ધ્વનિ ભાનુશાલી હાલમાં બોલિવૂડમાં સંગીતની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય નામ છે. ફીલ્મ ‘સત્યમેવ જયતે’ નું ‘દિલબર’ અને ‘વીરે દી વેડિંગ’નું ‘વિરે’ ગીત આવ્યા બાદ તેણે બોલિવૂડમાં લોકપ્રિય તા મેળવી લીધી, ત્યારબાદ ‘સાહો’ નું ‘સાઇકો સૈયા’ અને ‘ખાનદાની સફાખાના’ નું ‘કુકા’ સોંગ પણ તેના ફાળે ગયું. તે ઉપરાંત ‘મરજાવા’ ફિલ્મનું ‘તુમ્હી આના’ નું ફિમેલ વર્ઝન અને ‘કિન્ના સોના’ પણ તેણે ગાયું છે. હાલમાં જ આવેલી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું ‘સોદા ખરા ખરા’ અને ફિલ્મ ‘જય મમ્મી દી’નું ‘દરિયા ગંજ’ પણ તેણે ગાયું છે. તે સિવાય ધ્વનીએ સોલો આલ્બમ્સ પણ કર્યા છે. જેમાં ‘લેજારે’ અને ‘મે તેરી હું’ ખૂબ લોકપ્રિય બન્યા છે. આ વર્ષે ‘ના જા તુ’ ગીત હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ધ્વનિ સાથે થયેલી રૂબરૂ વાતચીતમાં તેની સંગીતની કરિયર અને ઈન્ડસ્ટ્રીમાં થયેલી તેની એન્ટ્રી વિશેની કેટલીક વાતચીત

કઈ રીતે સંગીતની દુનિયામાં આવવાનું થયું.

મને નાનપણથી સ્કૂલમાં ગાવાનો શોખ હતો. અન્ય લોકો જેમ ગીત ગાતા હોય તેમ હું પણ ગાતી હતી. એક દિવસ મને વિચાર આવ્યો કે મારે નક્કી કરવું જોઈએ કે મારે જીવનમાં શું કરવું છે અને સંગીતમાં આગળ વધવા શું કરવું જોઈએ. તે પછી હું હિમેશ રેશમિયા સરને મળી અને તેમણે મારો અવાજ સાંભળ્યો. તેમણે મને વધારે શીખવા માટે અને તાલીમ લેવા માટે જણાવ્યું. તે પછી મેં તાલીમ લેવાનું શરૂ કર્યું અને નાના-નાના વીડિયો બનાવીને મૂકતી હતી. તે સમયે મને ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુયોર્ક’ ના ગીત ‘ઇસ તરહ’ માટે તક મળી. મારું પહેલું ડેબ્યુટ રાહત ફતે અલી ખાન સાથે હતું. આ મારું પહેલું પ્લેબેક હતું. તે પછી મને પોપ સોંગ અને વિડિયો આલ્બમ માટે ની ઓફરો મળવા લાગી. મેં વિચાર્યું કે અલગ-અલગ જોનર ના સોંગ ગાવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે શીખીને તેમાં આગળ વધી.

કયા ગીતો ના કારણે વધારે લોકપ્રિયતા મળી.

ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના ‘દિલબર’ સોંગ લોકોને ખૂબ પસંદ આવ્યું. જેનાથી મારી લોકપ્રિયતા પણ વધી. ‘સાહો’ ફિલ્મ ‘સાઇકો સૈયા’ પણ એટલું જ લોકપ્રિય થયું. ‘બાટલા હાઉસ’નું ‘રુલા દિયા’ અને ‘કબીર સિંગ’ નું ફિમેલ વર્ઝન માં ગવાયેલું ‘બેખયાલી મે ભી તેરા હી ખયાલ આયે’ ખૂબ લોકપ્રિય બન્યું. સાથે જ ‘મરજાવા’ ફિલ્મનું ફિમેલ વર્ઝન માં ગવાયેલું ‘તુમ્હી આના’ પણ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

હવે આગળ કયા પ્રોજેક્ટ કરી રહ્યા છો.

હાલમાં આવેલી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર નું એક પ્લેબેક કરી રહી છું. તે સિવાય એક બે સોંગ પર કામ ચાલી રહ્યું છે. નવું આલ્બમ ના જા તું આ વર્ષે જ રિલીઝ થયું છે.

તમે પોતે પણ રિમિક્સ સોંગ ગાયું છે, તો તે કેટલું યોગ્ય હોવું જોઈએ.

અત્યારે જે ગીતો જુના ગીતો ને રિમિક્સ લોકો કહે છે તેને અમે રિક્રિએટ કહીએ છીએ. પહેલાના સમયના લોકોએ તે ગીતો સાંભળ્યા છે. જ્યારે અત્યારની જનરેશનને રિક્રિએટ સોંગ ગમે છે. તેમને જ્યારે ખબર પડી છે કે આ જુના સમયની ફિલ્મોના ગીત છે ત્યારે તેઓ ઓરીજનલ સોન્ગ પણ સાંભળે છે. પરંતુ આજની જનરેશન જુના ગીતો કરતા રિક્રિએટ થયેલા ગીતો વધારે પસંદ આવી રહ્યા હોવાથી અનેક ગીતો પરથી ફિલ્મોમાં રિક્રિએટ સોંગ ફરીથી જોવા મળી રહ્યા છે. હું જ્યારે દિલબર સોંગ ના રેકોર્ડિંગ માટે ગઈ ત્યારે સૌપ્રથમ મને લાગ્યું હતું કે આ નવુ સોંગ છે કારણ કે આ ગીત મારા જન્મ પહેલા ની ફિલ્મ માં આવી ચૂક્યું હતું. તેથી મને આ ગીત વિશે કંઇ ખબર નહોતી. આ ગીત વિશે જાણ્યું ત્યારે ખબર પડી કે તેમાં સુસ્મિતા સેન હતી અને ફિલ્મ સિર્ફ તુમ નું ગીત હતું. આ રીતે આજના ઘણા યુવાનોને જુના ગીતો વિશે માહિતી હોતી નથી.

તમને કયા સિંગર પસંદ છે.

આજના સમયમાં મને અરિજિત સિંગ પસંદ છે. તે સિવાય શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણ ગમે છે. આ લોકોનો અવાજ એવો છે કે તેમને કોઈ કમ્પિટ કરી શકે તેમ નથી.

સંગીત ઉપરાંત શું પસંદ છે.

મને હોર્સ રાઇડિંગ ગમે છે. રાયફલ શુટીંગ ગમે છે અને ક્યારેક ડાન્સ કરવો પણ ગમે છે.

Loading

Spread the love

Leave a Comment