બાલિકા વધૂ સિરિયલના લોકપ્રિય થયેલા આનંદીના પાત્રએ અવિકાને ખૂબ જ સફળ બાળ કલાકાર તરીકે નામના અપાવી છે. એક બાળ કલાકાર તરીકે પોતાની પહેલી જ સિરિયલમાં સફળતા મેળવનાર અવિકાનું મૂળ વતન ગુજરાતમાં આવેલું કચ્છ શહેર છે. બાલિકા વધૂ પછી તે કલર્સ પર આવતી સિરિયલ સસુરાલ સિમર કામાં રોલીના પાત્રમાં એક પત્ની, વહુ, નાની બહેન અને દેરાણી ના પડકારરૂપ પાત્રમાં જોવા મળી હતી. હાલમાં કલર્સની લોકપ્રિય રહેલી સિરિયલ લાડો 2માં અનુષ્કાના પાત્રમાં ફરીથી જોવા મળી રહી છે. અવિકાને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે ફરવાનો શોખ પૂરો કરી લે છે.

મૂળ વતન કચ્છમાં કેટલું ફર્યા છો.

હું કચ્છમાં ફક્ત કોઠારા ગઇ છું. નાની હતી ત્યારે બે-ત્રણ વખત જવાનું થયું હતું પણ ત્યાંના સ્થળના નામ યાદ નથી. કચ્છ મને ખૂબ જ પસંદ છે. હજી ત્યા જવાની ઇચ્છા છે.

તમે ગુજરાતમાં ક્યાં શહેરોમાં ફર્યા છો.

હું ગુજરાતમાં સુરત, અમદાવાદ, બરોડા, ભૂજમા ગઇ છું.

તમને આ શહેરોની કઇ વસ્તુ ગમે છે.

હું જ્યારે પણ કોઇ સ્થળે જાઉં તો ત્યાંની ફેમસ વાનગીઓ ખાસ ખાવાનું પસંદ કરું છું.

કઇ વાનગીઓ વધારે પસંદ છે.

જલેબી, ફાફડા, ઢોકળા, થેપલા મને બધુ જ ભાવે છે પણ થેપલા મને વધારે પ્રિય છે. તે સિવાય દાબેલી અને ડબલરોટી મને વધારે લલચાવે છે. બોમ્બેમાં પણ તે મળે છે પણ ગુજરાતની વાનગીઓની વાત જ કંઇ અલગ છે. ગુજરાતતો આમ પણ વાનગીઓથી વખણાય છે.

ગુજરાતનું ક્યું શહેર વધારે ગમે છે.

અમદાવાદ ખૂબ ગમે છે અને ત્યાં આવેલું અક્ષરધામનું મંદિર મને વધારે પસંદ છે. તે ખૂબ જ સ્પેશિયલ અને અટ્રેક્ટિવ છે.

વિદેશમાં ક્યા ક્યા સ્થળોએ ફર્યા છો. ત્યાંની ખાસિયત જણાવશો.

હું ટોકિયો, લંડન અને ન્યુયોર્ક, વ્યાતનામ, કેનેડા ગઇ છું. દરેક સ્થળ એકબીજાથી ખૂબ જ અલગ છે. ટોકિયોના લોકો ખૂબ જ ડિફરન્ટ અને ઇન્ટેલિજન્ટ શહેર લાગે છે. ત્યાના બ્રિજ, હાઇવે અને રોડ પણ ખૂબ જ અલગ છે. બેંગકોકમાં શોપિંગ માટેની ઘણી જ વેરાયટીઝ મળી રહે છે. લંડન પણ ખૂબ સુંદર છે. ન્યૂયોર્ક સીટી, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી વારંવાર જોવા ગમે એવા સ્થળો છે.

કોઇ યાદગાર સ્થળ કે જ્યાં ફરવા ગયા હો અને ક્યારેય ન ભૂલી શકાય.

ન્યૂયોર્ક સીટીના ટાઇમ્સ સ્કેવર બ્રોડવેમાં હું એક ખાસ એરિયામાં રહી હતી. ત્યાં ખૂબ જ થિયેટર્સ હતા. હું ખૂબ લકી છું કે ત્યાં રહી કારણકે તે સ્થળ ધ ક્રોસ રોડ્સ ઓફ ધ વર્લ્ડ દુનિયાનું ખૂબ જ મહત્વનું સ્થળ ગણાય છે. આ રીતે દરેક  સ્થળ પોતાનામાં ખૂબ જ સુંદર અને એકબીજાથી ખૂબ જ અલગ છે.

શોપિંગ માટે તમે ક્યા સ્થળે ફરવાનું પસંદ કરશો.

હું બેંગકોક ને વધારે પસંદ કરું છું કારણકે મને ત્યાં મારી પસંદના અને નવી ફેશનના કપડાં મળી જાય છે. તે સિવાય મેં જે પાત્ર ભજવ્યા છે, તેમાં હું તમને સાડીમાં વધારે દેખાઇ છું, જો કે હજી તો હું 20 વર્ષની જ છું પરંતું મારે મારી સિરિયલમાં સાડી પહેરવાની હોય છે એટલે જો મારે સાડીની શોપિંગ કરવી હોય તો હું આપણા ગુજરાતના ફેમસ શહેર સુરતને પસંદ કરીશ. સુરતની સાડીઓ વર્લ્ડ ફેમસ છે. જોકે હાલમાં હું ટ્રેન્ડ પ્રમાણએની ફેશનને ફોલો કરીને મુંબઇમાંથી જ શોપિંગ કરી રહી છું.

આપણા દેશના ક્યા શહેરોમાં અને ત્યાંના ક્યા સ્થળોએ ફર્યા છો.

હું મુંબઇમાં રહું છું એટલે અહીંના ઘણા સ્થળો જોયા છે, તે ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, દિલ્લી, કોલકાત્તા, આસામ, હૈદરાબાદ, કશ્મીર બધે જ ફરી છું. દરેક રાજ્યની અને શહેરની દરેક વસ્તુઓ ડીફરન્ટ હોય છે. દરેક સ્થળે તમને નવી નવી વેરાયટીઝ જોવા મળશે. તમે કોઇપણ વસ્તુને કોઇની સાથે કમ્પેર કરી શકો નહીં. દરેક વસ્તુ તેના સ્થળ અને ચાહકોના કારણે વખણાય છે અને તે લાજવાબ હોય છે.

ફ્રી સમયમાં વારંવાર ક્યાં જવાનું પસંદ કરશો.

ચોક્કસ જણાવીશ અને મારા મનની વાત કહીશ કે હું હંમેશા ગુજરાતના કચ્છના રણમાં ફરવાનું પસંદ કરીશ. સફેદ રણ મને ખૂબ જ આકર્ષે છે. મને ત્યાના રણોત્સવમાં જવાની ખૂબ ઇચ્છા છે, જે બધા માટે આકર્ષણનું કેન્દ્ર છે અને તે મને પણ ખૂબ ગમે છે.

તમે જ્યાં પણ ફર્યા છો તે તમામ સ્થળોમા કોઇ યાદગાર અનુભવ થયો હોય કે કોઇ ઘટના બની હોય તો જણાવશો.

બાલિકા વધૂ સિરિયલમાં હું આનંદીના પાત્રમાં કેટલી લોકિપ્રય હતી તે મને દેશ-વિદેશના પ્રવાસ દરમિયાન જ ખબર પડી. હું જ્યા પણ જતી તો લોકો મને અવિકા નહીં પણ આનંદી ના નામથી જ ઓળખતા. એકવાર તો હું કન્ફ્યુઝ થઇ ગઇ હતી. લોકો મને જોઇને આનંદી ની બૂમો પાડે ત્યારે ખૂબ ગમતું. પણ જોકે હવે મને લોકો રોલીના પાત્રથી પણ ઓળખવા લાગ્યા છે.

ફરવા માટે કેવી રીતે સમય કાઢી લો છો.

અમારા સિરિયલના શૂટિંગમાં ક્યારેક આઉટડોર શૂટિંગ હોય છે, તે સિવાય વધારે ફરવાનું હોતું નથી પણ તેમ છતાંય હું ક્યારેક ક્યારેક ફરવા માટે સમય કાઢી જ લઉં છું. મેં જે ફિલ્મો કરી, મોર્નિંગ વોક, પાઠશાલા અને તેજ, તેમાં જે-તે સમયે શૂટિંગ પતાવીને હું જે-તે શહેરમાં ફરવા અને શોપિંગ માટે જતી રહેતી.

Loading

Spread the love

Leave a Comment