સુંદર વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ એક સુંદર ઘર એક સુંદર પરિવાર રચે છે. શું સુંદર દેખાતી દરેક વસ્તુમાં સુંદરતા વસેલી હોય છે? અજાણ્યા ક્ષેત્રોમાં ડોકીયું કરતી કલર્સની તાજેતરની સુપરનેચરલ પ્રસ્તુતિ છે, તંત્ર જે કાળા જાદુની દુનિયા અને તેની દુષ્ટ અસરોને ફંફોસે છે. શોને જાદુ-ટોણા, ગુઢવિદ્યા અને અગોચર તત્વોની પારિવારિક ડ્રામામાં લપેટાયેલી  કુતુહલપૂર્ણ કહાણી છે.

‘તંત્ર’ એક એવા પરિવારની કહાણી કહે છે, જે જાદુટોણાના સકંજામાં સપડાયેલ છે. ધનાઢય ખન્ના પરિવાર પોતાના શમણાંના ઘરમાં રહેવા જાય છે પણ તંત્ર બિહામણી વિદ્યાનો કમનસીબ ભોગ બને છે. પ્રતિપક્ષ તો આ ઘર પોતે જ છે, જેની વિચિત્ર અસરો આ જગ્યાને તેના રહેવાસીઓ માટે રહેવા માટે અયોગ્ય અને દુઃસ્વપ્ન જેવી બનાવે છે.

અભિનેત્રી સરગુન કૌર મુખ્ય નાયિકા, નિયતિ ખન્નાની, જયારે અભિનેતા ગૌતમ વિજ તેણીના પ્રેમી, અક્ષતની ભૂમિકા ભજવે છે. સુપરનેચરલ થ્રિલર જાણિતા ટેલિવિઝન અભિનેતા મનિષ્ ગોએલના કમબેકનું પ્રતીક રહેશે અને જુહી પરમાર પૃથ્વી અને સુમતિ ખન્ના તરીકે દેખાશે.

આ રોમાંચક પ્રકાર અંગે બોલતાં, નૈના ઇલેવિઆ જય પુરિઆએ કહ્યું, “કલર્સ ખાતે અમે પોતાના દર્શકોને હંમેશા અલગ અને વિવિધતાપૂર્ણ વિષય વસ્તુ પસંદગીઓ અને અનુભવો પૂરા પાડેલ છે. અમારી કુતુહલપૂર્ણ અને જકડી રાખનાર ગાથાઓ કહાણીઓ કહેવા અને કદમાં દર્શકોને જોડી રાખવા અને બેન્ચ માર્કસ સ્થાપિત કરવાનુ ચાલુ રાખે છે. તંત્ર સાથે, વધુ એક રસપ્રદ અને કુતુહલપૂર્ણ પ્રકારને ફંફોસી રહેલ છીએ, જે ચોકકસપણે દર્શકોને પોતાની બેઠકની ધાર પર રાખનાર અનુભવ પૂરો પાડનાર છે.”

શોના વિષયવસ્તુ અંગે બોલતાં, મનિષા શર્માએ કહ્યું, “ભારતીય દર્શકો હંમેશા અગોચર કહાણીઓથી અભિભૂત રહેલ છે. કહાણીઓ આપણને આપણા બાળપણમાં પાછા લઇ જાય છે, એવા સમયમાં જયારે પરી–કથાઓ અને સરસ્યમય કહાણીઓમાં માનવાનું સહજ હતું. ભલે પછી તે કોસ્ચ્યુમ્સ, VFX, પ્રોપ્સ કે પછી સેટસ હોય, દર્શકો હંમેશા રહસ્યમય દુનિયાની વણસ્પર્શી કહાણીઓમાં રસ ધરાવે છે. અમારા શોમાં પ્રતિ પક્ષ એક ઘર છે, જેની પોતાની ઇચ્છા છે. શું નિયતિ ઘરમાં વસેલ દુષ્ટ આત્માઓના શિકંજામાંથી પોતાના પરિવારને બચાવવામાં સફળ રહેશે? ‘તંત્ર’ આ તમામ અને વધુ દર્શકો માટે ફંફોસશે.”

સ્વસ્તિક પ્રોડકશન્સના લેખક, નિર્માતા અને તંત્રના રચયિતા, શ્રી સિદ્ઘાર્થ કુમાર તિવારી,“કાળા જાદુ હેઠળ સપડાયેલ, એક ઘરની કહાણી, તંત્ર એક પ્રગતિશીલ શો છે જે દર્શાવે છે કે કાળો જાદુ કરવાનું સારી બાબત નથી અને તેના ઘટનાક્રમો, ભયંકર હોઇ શકે છે. સબંધોમાં જટિલતાઓ જે પરિવારનો દરેક સભ્ય એક બીજાની સાથે રાખતો હોય છે તે તેમજ પરિવારની ગતિશીલતા પણ કહાણીમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તંત્ર સુપરનેચરલ પ્રકારમાં  સ્વસ્તિકનું પ્રથમ પગરણ છે. જેમાં અમે અમારા દર્શકો સમક્ષ એક એવું ઘર લાવી રહેલા છીએ જે સાચે જ ‘જિવંત’ છે, એક પરિવાર જે એક એવા અંધારાનો સામનો કરશે જે કાળા જાદુ સાથે આવે છે અને એક કહાણી જે દર્શકોને VFX, સેટસ, પ્રોપ્સ વગેરે મારફત જકડી રાખનાર હશે. જે ભારતીય ટેલિવિઝન પર સુપરનેચરલની દુનિયામાં અગાઉ કયારેય જોવા મળેલ નથી.”

નિયતિ ખન્નાની ભુમિકા ભજવતી સરગુન કૌરે હ્યું, “નિયતિ એક વ્યવહારુ યુવતી છે જે પાખંડમાં માનતી નથી. તેણીએ માનવું રહે છે કે તેણીનો પરિવાર તંત્રના દુષ્ટો સાથે ટકરાઇ રહેલ છે અને પોતે એક માત્ર વ્યક્તિ છે જે સાચે જ પોતાના પરિવારને આની દાઝથી બચાવી શકે તેમ છે. કલર્સની સાથે પહેલી વખત કામ કરવા બાબતે હું અત્યંત રોમાંચિત છું  અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળવા બાબતે મને  આશા છે. ”

અક્ષતની ભૂમિકા ભજવતા ગૌતમે કહ્યું, “અક્ષત નિયતિના પ્રેમીની ભૂમિકા ભજવે છે. તે પોતાની પ્રમિકા માટે  અપરંપાર સમર્પિત છે. જયારે નિયતિનો પરિવાર તેઓના જીવન સુરક્ષિત કરવા તેણીના પર નિર્ભર હોય છે, તો એ અક્ષય જ છે જે નિયતિનો શક્તિસ્તંભ બની રહે છે. કલર્સ સાથે મારો આ પ્રથમ શો છે અને વિષયવસ્તુ કેડી કંડારનાર છે. મને ખાતરી છે કે આ દર્શકોનું મનોરંજન કરશે.”

સુમતિ ખન્નાની ભૂમિકા ભજવતી જૂહી પરમારે કહ્યું, “એક વખત ફરીથી કલર્સ અને સ્વસ્તિક પ્રોડકશન સાથે હોવા બાબતે હું ખુશ છું. મારા માટે  આ ઘરે પાછા ફર્યા જેવું છે. પણ આ ભૂમિકા મારી છેલ્લે વાળી હતી તેના કરતાં તદ્દન અલગ છે. મારું પાત્ર સુમતિ ભગવાનમાં માનનાર સ્ત્રી તથા એક માતાનું  છે. આના અનોખા વિષયવસ્તુના કારણે હું દર્શકોની પ્રતિક્રિયા માટે  આતુર છું”.

પરિવારના મુખિયા પૃથ્વી ખન્નાની ભૂમિકા ભજવતા, મનિષ ગોએલે કહ્યું, “કલર્સ સાથે મારો આ પ્રથમ શો છે અને હું આ જોડાણ માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલ છું. પૃથ્વી ખન્નાની મારી ભૂમિકા એક નાસ્તિકની છે પણ વાસ્તવિક જીવનમાં હું ભગવાનમાં મકકમપણે માનનારો છું. શો સારી રીતે કન્સેપ્ચ્યુઅલ કરવામાં આવેલ છે અને કેટલાંક સરસ પાત્ર નિરૂપણો પણ છે. મને આશા છે કે દર્શકો અમારા પ્રયાસોની કદર કરશે અને આ શોને ભારે સફળતા અપાવશે. ”

તંત્રએ અમુક વ્યક્તિઓ જ સમજી શકે છે અને તંત્રની વાસ્તવિકતા સામે મોઢા–મોઢ આવે છે ત્યારે ખન્ના પરિવારે આ દૂષણ સાથે લડવા એકસાથે આવવું પડશે. આ ઉત્તજનાત્મક કહાણી ચોકકસપણે દર્શકોને તેઓની જગ્યા પર અધ્ધર રાખનાર નીવડવાની છે.

 

Loading

Spread the love

Leave a Comment