શિયાળાની શરૂઆત થાય એટલે રોજીંદા પહેરવેશમાં પણ કપડાંની પ્રાયોરીટીમાં ફેરફાર થતો હોય છે. શિયાળાની ઠંડીથી બચવા માટે કપડાંના અનેક લેયર શરીર પર કરવા પડતા હોય છે. જેના કારણે ઘણીવાર તમારો ડ્રેસીંગનો લુક ખરાબ દેખાવા લાગે છે. સ્વેટર, જેકેટ્સ પણ ઘણીવાર વધારે ઓવરલુક હોય તેવું લાગતું હોય છે. ફેશનની દુનિયામાં એટલે છેલ્લા કેટલાક સમયથી શ્રગ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. જેના કારણે શિયાળામાં પણ એટ્રેક્ટીવ દેખાવા માટે તમે જૂદા જૂદા પ્રકારના શ્રગનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં લોંનગ પહેરવાની ફેશનમાં થયેલા વધારાના કારણે શ્રગની પણ ડિમાન્ડમાં વધારો થયો છે. આજકાલ કેવા પ્રકારના શ્રગ ટ્રેન્ડમાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિશે થોડુ જાણીયે.
શ્રગ આઉટફીટ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને યુવતીઓની વચ્ચે ખૂબ પોપ્યુલર થયેલું જોવા મળ્યું છે. ઉનાળામાં લાઇટ ફેબ્રીકના શ્રગ ટી-શટ્સ પર, ડિઝાઇનર સૂટ અને સલવારની સાથે તેને ટીમઅપ કરવામાં આવ્યું, લોન્ગ ગાઉનની સાથે, શોર્ટ્સની સાથે અનેક રીતે યુવતીઓ પહેરતી જોવા મળી છે.
હવે વાતાવરણ બદલાઇ ગયું છે અને ઠંડી વધી રહી છે. તેવામાં વુલન ડ્રેસીસ માર્કેટમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેમાં શ્રગની વરાયટીઝ પણ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. વાર્મ શ્રગમાં અનેક પ્રકારના કલર્સ, ફેબ્રીક સરળતાથી મળી રહ્યા છે. તે ઉપરાંત કેઝ્યુઅલ વિયરથી લઇને પાર્ટીવેયર સુધી પણ શ્રગ લોકપ્રિય બની રહ્યા છે. જેમાં તમારો લુક શિયાળામાં કઇક અલગ જ દેખાઇ શકે છે.
ફેબ્રિકના કલર્સ
ઠંડીના વાતાવરણમાં બરગંડી, નેવી બ્લ્યુ, ક્લાસિક બ્લેક કલર ટ્રેન્ડમાં છે. તે ઉપરાંત રેડ, મરૂન, વ્હાઇટ પણ વધારે લોકપ્રિય થઇ રહ્યા છે. તેવામાં ફક્ત શ્રગમાં જ નહીં પણ વિન્ટર ડ્રેસીસમાં પણ આ કલર વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. જ્યાં સુધી ફેબ્રિકની વાત છે, તો વેલવેટ અને વુલન ફેબ્રિકના શ્રગ માર્કેટમાં મળી રહ્યા છે. જે પાર્ટી લુક માટે પણ બેસ્ટ ગણાય છે. વળી, સૌથી વધારે આકર્ષણ હાથની બનાવટના શ્રગ તરફ વધારે છે. લોકો હવે તેને વધારે પસંદ કરે છે. તે ઉપરાંત ડેનિમ શ્રગ પણ યુવતીઓની પહેલી પસંદગીમાં રહેલા છે કારણકે જીન્સ અને ફ્રોકની સાથે તે વધારે એટ્રેક્ટીવ લુક આપે છે. શ્રગમાં અનેક પ્રકાર છે પણ હાલમાં ઠંડીના વાતાવરણમાં ફક્ત વોટરફોલ શ્રગ, વુલન શ્રગ, નીટવેર વુલ સ્વેટર શ્રગ, સ્વેટર શ્રગ અને વુલન કાર્ડીગનને હુંફાળા બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના કારણે શિયાળામાં પણ યુવતીઓ અને મહિલાઓ સ્વેટર અને જેકેટ્સના બદલે કઇક અલગ પહેરી શકે.
કઇ રીતે ટીમઅપ કરશો
- દિવસના સમયે શ્રગ પહેરવું બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. કેઝ્યુઅલ વિયરમાં પ્રિન્ટેડ વાર્મ શ્રગને સિમ્પલ ટોપ-જીન્સ કે ટ્રાઉઝરની સાથે પહેરી શકાય છે.
- શ્રગ અટાયરને પાર્ટીમાં પહેરવાની ઇચ્છા હોય તો તેને સાંજના સમયે સિમ્પલ સાડી, વનપીસ ડ્રેસ, ક્રોપ ટોપ વિથ સ્કર્ટ અથવા જંપસૂટની સાથે પહેરી શકાય છે.
- પાર્ટી ગેટઅપને પરફેક્ટ બનાવવા માટે શ્રગના સ્ટેટમેન્ટ ઇયરીગ્સ અને સ્લીક ક્લચ પહેરવાનું ભૂલશો નહીં.
- હવે તો શ્રગ શોર્ટ અને લોન્ગ બંને લેન્થમાં મળી રહે છે. જો તમે ઇન્ડિયન વિયરમાં મોર્ડન ટચ આપવા માગો છો, તો સાડીની સાથે ફ્લોરલેન્થ શ્રગ પણ પહેરી શકો છો.
- જીન્સ-ટોપની સાથે શોર્ટ નિટેડ શ્રગ પહેરો. જોકે સિક્વેન શ્રગ, ક્રોશિયા શ્રગ, લેસ શ્રગ પણ માર્કેટમાં મળી રહે છે.
બોક્સ
પોન્ચો અને ક્રોપ્ડ જેકેટ પણ ડિમાન્ડમાં
આમ તો દર વર્ષે ઠંડીમાં જેકેટ અને ટ્રેંચ કોટ વધારે જોવા મળે છે પણ આ વર્ષે ક્રોપ્ડ જેકેટ વધારે લોકપ્રિય બની રહ્યા છે. ક્રોપ્ડ જેકેટ અનેક ડિઝાઇન્સ અને ફેબ્રિકમાં બજારમાં મળે છે. વુલનની સાથે સાથે ડેનિમની ક્રોપ્ડ જેકેટ પણ ખૂબ વેચાણમાં છે. ક્રોપ્ડ જેકેટ તમારી વેસ્ટલાઇન સુધીની જ હોય છે. ક્રોપ્ડ હૂડીની પણ ખૂબ ડિમાન્ડ છે. તેની કિંમત 200 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધીની છે.
જો તમને ટ્રેન્ડી લુક વધારે પસંદ હોય તો તેના માટે તમને પોન્ચો સ્ટાઇલના સ્વેટર મળી રહેશે. નોર્મલથી લઇને ઊની એવા અનેક પ્રકારના વુલનમાં તે તમને મળી રહેશે. તે સિંગલ કલરથી લઇને અનેક પ્રકારના ડિઝાઇન્સમાં જોવા મળે છે. જોવામાં સ્ટાઇલિશ લાગે છે અને તેમાં અનેક કલર પણ મળી રહે છે. બજારમાં તેની કિંમત 450થી લઇને 600 સુધીની છે.