કોમેડી શોના માસ્ટર બ્લાસ્ટર ગણાતા કપિલ શર્મા હવે કોમેડિયન બાદ એક્ટર તરીકે પણ પોતાની જાતને પૂરવાર કરવામાં આગળ વધી રહ્યા છે. 2015માં આવેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરૂ’ બાદ તેઓ ફરીથી તેમની બીજી ફિલ્મ ‘ફિરંગી’ લઇને આવ્યા છે. જે આજ રોજ રીલીઝ થઇ રહી છે. પહેલેથી જ એક્ટિંગ કરીયર પસંદ કરનાર કપિલ અમૃતસરમાં થિયેટર કરતા હતા. જેમાં તેઓ સિરિયસ રોલ પ્લે કરતા હતા. 2007માં આવેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ શો દ્વારા તેમને નવી ઓળખાણ મળી અને પછી કપિલ ટેલિવિઝનના અનેક શો હોસ્ટ કરતા જોવા મળ્યા. 2013માં કલર્સ ટીવી પરના શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ દ્વારા તેમણે પોતાની એક અલગ જ છાપ દર્શકોના મનમાં જમાવી અને ચાર વર્ષ ચાલેલા આ શોએ ખૂબ સફળતા મેળવી. સોની ટીવી પર પણ ‘ધ કપિલ શર્મા શો’ એક વર્ષ ચાલ્યો. કપિલ શર્માએ પોતાના જીવનમાં અને કરિયરમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. પોતાની ફિલ્મ ‘ફિરંગી’માં તે એક અલગ જ જોનર સાથે જોવા મળવાના છે, ત્યારે તેમની સાથે થયેલી રૂબરૂ મુલાકાત દરમિયાનની તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો.

ફિલ્મ ‘ફિરંગી’ની વાર્તા વિશે અને આપના પાત્ર વિશે જણાવશો.

આ એક પિરીયડ ફિલ્મ છે. 1920ની એક સ્ટોરી બનાવી છે. જે એક ફિક્શન સ્ટોરી છે. ફિલ્મના ડિરેક્ટર રાજીવ મારા બાળપણના મિત્ર છે. તે મારા સ્કુલના સમયથી મને ઓળખે છે. અમારા બંનેના મનમાં એક વાત હતી કે પાર્ટીશનના પહેલાના સમયના પહેલાની જેટલી પણ ફિલ્મ આવે છે, તેમાં એક દર્દ અને ઇતિહાસ દેખાડવામાં આવે છે. જે સચ્ચાઇ છે, જેને બદલી શકવાના નથી. મારી જે ઇમેજ છે અને દર્શકો મારી ફિલ્મ જોવા પૈસા ખર્ચીને જાય તો હું તેમને વધારે રડાવીશ નહીં. મારી ફિલ્મ જોઇને લોકો હસતા બહાર નીકળે તેવો પ્રયત્ન કરીશ. તે સમયે ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું. નોન કો-ઓપરેશન ચળવળ ચાલી રહી હતી. તે સમયે દરેક વ્યક્તિ જ ક્રાંતિકારી હતા તેવું કહી શકાય નહીં. લોકોનું જીવન તો ચાલતું જ હતું. ઘણા લોકો એવા હતા જેમને પોતાના પરિવારની પહેલા ચિંતા હતી.

જેના ઘરમાં બે વખતના ખાવાની તકલીફ હોય તેને પહેલા પોતાનું ઘર જ યાદ આવે છે. આ એવા જ પાત્રની વાર્તા છે. તેને નોકરી જોઇએ છે. તે કોઇને પ્રેમ કરે છે. તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. તે સમય એવો હતો કે લવ મેરેજ તો શક્ય જ નહોતા. એક એવા વ્યક્તિની વાત છે જે કોઇ કામ કરતો નથી. ઘરના લોકો તેને સતત મેણા ટોણા મારતા રહે છે. તેને નોકરી મળે છે, તો તે લગ્ન કરવા જાય છે. છોકરીના દાદજી ગાંધીવાદી હોય છે. તે કહે છે કે અમે અઁગ્રેજોને બહાર કાઢવા માંગીયે છીએ અને તું એમને ત્યાં જ નોકરી કરે છે. તેના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય છે. તે પોતાના પ્રેમ માટે થઇને જંગની શરૂઆત કરે છે અને કઇ રીતે તેનો સ્વભાવ દેશભક્તિમાં બદલાઇ જાય છે તે ફિલ્મમાં જોવા મળશે. એક સમયે તેને અંગ્રેજ સારા લાગતા હતા કારણકે તેને સારો અને સમયસર પગાર આપતા હતા. ફિલ્મમાં અનેક બાબતો જોવા મળશે. 100 વર્ષ જૂના સમયનો પ્રેમ કેવો હતો તે પણ દર્શાવાયુ છે.

આ ફિલ્મ માટે કે તમારા પાત્ર માટે કોઇ ખાસ તૈયારી કરવી પડી.

આ ફિલ્મની વાર્તા મારી સામે જ તૈયાર થઇ હતી. તેથી મને જોઇને જ ફિલ્મની વાર્તા લખાઇ, જેથી હું જેમાં વધારે જસ્ટીફાઇ કરી શકું તેવા જ એલીમેન્ટ્સ મૂકવામાં આવ્યા હતા. પોલીસનો યુનિફોર્મ પહેરી લેવાનો અને વ્યક્તિ તો અંદરથી એવો જ હોય છે. મારા પિતાજી પણ પોલીસમાં હતા તો યુનિફોર્મ મને ક્યારેય નવો લાગ્યો જ નથી. આ ફિલ્મની વાર્તા પંજાબ આધારીત છે. પાર્ટીશન પહેલાનું પંજાબ જે હતું તેના પરની વાર્તા છે. તેથી ઘણી બધી બાબતો એવી હતી કે મને તેના વિશે પહેલેથી જ જાણકારી હતી. મારા દાદાજી પાકિસ્તાનથી માઇગ્રેટ થઇને અહીં આવ્યા હતા. તેમનો જન્મ લાહોરમાં થયો હતો. મારા પિતાજીનો જન્મ ભારતમાં થયો હતો. તેથી ઘણી બધી બાબતો હતી જેની જાણકારી મને પહેલેથી જ હતી. જે મને ઘણી મદદરૂપ બની. હું પંજાબમાં જ મોટો થયો છું અને ફિલ્મમાં પણ પંજાબનું કલ્ચર દેખાડવામા આવ્યુ છે. તેથી વધારે મુશ્કેલી પડી નહોતી.

તમારા જીવનમાં જે ઘટનાઓ બની તેમાંથી તમે બહાર કઇ રીતે આવ્યા.

હું એમ માનું છું કે લોકો મને ખૂબ પ્રેમ કરે છે પરંતુ અંતે હું પણ એક સામાન્ય વ્યક્તિ જ છુ. મારું મગજ બાળક જેવું છે, તેથી ક્યારેક કાબુમાં રહી શકતો નથી. જ્યારે લોકોનો પ્રેમ મળે છે, મારા ફેનનો મને જે સપોર્ટ મળે છે, તે ઘણીવાર ખૂબ મદદરૂપ સાબિત થાય છે તેવુ મને લાગે છે. તેમના પ્રેમના કારણે જ મને ફરીથી હિંમત મળે છે. ક્યારેક વ્યક્તિ ડાઉન થઇ જાય છે. આમ પણ આર્ટીસ્ટ વ્યક્તિ થોડા મૂરખ અને લાગણીશીલ હોય છે. તેમાં હું મારી વાત ખાસ કરીશ કે ક્યારેક એવું થઇ જતું હોય છે.

કોમેડી જોનર તમારા માટે કેટલું મુશ્કેલ છે.

કોમેડી મુશ્કેલ છે. મુશ્કેલ હોવાનું ખાસ કારણ કે લોકોની લાઇફ ખૂબ જ સ્ટ્રેસફુલ બની ગઇ છે. દરેકની લાઇફમાં બાળકો, પરિવાર, બિઝનેસને લઇને કઇકને કઇક મુશ્કેલી ચાલતી રહેતી હોય છે. તેવા સમયે હું સ્ટેજ પર ઊભો છું અને ચાર લોકો હસી રહ્યા છે, તે જોઇને મને ખૂબ જ આનંદ થાય છે.  લોકોનો પ્રેમ છે જે આ બધુ કરાવે છે.

તમારા કોમેડી જોનર કરતા આ ફિલ્મનો રોલ થોડો અલગ છે.

શૂટીંગ હસી-મજાક સાથે ચાલે છે, પણ જ્યારે ફિલ્મનું શૂટીંગ હોય ત્યારે એક લીમીટમાં બંધાઇને કામ કરીએ છીએ. જે હું ખૂબ જ સિરિયસલી કરતો હોઉ છું કારણકે મને ખબર હોય છે કે તેમાં મારા પૈસા લાગેલા હોય છે.

એક્ટર બનવાની અને કોમેડી જોનરની પસંદગી કેવી રીતે કરી.

મારા જીવનમાં કોમેડી પણ આકસ્મિક રીતે જ શરૂ થઇ. હું પહેલા અમૃતસરમાં સિરિયસ થિયેટર કરતો હતો. તે સમયે ક્યારેય કોમેડી રોલ ભજવ્યા નહોતા. સિરિયસ પ્લે અને સિંગીંગ કરતો હતો. જ્યારે લાફ્ટર ચેલેન્જમાં જવાનો હતો તે સમયે મને ઘણા લોકોએ પૂછ્યું પણ હતું કે તું કોમેડી કરી શકીશ. આજે લોકોના પ્રેમના કારણે તમે મને કોમેડીયન તરીકે જોઇ રહ્યા છો. તે સમયે એક શો કરવાના પચાસ રૂપિયા મળતા હતા. એક અઠવાડિયું પ્રેક્ટીશ કરતા અને છેલ્લે દિવસે શો કરતા હતા. એક્ટીગનો શોખ મને નાનપણથી જ રહ્યો છે. વન લાઇનર કરે છે જેને આપણે સ્ટેન્ડ અપ કોમેડી કહીયે છીએ તે અલગ વસ્તુ છે. જ્યારે અમે લોકો કોસ્ચ્યુમ ડ્રામા કરીયે છીએ તો તે એક્ટીંગ જ હોય છે. તેમાં અલગ અલગ પાત્ર ભજવતા રહીયે છીએ. કોમેડી સરકસથી લઇને અત્યાર સુધી જેટલું પણ કામ કર્યું તેમાં મને પોતાને પોલીસ કરવાની તક મળે છે.

મુંબઇએ કેટલી મહેનત કરાવી.

હું જ્યારે મુંબઇ આવ્યો ત્યારે 1200 રૂપિયા સાથે લઇને આવ્યો હતો. તે સમયે ખબર નહોતી કે સ્ટ્રગલ કરવા ક્યાં જવાનુ હોય છે. મુંબઇમાં મીરા રોડમાં રહેતો હતો. તે સમયે મનમાં એવું હતું કે બચ્ચન સાહેબના ઘર પાસે જઇને ઊભા રહો તો કોઇને કોઇ તમને લઇ જશે. મિથુન દાની એક ફિલ્મમાં જોયું હતું કે તેમને જૂહુ બીચ પર ડાન્સ કતા જોઇને પસંદ કરી લેવામાં આવે છે. 1200 રૂપિયા પૂરા થયા તો પાછો ઘરે ગયો. મારો એક મિત્ર મુંબઇથી આવ્યો હતો તે પણ મારી જેમ સ્ટ્રગલ જ કરતો હતો. તેણે મને પૂછ્યું કે ક્યાં ઓડિશન આપ્યા તો મેં કહ્યું કે જૂહું બીચ અને બચ્ચન સરના ઘરની બહાર ઊભો રહેતો હતો. તે સમયે તેણે જાણકારી આપી કે અંધેરીમાં પ્રોડક્શન હાઉસ છે, ત્યાં ઓડિશન અપાય છે. જોકે તે સમયે જ લાફટર ચેલેન્જનું ઓડિશન અમૃતસરમાં આવ્યું હતું અને મને ઘર આંગણેથી જ લઇ ગયા.

તમારા કોઇ જોકથી લોકોને હસવું ન આવ્યુ હોય તેવી ઘટના બની છે.

ના એવું થયું નથી પણ એક ઘટના જરૂર કહીશ. આઠ નવ વર્ષ પહેલાની વાત છે, તે સમયે કોમેડી નાઇટ્સ કપિલ શરૂ થયો નહોતો. અમે સાઉથમાં એક ફોરેન ફેમીલીના એક પ્રસંગે ગેસ્ટ તરીકે ગયા હતા. તેમનામાં કોઇ રીવાજ હોય છે કે દીકરી 12 વર્ષની થાય તો સાડી પહેરાવવાની વિધી કરવામાં આવે છે. ખૂબ પૈસાદાર લોકો હતા. અમે ત્રણ ચાર સિંગર, કોમેડીયન આર્ટીસ્ટ હતા. તે સમયે અમારી બેઠક અને તેમનું સ્ટેજ અલગ હતું. લોકોને અમે પાછળ ફરી ફરીને જોઇ રહ્યા હતા. થોડો સમય મેં જોક કહેવાનું શરૂ રાખ્યું પછી મને પરસેવો થવા લાગ્યો. મારી પછી એક સિંગરનો વારો હતો તેની સ્થિતી પણ એવી જ થઇ. એક જાદુગર હતો તેણે છોકરીના કાકાને ગાયબ કરી દીધા હતા. તો લોકો તેની પાછળ પડ્યા હતા. મેક્સિકોથી આવેલો તે જાદુગર અમારા કરતા વધારે ચાલી રહ્યો હતો તે અમને જોવા મળ્યું.

ઇન્ડસ્ટ્રીમાં કોની સાથે કામ કરવાની ઇચ્છા છે.

દિપીકા અને કંગના ખૂબ જ સારી એક્ટ્રેસ છે. કોમિક ટાઇમિંગમાં મને અરસદ વારસી ખૂબ પસંદ છે. મહેબૂબ સર ખૂબ પસંદ હતા. શાહરૂખ ભાઇની અક્ષયપાજીની કોમિક ટાઇમિંગ પણ ખૂબ જ સારી છે. આ બધા સાથે કામ કરવાની ઇચ્છા છે. ખાસ કરીને બચ્ચન સર સાથે, મારી આ ફિલ્મમાં તેમણએ વોઇસ ઓવર દીધો છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment