હવે લગ્નની સિઝનનની શરૂઆત થઇ ગઇ છે. યુવતીઓને લગ્ન સમયે હંમેશા મૂંઝવતો પ્રશ્ન લગ્ન વખતે કેવા પ્રકારના આઉટફીટ પહેરવા અને બધા કરતા કેવી રીતે અલગ દેખાવું તે રહેતો હોય છે. લગ્નના પ્રસંગી ઉજવણી હવે ખાસ કરીને ચાર કે પાંચ દિવસની રાખવામાં આવે છે. તેવામાં યુવતીઓએ ક્યા પ્રસંગને અનુરૂપ કેવા પ્રકારના આઉટફીટની પસંદગી કરવી તે તેમને હંમેશા મુશ્કેલી રહે છે. હાલમાં તો યુવતીઓ પોતાની લગ્નની ખરીદીમાં વ્યસ્ત હશે. હવે લગ્ન પ્રસંગે પહેરાતા આઉટફીટમાં પણ એટલી બધી અલગ અલગ ફેશન અને સ્ટાઇલ જોવા મળે છે કે યુવતીઓ વિચારતી થઇ જાય છે. તેમને સમજાતુ નથી કે શું ખરીદવું અને શુ પહેરવું. ફેશનની સ્પર્ધામાં પોતાને બધા કરતા અલગ કઇ રીતે દેખાડી શકે તે તેને સૌથી વધારે મૂંઝવી દે છે. કલર અને ડિઝાઇન પણ એટલા બધા જોવા મળે છે કે દરેક આઉટફીટ સુંદર અને આકર્ષક જ લાગે છે.

જોકે આ વખતે લગ્ન સિઝનમાં નવવધુ અને અન્ય યુવતીઓ માટે ફેશનનો ટ્રેન્ડ થોડો બદલાયો છે. ફેશન ડિઝાઇનર તિથી પાઠક કહે છે કે, ડ્રેસીસમાં આ વખતે મોટાભાગે દરેક પ્રકારના ખાટ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને ડિઝાઇન સિમ્પલ અને યુનિક હોય તેને યુવતીઓ પહેલા પસંદ કરે છે. તે સિવાય અલગ અલગ પ્રકારના કટ્સ અને ડ્રેપીંગ સ્ટાઇલ સાથેના ફ્લોર લેન્થ ગ્રોનની ડિમાન્ડ છે. હાલમાં કટ્સની ફેશન વધારે ચાલી રહી છે તો તેમાં પણ લોકો કટ્સમાં હેવી બોર્ડર મૂકાવવાનું પસંદ કરે છે. આ બોર્ડર એમ્બ્રોડરી વર્કની હોય છે અથવા ડ્રેસના કલર કરતા કોન્ટ્રાસ્ટ હેવી વર્કવાળી બોર્ડર પસંદ કરે છે. ઉપરાંત અન્ય વિધિના પ્રસંગે ખાસ કરીને ચંદેરી સિલ્કના સ્કર્ટ અને ઉપર સિલ્કના ક્રોપ ટોપ્સ અને પેપલમ ટોપ્સ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે. ક્રોપ ટોપ અને પેપલમ ટોપમાં એમ્બ્રોડરી વર્ક કરવામાં આવે છે. જેના કારણે તે રીય લુક મેળવી શકે. આ આઉટફીટ પર લાઇટ જ્વેલરી પહેરીને અલગ લુક મેળવી શકાય. તેનાથી ઇન્ડો વેસ્ટર્ન લુક મળી રહે છે. જે હાલમાં યુવતીઓને વધારે ગમે છે.

ગયા વર્ષે નવવધુના આઉટફીટમાં ડબલ કલરનો ટ્રેન્ડ વધારે જોવા મળ્યો હતો. જેમાં કોન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝીસ અને દુપટ્ટા હતા. આ વર્ષે ટ્રેન્ડ ફરી બદલાયો છે અને ફક્ત એક જ કલરના નવવધુના આઉટફીટ પસંદ કરવામાં આવી રહ્યા છે. જોકે તેમાં આપણુ વર્ષો જૂનું એબ્રોડરી વર્ક આજેપણ લોકપ્રિય છે. જોકે તેમાં ડિઝાઇનમાં નવો ચેન્જ જોવા મળ્યો છે. જે રીતે સિલ્કની સાડી પર જાન જતી હોય કે નવવધુનું કે પછી લગ્ન પ્રસંગના ચિત્રોને દોરવામાં આવતા હતા તે હવે તમને નવવધુના ઘાઘરામાં જોવા મળશે. અનેક પ્રકારની નિતનવી ડિઝાઇન અને અદૂભૂત કલાકારીગરી તમને એમ્બોડરી વર્કમાં જોવા મળશે. તે સિવાય ડાયમંડથી તેને થોડો સ્માર્ટ લુક આપી વધારે હેવી બનાવવાનો પણ પ્રયત્ન કરાયો છે.

દુલ્હન માટે અન્ય ફંક્શનમાં પહેરી શકાય તેવા અનેક ઓપ્શન છે. જેમાં જેકેટ્સની સાથે કુર્તી અને સ્કર્ટ, ક્રોપ ચોલીની સાથે પ્લેઇન હાઇ વેસ્ટ લહેંગા અને લાઇન ગાઉન્સની સાથે કેપ સ્લીવ્સ ટોપ. તે સિવાય ઓફ શોલ્ડર ગાઉન પણ આ વખતે ટ્રેન્ડમાં છે.

બોક્સ

આ અંગે બોલિવૂડની ફેશનીસ્ટા ગણાતી સોનમ કપૂર યુવતીઓને કેટલીક ટીપ્સ આપી રહી છે, તે ખાસ જણાવે છે કે, લગ્ન વખતે તમે કેવા કપડાં પહેર્યા છે, તેના કરતા કઇ રીતે પહેર્યા છે, તે વધારે મહત્વનું છે. હું તમને અહીં કોઇ ખાસ કલર કે ડિઝાઇન પ્રમાણે કેવા કપડાં પહેરવા તે કહેવા માગતી નથી પરંતુ તમારા જ ખાસ પ્રસંગમાં તમારે કેવા પ્રકારના આઉટફીટ પહેરવા જોઇએ તે વિશે ખાસ જણાવીશ. જો તમે કોઇ દુપટ્ટો કે સાડી પહેરવાના હો તો તમારે તેના માટે ખાસ ધ્યાન રાખવું પડશે. તમે ભારતીય ડ્રેસમાં ખરેખર સુંદર જ લાગશો. હું પોતે પણ ભારતીય લગ્નપ્રસંગે સાડીને ખાસ મહત્વ આપુ છું અને પોતાને સાડીમાં જ પરફેક્ટ ફીલ કરું છું. તે સિવાય મહેંદી, સંગીત જેવા પ્રસંગે પણ તમે સાડી કે લહેંગા-ચોલીને પહેરી શકો છો. હવે તો ઇન્ડો વેસ્ટર્ન લુક યુવતીઓને વધારે ગમે છે. જેમાં વધારે હેવી જ્વેલરી પહેરવા કરતા લાઇટ અને સિમ્પલ તમને અલગ અને એક્સીલન્ટ લુક આપશે.

આપણે સૌ જાણીયે છીએ કે ફેશનમાં સૌથી વધારે અખતરા કરવા માટે સોનમ લોકપ્રિય છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે, તો તે હંમેશા ભારતીય પોશાકને જ વધારે મહત્વ આપે છે. તેમનું પોતાનું માનવું છે કે તેનાથી સુંદર કઇ હોઇ જ ન શકે. સોનમ પોતે ટ્રેડીશનલ જ્વેલરી, આઉટફીટ અને ટ્રેડીશનલ કલરની દિવાની છે. તે ઇન્ડિયન ગાઉન જે પહેરવામાં આવે છે, તેને પસંદ કરતી નથી. જે હાલમાં વધારે પ્રમાણમાં યુવતીઓ પહેરવાના પસંદ કરતી જોવા મળે છે. સોનમ માને છે કે ભારતમાં બેસ્ટ ડિઝાઇનર્સ છે. તે યુવતીઓને ખાસ જણાવે છે કે ટ્રેડીશનલ ડ્રેસ સાથે જોડાયેલા રહો અને સાથે જ જૂદી જૂદી એક્સેસરીઝની પસંદગી કરવાના બદલે ક્લાસીક વસ્તુઓને પસંદ કરો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment