પ્લેઇન કલરના લોંગ હેરમની પસંદગીની સાથે જ હવે યુવતીઓમાં પ્લેઇન અને હાલમાં પ્રિન્ટેડ શોર્ટ હેરમ વધારે લોકપ્રિય બન્યા છે. મોર્ડન લુક મેળવવા યુવતીઓ તેને વધુ પસંદ કરી રહી છે. બેગી પેન્ટ જેવો લુક આપતા હેરમ ૧૯૮૦ના સમયથી ફેશનની દુનિયામાં ઇન છે. જે ૨૦ વર્ષ પછી ભારતમાં જોવા મળ્યા અને આજે લોકપ્રિય બની ગયાં છે.

દરેક આઉટફિટ જો લોંગ હોય અને વધારે પસંદગીમાં રહેતું હોય તો તેને શોર્ટ બનાવી તેમાં થોડોઘણો ફેરફાર કરી ફરીથી નવી જ પ્રિન્ટ સાથે ફેશનમાં મૂકવામાં આવે તો તે વધારે ડિમાન્ડમાં આવી જાય છે. છેલ્લા દસ વર્ષમાં ફેશનની દુનિયામાં આવા કંઇકેટલાય ફેરફારો આપણે જોયા છે. તેના પર એક નજર નાખીએ તો, ડેનિમ કે કાર્ગોને શોર્ટ કરી તેને જીન્સ શોર્ટ્સનું રૂપ આપવામાં આવ્યું. કોટન અને લિઝિબિઝીના નાઇટવેરમાં ઉપયોગમાં લેવાતા લોંગ પેન્ટને બરમૂડા તરીકે બજારમાં મૂકવામાં આવ્યા. લોંગ સ્કર્ટને શોર્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે થોડા સમય પહેલાં જ ફેશનમાં જોવા મળેલા હેરમ પેન્ટને પણ હવે શોર્ટ હેરમ બનાવી દેવામાં આવ્યા છે.
હેરમનો ઇતિહાસ

હેરમની ફેશન આજકાલની નહીં, પરંતુ ૩૦ વર્ષ જુની ફેશન છે. ૧૯૮૦માં બેગી પેન્ટ જેવો લુક ધરાવતું આ પેન્ટ કમરના ભાગથી ફિટિંગવાળું અને થાઇના ભાગથી લઇને પગની એડી સુધી પહોળું હોવાથી પહેરવામાં ખૂબ આરામદાયક અને અનુકૂળ રહેતું હતું. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં સૈનિકો આ પ્રકારના પેન્ટ પહેરતાં હતાં. એ પેન્ટને તે સમયમાં ‘પેરાશૂટ પેન્ટ’ તરીકે ઓળખવામાં આવતા હતા. જેને આપણે અત્યારે કાર્ગો પેન્ટ તરીકે ઓળખીએ છીએ.

ડિઝાઇનનું રહસ્ય
આ ‘પેરાશૂટ પેન્ટ’ પરથી જ હેરમની ડિઝાઈન નક્કી કરવામાં આવી અને તે ફેશનમાં આવ્યું. હેરમની આ પ્રકારની સ્ટાઇલ રાખવાનો આઇડિયા કેવી રીતે આવ્યો તેના માટે અન્ય એક માહિતી મુજબ કહેવાય છે કે બેલે ડાન્સમાં યુવતીઓ કે યુવકો જે ડિઝાઈનના આઉટફિટ પહેરે છે તેમાં કમરના ભાગમાં પિ્લટ્સ હોય છે. કમરના ભાગથી પગની એડી સુધીનો પેન્ટનો ભાગ ઘણો ખુલતો હોય છે અને એડીના ભાગમાં ઇલાસ્ટિકથી ફિટિંગ હોય છે. જેના કારણે ડાન્સ સરળતાથી કરી શકાય. જોકે તેમાં વચ્ચેનો ભાગ કટ કરેલો હોય છે પણ એક રીતે જોઇએ તો હેરમને આપણને બેલે ડાન્સના આઉટફિટ સાથે સરખાવી શકીએ છીએ. તેના જેવો જ લુક હેરમ પેન્ટનો પણ જોવા મળે છે. ફરક માત્ર એટલો જ કે હેરમને કટ આપવામાં આવ્યો નથી.

હેરમ પેન્ટ આજની ફેશનમાં અને યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય તો થયું જ છે સાથે જ તેને શોર્ટ બનાવી દેતા તે વધારે પસંદગીમાં છે. શોર્ટ બનાવવાની સાથે જ તેમાં પોકેટ મૂકવાથી તે કાર્ગો અને બેગી પેન્ટનું શોર્ટ સ્વરૂપ હોય તેવું લાગે છે. જોકે ફેશનમાં જે પોકેટ બરમૂડા આપણે જોઇએ છીએ તેની સાથે પણ તેને સરખાવી શકાય છે. જોકે હેરમમાં શોર્ટ્સ, જંપસૂટ, પેન્ટ્સ અને ટ્રાઉઝર્સ પણ હવે શોર્ટ્સ જોવા મળી રહ્યા છે.
ટી-શર્ટસ અને ટયુનિક સાથે વધારે પહેરાતા શોર્ટ હેરમ સાથે તમે સ્પેગેટી કે ઓફ શોલ્ડર ટોપ પહેરીને સેક્સી દેખાઇ શકો છો. શોર્ટ હેરમની સ્ટાઇલને ડેન્ગલરમાં પણ ઉમેરવામાં આવી છે. યુવતીઓ પિકનિક પર જાય ત્યારે તે પહેરી શકે છે. તે એક જ કલરમાં હોય છે અને કમરના ભાગમાં તેને બેલ્ટની ડિઝાઈન પણ આપવામાં આવે છે.
પ્લેઇન કલર તો ઓલવેઝ ઇન રહે જ છે પણ હવે જ્યારથી ફેશનમાં પ્રિન્ટ આવી છે ત્યારથી દરેક પ્રકારના આઉટફિટમાં તે એપ્લાય કરવામાં આવે છે. વિવિધ પ્રિન્ટ પસંદ કરતી યુવતીઓ અને કોલેજગોઇંગ ગર્લ્સ હવે પ્રિન્ટેડ હેરમ તરફ આકર્ષાઇ છે. તો હવે રાહ ન કોની જુઓ છો? લઇ આવો મનપસંદ કલર અને ડિઝાઈનના શોર્ટ હેરમ અને વરસાદી વાતાવરણમાં તમે પણ શોર્ટ હેરમ અને ટ્યુનિકસ પહેરીને ખુશનુમા વાતાવરણની મજા માણવા સહેલીઓ સાથે નીકળી પડૉ.

શોર્ટ હેરમમાં વિવિધ પ્રિન્ટ

લોંગ અને શોર્ટ હેરમ મોટા ભાગે પ્લેઇન જ જોવા મળતા હતા, પણ હવે તો શોર્ટ હેરમમાં ફ્લોરલ, ડોટ્સ અને ચેકસ એપ્લાય કરવામાં આવ્યું છે, જેનાથી તે વધારે આકર્ષક લાગવાની સાથે જ સેક્સી લુક આપે છે. પ્લેઇન કલરના શોર્ટ હેરમ પર યુવતીઓ કોઇ પણ પ્રિન્ટેડ કલરની ટી-શર્ટ્સ કે ટ્યુનિક પહેરે છે. હવે તો હેરમમાં જ પ્રિન્ટ આવી ગઇ હોવાથી તેની સાથે કોઇ પણ રંગની પ્લેઇન ટી-શર્ટ કે સ્પેગેટી તમે પહેરી શકો છો. માત્ર ડાર્ક જ નહીં લાઇટ કલરમાં પણ શોર્ટ પ્રિન્ટેડ હેરમ તમને જોવા મળશે.

 

Loading

Spread the love

Leave a Comment