ નિર્ણયને મન્જુરી આપે છે. સીતાના પ્રશાંત અને સમર્પણની ભાવના વાળા અસ્તિત્વની નીચે અમાપ શક્તિ પડેલી છે. તે પોતે એકલી જીવવાની અને બાળકોને જન્મ આપે છે. તેઓ આજ ભવ્ય પેઢીના વારસો છે, તેઓ તેમના પિતા રામ જેવી જ ડહાપણ અને કરુણાની લાગણી ધરાવે છે. તેઓ યોદ્ધાની જેમ ઘણી અડચણોનો સામનો કરે છે અને રામ-સીતાને ફરીથી ભેગાં કરે છે, આમ રામાયણની કથાનો અંત આવે છે.

ભગવાન રામનું ચરિત્ર નિભાવતા હિમાંશુ સોની કહે છે, “હું પૌરાણિક કથાઓ સાંભળીને મોટો થયો છું. એની મહાનતા મને હમેશાં આંજી ગઈ છે. ભગવાનનું ચરિત્ર અદા કરવાનો આ મારા માટે બીજો મોકો છે, આ જાદુ ઉભો કરવાની તક મળતા હું મને ભાગ્યશાળી સમજુ છું. ભગવાન રામનું ચરિત્ર કરવું એ જીવનને નવો વળાંક આપવા જેવું છે અને એમના શકિતશાળી પ્રભાવ અને વ્યવહાર પ્રસ્તુત કરવા એ ખરેખર અઘરું છે. એક કલાકાર તરીકે એ પાત્રને ન્યાય આપવો એ મારે માટે ખૂબ મુશ્કેલ હતું. કલર્સ સાથે જોડાવા હું આતુર છું અને આશા રાખું છું કે દર્શકો મારી પ્રશંસા કરશે.”

સીતાનું પાત્ર  ભજવતી શિવ્યા પઠાણિયા કહે છે, “મારું સમગ્ર કુટુંબ ભગવાન રામ અને સીતાની પૂજા કરે છે અને મેં જ્યારે આ શોમાં સીતાની ભૂમિકા કરવાની જાહેરાત કરી ત્યારે સૌ અત્યંત ખુશ થઇ ગયાં હતાં. તેઓ માને છે કે મારા થાકી તેઓનું સ્વપ્નું સાકાર થાય છે. મેં ભૂતકાળમાં જુદા જુદા પૌરાણિક પત્રો ભજવ્યાં છે પરંતુ સીતામાતાનું ચરિત્ર નિભાવવું એ તદ્દન જ જુદો અનુભવ છે. તમે જ્યારે કોઈ દૈવી પાત્ર ભજવો ત્યારે તમારા પર એક જૂદી જ જવાબદારી આવી પડે છે અને મને આશા છે કે લોકોની અપેક્ષાઓ પર હું ખરી ઉતરીશ.”

રામ સિયા કે લવ કુશને ઊંચા પ્રોડક્શન મૂલ્ય, દમદાર વેશ પરિધાન, જર-ઝવેરાત અને સેટ્સનું એવું  પીઠબળ છે જે એ યુગની ભવ્યતાને અનુરૂપ છે. કોલકાતાની શિબા પ્રિય સેન રામ માટે કુમારતુલીના કેટલાક તત્ત્વો ઉમેર્યા છે અને સીતા માટે વસ્ત્રો અને આભૂષણો લીધાં છે. બનારસી સાડીઓના સ્પેશિયલ કટ્સ, જ્યોર્જેટસ અને સિલ્ક લીધાં છે, તો શાંતિનિકેતનના સૂકા પુષ્પો અને બીજ લીધાં છે, જે સમૃદ્ધ દેખાવમાં વધારો કરે છે. ઉદિત નારાયણે ટાઇટલ ટ્રેક ગાયો છે અને હલ્દીપુર બ્રધર્સ સંગીત અને સિદ્ધાર્થે એને લયબદ્ધ કર્યું છે. પ્રસિદ્ધ કોરિયોગ્રાફર રેખા ચિન્ની પ્રકાશે શો માટે ઓપનિંગ સીનનો ડેન્સ અત્યંત સૌદર્ય પરાક રૂપે  કોરિયોગ્રાફ કર્યો છે.

કલર્સની મુખ્ય વાત ‘ભારત કિ યાત્રા’ રહી છે, જેનો અભિગમ અનોખો છે, એક પવિત્ર માળખામાં એ દર્શાવાયું છે અને રામાયણના ચરિત્રો હોલોગ્રામ ટેકનોલોજીના વ્હીલ્સ પર રજુ કરાયાં છે જે ભાવિકોને રામ, સીતા, લવ અને કુષના સાક્ષાત દર્શન કરાવે છે. આ યાત્રાના અન્ય બળો છે મોટી સંખ્યામાં નર્તકો દ્વારા ભવ્ય નૃત્ય અને અશ્વમેઘ માળખાનું ભવ્ય ચરિત્રણ. દર્શકોને આ નવી મહત્ત્વપૂર્ણ શોધ ઉત્તર પ્રદેશમાં  મુખ્ય માર્કેટ વિસ્તારો, કોલેજો, નાનાં શહેરો વગેરે સાથે જોડાવા તક આપશે. આ પહેલ એના કન્ટેન્ટ સાથે સ્થાનિક રેડિયો સ્તેસ્હંસ, કેબલ, ડિજિટલ સાથે જોડાઈ માળો અને ઉત્સાહ વધારો જેવું કામ કરશે. આ પ્રકારની આ પહેલી ભાગીદારીમાં ચેનલ લોકોને ડિજિટલ ફોર્મ સાથે જોડવા ગૂગલ સાથે જોડાવા કામ કરી રહી છે. તેઓ ગૂગલ આસીસ્ટંટ દ્વારા કલાકારો સાથે જોડાશે અને શો જોઈ શકશે. વધુમાં, સોશિયલ મેડિયા પર સિંગલ ત્વિત દ્વારા પ્રાભાવ્શાળી લોકો સાથે એક કલ્પનાતીત બ્રીજ ઊભો કરશે.

શોમાં ખૂબસૂરત સિતારા જેવાં કે લવના પાત્રમાં હર્ષિત કાબરા, કુશ તરીકે કૃશ ચૌહાણ, હનુમાન તરીકે ઝુબેર અલી અને લક્ષમણ તરીકે નાવી ભંગુ સહિત અનેક કલાકારો ભાગ લઇ રહ્યા છે.

 

Loading

Spread the love

Leave a Comment