ક્યાં હોતા હૈ જબ એક આશિક… આશિકી કી હદ પાર કર જાતા હૈ. કલાકારોમાં ઝાઈન ઈમામ, રીમ સમીર શેખ અને અક્ષિત સુખીજા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘ફના- ઈશ્ક મેં મરજાવાં’ નું પ્રસારણ 31મી જાન્યુઆરી, 2022થી થઇ ચૂક્યુ છે અને ત્યાર પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પર’ જોવા મળશે.

તેને તેણીની કાળજી કરી, જેથી તેણે તેણીની આસપાસ સુંદર કાલ્પનિક દુનિયા ઊભી કરી દીધી. તે તેણીનું રક્ષણ કરવા માગતો હતો, જેથી તે તેણી પર નજીકથી નજર રાખતો હતો. તે આ કૃત્યને પ્રેમ ગણાવે છે, પરંતુ શું આ અસલ પ્રેમ છે કે પછી તે ફક્ત લગાવ છે? સર્વ ઉપભોગી પ્રેમની ભાવનાઓને આલેખિત કરતાં કલર્સ વર્ષની તેની સૌપ્રથમ ફિકશન ઓફર ફના- ઈશ્ક મેં મરજાવાં લાવવા માટે સુસજ્જ છે. રોચક નવી વાર્તારેખા સાથે શો મંત્રમુગ્ધ કરનારી પ્રેમકથા થકી પ્રેમ અને મૈત્રીની ધારણાનો નવો દાખલો બેસાડવાનું વચન આપે છે. વાર્તા પાખી (રીમ સમીર શેખ), અગસ્ત્ય (ઝાઈન ઈમામ) અને ઈશાન (અક્ષિત સુખીજા)ના જીવન ફરતે વીંટળાયેલી છે, જેઓ પોતાને અસાધારણ સ્થિતિમાં પામે છે, જે તેમના જીવનમાં ઊથલપાથલ મચાવી દે છે. દીપ્તિ કાલવાની અને કરિશ્મા જૈન દ્વારા નિર્મિત આ શોનું પ્રસારણ 31મી જાન્યુઆરી, 2022થી રાત્રે 10.30 વાગ્યાથી ફક્ત કલર્સ પરથી થઇ રહ્યું છે.

આ શો વિશે વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે પ્રેમકથાઓ રોમાંચ સાથે શો માટે પરફેક્ટ રેસિપી બને છે. અમારા દર્શકોએ ઈશ્ક મેં મરજાવાં ફ્રેન્ચાઈઝીમાં અમુક અસાધારણ વાર્તાઓ જોઈ છે અને હવે અમને નવો નક્કોર અધ્યાય ફના ઈશ્ક મેં મરજાવાં રજૂ કરવામાં બેહદ ખુશી થઈ રહી છે. આ જકડી રાખનારા ડ્રામામાં ઘેલાપણામાં પ્રેમની ભાવનાઓ અગત્સ્ય અને પાખીના જીવનમાં કેવું ખતરનાક પાસું લાવે છે તે બતાવવામાં આવ્યું છે. આવાં સુંદર છતાં કોમ્પ્લેક્સ પાત્રો અને રોચક વાર્તા સાથે શો દર્શકોને રોમાંચક સવારી પર લઈ જવા માટે સુસજ્જ છે.

અગત્સ્ય ચાલાક બિઝનેસમેન અને ટેક– જીનિયસ છે, જે પાખીને બિનશરતી પ્રેમ કરે છે, તે એટલો પ્રેમ કરે છે કે ધીમે ધીમે તેની આ લાગણીઓ ઘેલછામાં ફેરવાય છે. બીજી બાજુ પાખી બહુ જ આશાવાદી અને મુક્ત જોશીલી છોકરી છે, જે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ છે અને તેમના જીવનની દરેક નાની નાની વાતો એકબીજાને કહે છે. પાખીને પરીકથાની દુનિયામાં જીવવાનું ગમે છે અને માને છે કે તે બ્રહ્માંડની મનગમતી છોકરી છે. જોકે તે એ વાતથી વાકેફ નથી કે અગત્સ્ય તેને બહુ પ્રેમ કરે છે અને અંધવિશ્વાસ રાખે છે. તે તેણીના જીવન ફરતે એવી દોર ખેંચે છે કે તેણી માટે ઉત્તમ જીવનસાથીની મોહિની નિર્માણ કરે છે. વાર્તા આગળ વધે તેમ પાખી યુવા, ઓન્કોલોજિસ્ટ ઈશાનના પ્રેમમાં પડે છે અને તેનું જીવન રસપ્રદ વળાંક લે છે. આ જાણ થતાં અગત્સ્ય તેણીના અસ્તિત્વના દરેક પાયાને હચમચાવી નાખવાની યોજના બનાવે છે. અગત્સ્યનો પાખી માટે પ્રેમ સર્વ સીમાઓ પાર કરે તેમ તેમાંથી ગૂંચ અને ભાવનાઓનું મોજું ઊભું થાય છે. આ વાવાઝોડું ત્રણેયના જીવનને કઈ રીતે અસર કરશે? આ પ્રેમના જંગમાં… આખરે ફના કોણ થશે?

શો વિશેના પોતાના વિચારો જણાવતાં નિર્માત્રી દીપ્તિ કાલવાની કહે છે, ફના- ઈશ્ક મેં મરજાવાં કલર્સ સાથે અમારું બહુપ્રતિક્ષિત સાહસ છે, જે પ્રેમની એવી અજોડ વાર્તા લાવી રહી છે, જે દરેકને ચકિત કરી દેશે. ઘણી બધી ભાવનાઓથી ભરચક, અગત્સ્યનું ઘેલું હોય, પાખીની નિર્દોષતા હોય કે ઈશાનની સાદગી હોય, શો દર્શકોને પ્રેમની બહુ ઓછી ખોજ કરેલી બાજુ બતાવવા માટે વચનબદ્ધ છે.

આ વિશે કરિશ્મા જૈન કહે છે, અમારી પાસે મુખ્ય પાત્રોમાં ઝાઈન, રીમ અને અક્ષિત જેવાં અદભુત કલાકારો છે અને આવા પ્રતિભાશાળીઓ સાથે કામ કરવાનો અનુભવ સુંદર રહ્યો છે. અમને આશા છે કે દર્શકો અમારા આ નવા સાહસમાં જોડાશે અને અમને પ્રેમ અને ટેકો આપશે.

અગત્સ્યના પાત્ર વિશે બોલતાં ઝાઈન ઈમામ કહે છે, અગત્સ્યના શક્તિશાળી પાત્ર સાથે ટેલિવિઝન પર કમબેક કરવાની મને બેહદ ખુશી છે અને હું ભારે રોમાંચિત છું. મારા ચાહકોને મને સંપૂર્ણ નવા અવતારમાં જોશે, કારણ કે અગત્સ્યના વ્યક્તત્વનાં ઘણાં બધાં લેયર છે, જે હું સ્ક્રીન પર જીવંત કરવાનો છું. તેનો પ્રેમ, તેનું ઘેલું અને પાખી માટે કાળજી નિશ્ચિત જ દર્શકોને જકડી રાખશે અને મને આશા છે કે તેમને તે ગમશે.

પાખીની ભૂમિકા ભજવતી રીમ સમીર શેખ કહે છે, મેં કલર્સ સાથે લગભગ એક દાયકા પૂર્વે મારો પ્રવાસ શરૂ કર્યો હતો અને ફના ઈશ્ક મેં મરજાવાં સાથે પાછી આવવાની મને ખુશી છે. શો કોઈ પણ અન્ય રોમેન્ટિક થ્રિલરથી અલગ છે અને પાખીનું પાત્ર અત્યંત અલગ અને મજબૂત છે. તે મનથી શુદ્ધ છે, જે દરેક સાથે સારા રહેવામાં માને છે અને અગત્સ્ય પર પોતાની કરતાં વધુ વિશ્વાસ રાખે છે. અમારા દર્શકોને તેનો નિર્દોષ સ્વભાવ સારો લાગશે ત્યારે વાર્તામાં પાત્ર આગળ વધે તેમ તે જોવાની તેમની ઉત્સુકતા વધશે. હું આ રોમાંચક પ્રવાસ બાબતે ભારે રોમાંચિત અને ઉત્સુક છું.

ઈશાનનું પાત્ર ભજવતો અક્ષિત સુખીજા કહે છે, ઈશાન સંભવિત રીતે મેં આજ સુધી સ્ક્રીન પર ભજવેલા પાત્ર કરતાં સૌથી અલગ છે. તે ઉદાર મન સાથે અત્યંત કટિબદ્ધ યુવાન છે, જે જરૂર હોય તેવા લોકોને મદદ કરવામાં માને છે. તે પાખીને બહુ પ્રેમ અને કાળજી કરે છે, જોકે તે માટે તેને શું કિંમત ચૂકવવી પડવાની છે તેનાથી અજાણ છે. હું માનું છું કે આ પાત્રની હકારાત્મકતા દર્શકો સાથે ઊંડું જોડાણ બનાવશે અને આ શોની ઉત્તમ વાર્તા તેમને જકડી રાખશે.

Loading

Spread the love

Leave a Comment