ઘરની સજાવટમાં જુદા-જુદા ફૅબ્રિક અને મટીરિયલનો જો યોગ્ય બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘરના લુકમાં ચેન્જ લાવી શકાય છે. અત્યારે એવું જ એક નવું, હેવી અને હાઇ એન્ડ મટિરિયલ બની રહ્યું છે બ્રોકેડ. સામાન્ય રીતે બ્રોકેડ તો ફેશન સ્ટેટસમેન્ટ માટે વપરાય છે, પરંતુ હવે ઓલ ઓવર બ્રોકેડના પડદા તથા બ્રોકેડ બોર્ડરના કુશન અને પડદાનો હાઇ એન્ડ ડેકોરેશન માટે ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત સિલ્ક અને કોટન સિલ્ક ફેબ્રિક પણ  અનિવાર્ય ફેબ્રિક બની રહ્યા છે.

સોફાનાં કવર હોય કે પછી ચાદર, કુશન કે પડદા ઘરની સજાવટમાં મોંઘામૂલા ફૅબ્રિકનો વપરાશ ખૂબ મહત્વનો છે. તેમાંય જો ઘરમા લગ્નની સજાવટ કરવાની  હોય તો નેટ અને બ્રોકેડ  તથા સિલ્ક જેવા ફેબ્રિકની હાજરી અનિવાર્ય છે. કારણ કે બધા ફૅબ્રિકનો વપરાશ હોમ ડેકોરમાં કરી શકાતો નથી અને ફૅબ્રિકના જેટલા પર્યાયો છે એટલાને જો ચોકસાઈપૂર્વક વાપરવામાં ન આવે તો ઘરનો લુક બગડી શકે છે. ક્યારેક થોડી ચમક-દમક એકાદ સામાન્ય ફર્નિચરના પીસને પણ યુનિક લુક આપી શકે છે. માટે જોઈએ કઈ રીતે આ ફૅબ્રિકને હોમ ડેકોરમાં ન્યાય આપી શકાય.

નાજુક એલિમેન્ટ્સ થોડા સિક્વન્સ કે ઍમ્બલિશમેન્ટનો ઉપયોગ ફક્ત કુશન કે ડ્રૅપ્સમાં જ થવો જોઈએ એવું જરૂરી નથી. આવા ઍમ્બલિશમેન્ટનો ઉપયોગ કરી ટેબલ મૅટ, ટી કૉસ્ટર કે ઈવન ફોટો ફ્રેમ પણ બનાવી શકાય, જેમાં સિલ્ક કે ઝરીની બૉર્ડરનો ઉપયોગ કરી શકાય છે. આ જ રીતે બ્રોકેડમાંથી બનાવેલા પેનહોલ્ડર કે નૅપ્કિનહોલ્ડર પણ સારાં લાગશે. ફૅમિલી પોટ્રેઇટ બનાવતી વખતે એની પેનલિંગ સિલ્ક અથવા ગોલ્ડ કે સિલ્વર એમ્બ્રોઇડરી કરેલું ફૅબ્રિક પણ વાપરી શકાય. ક્રિસ્ટલ, બીડ્સ કે મોટા આભલાથી કરેલું ઍમ્બલિશમેન્ટ પણ કોઈ સિમ્પલ ડેકોરેટિવ પીસનો લુક બદલી નાખશે. ફર્નિશિંગમાં પણ બ્રોક્રેડ કે સિલ્કનો ઉપયોગ કરી શકાય.

ઍમ્બલિશમેન્ટ અને ફૅબ્રિકનો વપરાશ કરવાનો સ્કોપ ડાઇનિંગ એરિયામાં પણ ખૂબ મોટો છે. અહીં એમ્બ્રોઇડરી અને નેટનો ઉપયોગ કરીને ડાઇનિંગ ટેબલ ઉપર ઝૂલ સાથે મોટું ટેબલ ક્લોથ પાથરી શકાય છે.  ઉપરાંત ટેબલ રનર કે મૅટ પર મિરર કે સિક્વન્સ વર્ક બેસ્ટ લાગશે. ડાઇનિંગ ચૅરમાં જે પણ ફૅબ્રિકનો ઉપયોગ કર્યો હોય, એની પેર્ટનને નવી રીતે રજૂ  કરીને ખુરશીને યુનિક લુક આપી શકાય છે. ડાઇનિંગના ગ્લાસની અંદર માર્બલના સ્ટોનનો ઉપયોગ સામાન્ય બન્યો છે. અહીં મોતી કે રિચ પર્લનો ઉપયોગ કરી થોડો રૉયલ ટચ આપી શકાય. મોતી અને મધર ઑફ પર્લ રૉયલ લુકની સાથે કન્ટેમ્પરરી ટચ પણ આપશે. આ જ રીતની પૅનલિંગ ઘરના કૉર્નરમાં પણ કરી શકાય.

પહેલાં બ્રોકેટનો ઉપયોગ પિલો- કવરની બૉર્ડર સુધી જ સીમિત હતો, પણ હવે પડદા, પડદાની બૉર્ડર, બેડ સ્પ્રેડ વગેરેમાં પણ બ્રોકેડ અને બનારસી ફૅબ્રિકનો ઉપયોગ હવે બહોળો બન્યો છે. એક આખી વોલને રિચ લુક આપવા ડાર્ક કલરના બ્રોકેડથી પાર્ટિશન કરી શકાય. ઓલઓવર પડદા બ્રોકેડના ન ગમતા હોય તો  તેની બોર્ડર બનાવી શકાય. પડદાની ઉપરની ચાર પાંચ ફ્રીલમાં સિલ્ક  ફેબ્રિકનો ઉપયોગ પણ કરી શકાય. તો હવે તમે પણ રીચ લુક મેળવવા માટે બ્રોકેડ પર પસંદગી ઊતારી લો અને સૌથી અલગ હોમડેકોરની તૈયારી કરી લો.

  મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment