પરંપરાગત પદ્ઘતિથી કઇક અલગ જ પ્રકારની વાર્તા કલર્સની સંગીતમય ગાથા – તુ  આશિકી નિસ્વાર્થ પ્રેમથી આગળ વધી રહી છે. આ સિરિયલમાં મુખ્ય પાત્રમાં રિત્વિક અરોડા (આહાન તરીકે) અને જન્નત ઝુબેર(પંક્તિ તરીકે) છે. રિત્વીકની આ પહેલી સિરિયલ છે. જેમાં તે મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે જન્નત તો છેલ્લા દસ વર્ષથી ટેલિવિઝન અને ફિલ્મો સાથે સંકળાયેલી છે. આ સિરિયલ પોતાના મુખ્ય પાત્રોની આંખો મારફત પ્રેમની તમામ અજાણી સીમાઓ અને ધારણાઓની ચકાસણી કરે છે. હાલમાં જ તુ આશિકી એ પોતાના ૧૦૦મા એપિસોડની ઊજવણી કરી. સિરિયલના મુખ્ય પાત્ર આહાન અને જન્નત ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે.

એક માતા દ્વારા જ દિકરીને વેંચી દેવાય છે અને તે નાનપણથી જે વાતાવરણમાં રહી ત્યાંથી તે ફરી પોતાની માતાની પાસે સંજોગોવસાત આવે છે, ત્યારે કઇ પરિસ્થીતી સર્જાય છે, તે આ સિરિયલની વાત છે. પોતાની પાશ્ચાદભૂમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના હોવા સાથે, તુ આશિકી એક વિદ્રોહી પ્રેમ કહાણી છે, જયાં સબંધો અને લાગણીઓની સામે પૈસાની તાકાત ઊભી છે. શોમાં પોતાની માતા અનિતા (ગૌરી પ્રધાન) દ્વારા ગૂંથવામાં આવેલ જાળામાં સપડાયેલી, જન્નત ઝુબેર દ્વારા અભિનિત પંક્તિના જ જીવનની અનેક મુશ્કેલીઓને રજૂ કરવામાં આવી રહી છે. ભાગ્ય તેના બારણે એક સોહામણા જયંત ધનરાજગિર(રાહિલ આઝમ)ને લઇ આવે છે, પણ તેનો ભત્રીજો આહાન (રિત્વિક અરોડા)નો પ્રેમ પંક્તિમાં નવી આશાઓ જગાવે છે. જો કે, પંક્તિ પોતાના સપના પૂરા કરવા અને આહાન જે પોતે પણ પોતાની કારકિર્દી બનાવવા પ્રયાસ કરે છે તેને ટેકો કરે છે. પણ શું જયંત ધનરાજગીર આ બન્નેને હંમેશા ખુશ રહેવા દેશે? સિરિયલની વાર્તાની શરૂઆત જ ખૂબ રોચક રહી છે, તો તેની આગળની વાર્તા કેટલી રસપ્રદ રહેશે. તો જાણીયે રિત્વીક અને જન્નત પાસેથી શો વિશે અને તેમના અનુભવ વિશે.

રિત્વીક માટે શો ખૂબ જ મહત્વનો છે. પોતે સારો ડાન્સર અને પોતાનું બેન્ડ હોવા છતાંય પિતાની ઇચ્છાને પૂરી કરવા તે મુંબઇ એક્ટીંગમાં પોતાનું નસીબ અજમાવવા આવ્યો અને ખૂબ ઓછા સંઘર્ષ બાદ તેને સિરિયલમાં લીડ રોલ મળી ગયો અને તે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. રિત્વીક પોતાના મ્યુઝીક બેન્ડ સાથે અનેક વાર અમદાવાદ પરર્ફોમન્સ માટે આવી ચૂક્યો છે. તેથી પોતાની સિરિયલની 100 એપિસોડ પૂરા થયાની ઊજવણી કરવા જ્યારે તે અમદાવાદ આવ્યો ત્યારે સિરિયલની અને કરીયરની અનેક વાતો જણાવી. તેણે કહ્યું કે, આહાન  હોવાનું મને ગમે છે, તે ખૂબ લાગણીશીલ છે અને તેને પોતાની લાગણીને વ્યક્ત કરતા રહેવું ગમે છે.  જે મને  એક અભિનેતા તરીકે સંતુષ્ટ કરે છે. તુ આશિકીએ ૧૦૦ એપિસોડ પૂરા પણ કરી લીધાં છે અને મને આનંદ છે કે દર્શકોએ મને પસંદ કર્યો છે અને તેમનો પ્રેમ મને, મારા કાર્યને તેઓ આપી રહ્યા છે. હું દિલ્હીનો છોકરો છું. દિલ્હીમાં જ હતો અને મુંબઇમાં આવવાનું વિચારતો હતો ત્યારે જ મને આ રોલ મળી ગયો. મારા માટે રોલ ચેલેન્જીંગ રહ્યો નથી પણ જ્યારે પોતાને ટીવી પર જોયો તો લાગ્યું કે ખરેખર મારા માટે આ રોલ મુશ્કેલ છે. મેં ઘણા સ્ટેજ શો કર્યા છે, તેથી કેમેરાનો ભય મને ક્યારેય રહ્યો નથી. સિરિયલની શરૂઆતમાં મને થોડી બોડી લેગ્વેંજને લઇને  તકલીફ ઊભી થઇ હતી પણ હવે તે રહી નથી. મને હંમેશા ગુજરાતી વાનગીઓ પસંદ આવી છે. હું ખૂબ જ સખત વર્કઆઉટ અને ડાયેટ ફોલો કરું છું પણ અમદાવાદ આવું ત્યારે મારા નિયમોને તોડી નાખુ છું.

છેલ્લા દસ વર્ષથી સ્ક્રીન સાથે સંકળાયેલી જન્નત ઝુબેર પહેલીવાર લીડ રોલ પ્લે કરી રહી છે. પંદર વર્ષની જન્નત તેની ઉંમર કરતા વધારે મેચ્યોર રોલ આ સિરિયલમાં કરી રહી છે, “પંક્તિ એક સરળ છોકરી છે જે પ્રેમની શક્તિમાં માને છે. મારા માટે આ ખૂબ જ રસપ્રદ ભૂમિકા છે કારણ કે એક પાત્ર તરીકે- તે શાંત અને સાથો-સાથ તેટલી જ મજબૂત મનોબળવાળી પણ છે. આ એક એવું વલણ જે મોટાભાગના લોકોનું તેના તરફ ધ્યાન ખેંચે છે. મારી પહેલી જ લીડ રોલવાળી સિરિયલમાં લોકોએ મને ખૂબ પસંદ કરી છે અને હાલમાં સિરિયલ ખૂબ લોકપ્રિય થઇ રહી છે, તે ખૂબ આનંદની વાત છે. હું શોના તમામ ફેન્સ અને ફોલોઅર્સની આભારી છું. અત્યાર સુધીમાં મેં અનેક પાત્ર ભજવ્યા છે પણ મારું આ પાત્ર મારા માટે વધારે મહત્વનું બની ગયું છે કારણકે હું તેમાં લીડ રોલ કરી રહી છું. સિરિયલમાં હું કેન્દ્ર સ્થાને છું.

Loading

Spread the love

Leave a Comment