પાર્થ ઓઝા એક્ટર અને સિંગર તરીકે જાણીતો થયો છે. ફિલ્મ હુતુતુતુમાં તે એક એક્ટર તરીકે જોવા મળ્યો હતો પણ પાર્થ એક્ટર બન્યો તે પહેલાથી એક સારો સિંગર છે. ગુજરાતી ફિલ્મ આપણે તો છીએ બિન્દાસમાં તેણે ગીત ગાયા છે અને ખૂબ જ પસંદ પણ થયા. થોડા સમય પહેલા જ પાર્થની બીજી ફિલ્મ પેલા અઢી અક્ષર રીલીઝ થઇ. પાર્થ સાથે થયેલી વાતચિત દ્વારા તેની સંગીતની સફર અને ત્યારબાદ એક્ટિંગમાં કેવી રીતે ઝંપલાવ્યું તેના વિશે જાણીયે.

— એક્ટિંગ અને સિંગીગ બંનેમાંથી શું વધારે પસંદ છે.

સંગીત મારો પહેલો પ્રેમ છે, તેની સાથે હું નાનપણથી જોડાયેલો છું. એક્ટિંગનો ચાન્સ મને અચાનક મળી ગયો. એક્ટરની એક્ટીંગને ફિલ કરીને જે ગીતો ગવાય તેને હું સરળતાથી કરી શક્યો છું. આ મને નવું શીખવા મળ્યું. એક સિંગરે બંધ સ્ટુડિયોમાં કઇપણ ફિલ કર્યા વિના ગીત ગાવાના હોય છે, કેટલીકવાર તો તેણે એક્ટરને જોયા પણ હોતા નથી. એક્ટર બન્યા પછી આ બાબતને હું સરળતાથી સમજી શક્યો. બિન્દાસ ફિલ્મમાં એક્ટર વિશે મને જાણ કરવામાં આવી હતી. તેતી સુંદર ગીતો ગાઇ શક્યા.

— બિન્દાસ ફિલ્મમાં કેવી રીતે જોડાવાનું થયું.

હું નિશાંત ભાઇને 2009થી ઓળખું છું. તે સમયે અમે પહેલીવાર ગણેશવંદના સાથે કરી હતી. એકબીજા સંપર્કમાં હતા પણ આ રીતે ફિલ્મમાં મને સાથે કામ કરવાની તક મળશે તેવું વિચાર્યું નહોતું. એક દિવસ તેમનો ફોન આવ્યો કે આપણે ફિલ્મ કરી રહ્યા છીએ અને મને તમારો અવાજ જોઇએ છે. મેં હા પાડી. તેમને મળ્યા પછી મને ખબર પડી કે જૂદા જૂદા પ્રકારના ચાર ગીતો છે. સામાન્ય રીતે રોમેન્ટિક ગીત હોય અથવા બોલિવૂડ પ્રકારનું ટ્રેકી ગીત હોય છે પણ અહીં ચારે ચાર જૂદી ફ્લેવરના ગીતો છે.

— બિન્દાસ ફિલ્મના ફ્લેવર્ડ ગીતો અને ટીમ વિશે જણાવો.

ફિલ્મમાં મસ્ત મૌલા જે ગીત છે, તે એકદમ મસ્ત બનીને મગ્ન થઇને ગવાતું ગીત છે, જ્યારે એક ગીત એનર્જેટીક છે. એક ગીત વેસ્ટર્ન રોમેન્ટિંક ગીત , પેપી ફ્લેવરનું ગીત છે. લોકોને એવું ન લાગવું જોઇએ કે એક જ સિંગરે ગાયા છે અને એકસરખા જ સાંભળવા મળી રહ્યા છે. બીજુ એ કે ગીતમાં જે વધારે પડતું ગુજરાતીપણુ આવે છે, તે લોકોને પસંદ પડતું નથી. તેથી એકદમ તો બોલિવૂડ જેવું નહીં પણ થોડો આજના સમય પ્રમાણેનો મોડર્ન ટચ મળી રહે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચિંતનને મસ્ત મૌલા ગાયું એટલે મારે ગાવું જ પડે કારણકે તે સારો મિત્ર છે. કબીરભાઇના લિરિક્સ ખૂબ સરસ છે. નિકુંજ દ્વારા સિમ્પલ લિરિક્સને ખૂબ સુંદર ટ્યુન આપાઇ છે. નિકુંજ સંગીતકાર તો સારો છે જ સાથે ખૂબ જ ફ્લેક્સિબલ વ્યક્તિ છે. તેણે અમને જે કરવું હોય તે પ્રમાણેની છૂટ આપી છે. ગીતો માટે પણ મેં પૂરતો સમય લીધો. દીલથી ગાઇએ અને જેટલો ન્યાય આપી શકીએ તેટલો આપીએ જેથી ઓન સ્ક્રીન પર તે અલગ જ તરી આવે.

— અત્યાર સુધીમાં તારું પોતાનું ગવાયેલું ક્યું ગીત વધારે ગમે છે.

આપણે તો છીએ બિન્દાસ ગુજરાતી ફિલ્મનું ….મેં મસ્ત મૌલા દિલ પાગલ પાગલ ગીત ખૂબ એન્જોય કર્યું કારણકે તે સૂફી સોંગ છે અને મારા દિલની પણ વધારે નજીક છે.

— ગુજરાતી ફિલ્મમાં સૂફી સોંગની શરૂઆત તે કરી એવું કહી શકાય.

હા, કેમ નહીં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને યાદ છે, ત્યાં સુધી પહેલીવાર ફિલ્મમાં સૂફી સોંગનો ઉપયોગ થયો છે. તે સિવાય ફિલ્મમાં નવું એ જોવા મળશે કે ગીત એ ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલા જોવા મળશે.

— અન્ય કોઇ પ્લેબેકના કાર્યમાં જોડાયા છો.

ગુજરાતી ગીતોમાં મારું પ્લેબેક ચાલું જ છે. હાલમાં જ મેં સમીર રાવલ અને માના રાવલના બે ફિલ્મના ગીતો ગાયા. તેમના ટાઇટલ પ્રાઇમ્સ ગાયા. હું એક અન્ય ફિલ્મ જે સુરતની કપ્મોઝર છે તેમાં ગાવાનો છું. તે સિવાય પહેલા અઢી અક્ષર નામની એક ગુજરાતી ફિલ્મ આવવાની છે, જેમાં હું ફરીથી એક્ટીંગ કરતો જોવા મળીશ. તે ફિલ્મમાં બે ટ્રેક્સ ગાયા છે.

— ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝીકની સ્થિતીને કઇ રીતે જુઓ છો.

હું તો ખૂબ જ પોઝીટીવલી લઇ રહ્યો છું કારણકે ટેલેન્ટનો ભંડાર તો અખૂટ છે. આજે ટેક્નોલોજીના કારણે ધરે ધરે મ્યુઝીક અને મ્યુઝીશિયન થઇ ગયા છે. લોકોએ તેને સ્વીકારવાની જરૂર છે. લોકો બોલિવૂડ જેવું બનાવો ને એવો આગ્રહ રાખે છે, એવું જ્યાં સુધી લોકો વિચારશે ત્યાં સુધી ગુજરાતી સંગીત આગળ નહીં આવે. આપણા લોકોને ડેવલપ કરવાની જરૂર છે. બોલિવૂડ સિંગરને બોલાવવામાં આવે છે, પણ અહીં જે ખજાનો છે, તેને પણ ઓળખવો અને આગળ લાવવો જોઇએ. તેથી જ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે. નહીંતર સામાન્ય રીતે ચાલ્યા કરશે.

— સિંગર તરીકે કેટલો સમય રીયાઝ કરો છો.

રોજ સવારે મારા પપ્પા મને યાદ કરાવે કે તાનપુરો ચાલું કર્યો. ક્યારે બેસે છે, એટલું બોલીને જતા રહે. તેમના કારણે હું રેગ્યુલર રીયાઝ કરી શકું છું. ટ્રાવેલિંગ દરમિયાન જૂદા જૂદા પ્રકારના મ્યુઝીક સાંભળું છું. જેના કારણે નવા નવા પ્રકાર વિશે જાણી અને શીખી શકું.

— બોલિવૂડમાં સિંગર્સ એક્ટીંમાં કરિયર બનાવી શક્યા નથી.

એક્ટિંગ કરવી એ મારા માટે મારા નવા ટેલેન્ટને બહાર લાવવાની વાત છે. કારણકે હું પહેલા એડ્સ કરતો. મને બહું રસ હતો નહીં પણ કોઇ સારી સ્ટોરી હોય તો હું મારી જાતને કઇક અલગ બતાવી શકું. સાચું કહું તો એક્ટિંગ પછી હું મારી પોતાની ઘણી નજીક આવી ગયો. તેનાથી મારા લેવલનું એક નવું પાસું ખૂલ્યું. મને કઇક નવું શીખવા મળ્યું.

      મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment