હવે લોકો ઘરને ડેકોર કરવામાં વધારેને વધારે સજાગ બનવા લાગ્યા છે. ઘરમાં જેમ થીમ પ્રમાણેની સજાવટ કરવામાં આવે છે, તે જ રીતે હવે કલર્સ કોમ્બિનેશન પ્રમાણે પણ ઘરને અલગ લુક આપવામાં આવી રહ્યો છે. આકાશના વાદળો જેવા રંગો જ્યારે ઘરમાં જોવા મળે, આભની દુનિયામાં રહેતા હો એવો અનુભવ કરવો હોય તો ઘરમાં બ્લૂ એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન કરાવી લો.

ઘરની સજાવટની બાબતમાં હાલમાં બ્લૂ એન્ડ વ્હાઇટ કોમ્બનેશન ટોપ પર છે. ઘરને તમે જ્યારે બે લાઇટ કલર્સથી સજાવો છો ત્યારે ફક્ત તેમાં દીવાલોને પેઇન્ટ જ કરાવવાનું નથી હોતું પણ સાથે જ વિન્ડો કર્ટન્સ, સોફા, સોફા કવર, કુશન, કારપેટ, ડેકોરેશનની એક્સેસરીઝ, ફર્નીચર વગેરે વડે ઘરને સજાવી શકાય છે. તેમાં પણ વ્હાઇટ એન્ડ બ્લૂનું કલર કોમ્બિનેશન બેસ્ટ ગણાય છે. ઇન્ટિરીયર ડિઝાઇનર પણ આ કોમ્બિનેશનને ખાસ મહત્વ આપે છે. કારણકે તેનાથી ફક્ત તમારું ઘર સુંદર જ બનતું નથી પણ સાથે જ શાંતિ અને માનસિક રાહત પણ મળે છે. જોકે વ્હાઇટની સાથે બ્લૂના બધા શેડ્સ સારા લાગે છે. પણ જો તમે એક જેવા શેડ્સના જુદા-જુદા ફેબ્રિકમાં અલગ-અલગ પેટર્ન પર પસંદગી ઉતારો અને ટેક્ચરનું સિલેક્શન કરો તો તે વધારે સુંદર દેખાશે.

ઘરમાં તમારો ડ્રોઇંગરૂમ અને લિવિંગરૂમ ખાસ મહત્વનો હોય છે. તેની સજાવટથી જ તમારી અભિરૂચિના સાચા દર્શન થઇ શકે છે. તમારા ઘરના ડ્રોઇંગરૂમ અને લિવિંગરૂમને જોઇને જ આવનાર મહેમાન તમારા વિશે ધારણાઓ બાંધતા હોય છે. તો પછી અહીંથી જ તમારી સજાવટની શરૂઆત કરીએ.

સોફાનો કલર બદલવો ભલે મુશ્કેલ હોય, પણ કુશન અને બેક સોફા કવરની મદદથી તમે તેને કલર કોમ્બિનેશન પ્રમાણે ગોઠવી શકો છો. વ્હાઇટ અને બ્લૂ કલરનુ કોમ્બિનેશન કઇ રીતે કરશો તે તમે નક્કી કરી લો. કુશન બ્લૂ રંગના પસંદ કરો તો બેક સોફા કવરનો રંગ તમારે વ્હાઇટ રાખવો પડે. તેનાથી ઉલટું પણ ગોઠવણી કરી શકાય છે. તે સિવાય વ્હાઇટ એન્ડ બ્લૂમાં પોલકા ડોટ્સ પ્રિન્ટ,  થ્રીડી પ્રિન્ટ, ડ્યુઅલ કલર પ્રિન્ટ જેવી ડિઝાઇન્સના કુશન કે સોફા કવર પર પણ પસંદગી ઉતારી શકો.

ડાઇનિંગ ટેબલ પર બ્લૂ અને વ્હાઇટ મેટ સેટ કરી શકો છો. ટેબલ પર ટેબલ ક્લોથની વાત કરીએ તો બ્લૂ ડેનિમમાં વ્હાઇટ લેસ લગાવીને પાથરવાથી રૂમની શોભામાં વધારો થશે. જો તમારા રૂમનો રંગ ડાર્ક બ્લૂ હોય તો ફર્નીસિંગ વ્હાઇટ કલરનું પસંદ કરો. વ્હાઇટ કુશન, ડોર મેટ્સ વગેરેથી રૂમને મોર્ડન અને ટ્રેન્ડી લુક મળશે. ડાર્ક બ્લૂ શેડ્સનો ઉપયોગ કરવા પાછળ એક ખાસ બાબત છે કે તેનાથી રૂમ વધારે મોટો લાગે છે.

રૂમમાં સુંદરતા અને શાંતિનો અનુભવ થાય તે માટે વ્હાઇટ અને બ્લૂ કોમ્બિનેશનવાળા ગાલીચા તેમજ રગ્સની પસંદગી કરો. જો રૂમની દિવાલો સફેદ રંગની હોય તો બ્લૂ કલરના કર્ટન્સ લગાવવા. વિન્ડો માટે બ્લૂ કલરમાં શિફોનના કર્ટન્સ લગાવો. જો રૂમની દિવાલો બ્લૂ કલરની હોય તો વ્હાઇટ તેમજ બ્લૂ કલરના પ્રિન્ટેડ પડદા પસંદ કરો. અહીં વ્હાઇટના બેઇઝમાં બ્લૂ કલરની પ્રિન્ટ વધારે સારી લાગશે.

બેડરૂમ માટે પણ વ્હાઇટ અને બ્લૂનું કોમ્બિનેશન પરફેક્ટ છે. ડાર્ક રંગની બ્લૂ વોલની સાથે વ્હાઇટ કલરનો સજાવેલો બેડ ખૂબ જ સુંદર લુક આપશે. ફર્નીચરમાં પણ બે કલરનું કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો. વળી, બેડ પર વ્હાઇટ બેડશીટની સાથે અને ટોપશીટની સાથે બ્લૂ કલરના કર્ટન્સ સારા લાગશે. તે ઉપરાંત વ્હાઇટ એન્ડ બ્લૂ સ્ટ્રાઇપ્સ વાળા ગાલીચા અને રગ્સ પાથરવાથી આ કલર કોમ્બિનેશનનું આકર્ષણ વધી જશે.

તમારે પણ જો આ કોમ્બિનેશન કરાવવા ઇચ્છતા હો તો વધારે વિચારશો નહીં કારણકે આ કોમ્બિનેશન એવો જાદુ પાથરશે જે તમને શાંત, સ્વચ્છ અને આરામનો અનુભવ કરાવશે.

 

 

Loading

Spread the love

Leave a Comment