બોલિવૂડની જાણીતી અભિનેત્રી પદ્મિની કોલ્હાપૂરીનો દિકરો પ્રિયંક શર્મા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સબ કુશલ મંગલ તેની પહેલી ફિલ્મ છે. જેમાં તે રવિ કિશનની દિકરી રીવા કિશન સાથે જોડી જમાવશે. સાથે જ આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળશે. પ્રિયંક સાથે થયેલી ફિલ્મ અંગેની વાતચિત.

તમારી આ પહેલી ફિલ્મ છે. તેના વિશે શું કહેશો?

હું રાહ જોઇ રહ્યો છું જાન્યુઆરી 3, 2020ની અને આશા રાખું છું કે પ્રેક્ષકો આવે, મને જુએ અને મને પસંદ કરશે.

આ ફિલ્મ રીલિઝ થઇ રહી છે, ત્યારે શું અનુભવો છો?

એ જ કે આ મારી પહેલી ફિલ્મ છે અને તે માટે ઉત્તેજના અનુભવું છું. તે સાથે પ્રેક્ષકો કેવો પ્રતિભાવ આપશે તે અંગે વિચારીને થોડી નર્વસનેસ પણ લાગે છે. થોડી ચિંતા પણ થાય છે કે કોણ જાણે શું થશે.

આ ફિલ્મ માટે તમે કેવી તૈયારી કરી?

મેં આ ફિલ્મ માટે ખાસ તાલીમ લીધી છે. અભિનય કરતી વખતે ક્યારેક હાર્ટબીટ્સ પણ વધી જતી હતી. ખૂબ મહેનત કરી છે. હા, તમને એટલું ચોક્કસ કહીશ કે મારી આ પહેલી ફિલ્મ હોવાથી મારા માટે પ્રાર્થના ચોક્કસ કરજો કે ફિલ્મને પ્રેક્ષકો સ્વીકારે.

તમારા પાત્ર વિશે કંઇ કહેશો?

આ ફિલ્મમાં મારા પાત્રનું નામ પપ્પુ મિશ્રા છે અને હું એક રીપોર્ટર બન્યો છું. આમાં મારું પાત્ર પત્રકારનું છે. જે એક શહેરમાં શિફ્ટ થાય છે. ત્યાં એ એક એન્કરની કામગીરી કરે છે. એનો એક શો મુસીબત ઓઢ લી મૈંને-મેરે સાથ જેનું નામ છે. એ આત્મવિશ્વાસથી ભરપૂર સ્ટ્રીટબોય છે. એ જાણીતો છે, એનામાં તમને વાસ્તવિકતા જોવા મળે છે. એ લોકપ્રિય છે, લોકો તેને મળે છે, શેકહેન્ડ્સ કરે છે, ફોટોઝ લે છે અને એ પણ એવો સ્માર્ટ છે કે સૌની સાથે હળી-મળી જાય છે.

બોલિવૂડમાં એન્ટ્રી માટે આ ફિલ્મ કેમ પસંદ કરી.

આ સ્ક્રિપ્ટ માટે મારી સાથે જે પહેલું નેરેશન હતું એટલે કે હું તે બેસીને સાંભળું છું, ત્યારે જેવી મેં સ્ક્રિપ્ટ સાંભળી કે મને લાગ્યું કે આ જ સ્ક્રિપ્ટ યોગ્ય છે. આ જ મારા માટે યોગ્ય છે. કેરેક્ટર, ડિરેક્ટર, બધાં જે સંકળાયેલા છે, તેનાથી મને લાગ્યું કે બસ, આ જ બરાબર છે. બીજા શબ્દોમાં કહું તો આપણે જેને અંતરાત્માનો અવાજ કહીએ છીએ તેમ મને અંદરખાને જ થયું કે બસ, આ જ ફિલ્મ અને પાત્ર મારા માટે યોગ્ય છે.

ફિલ્મની પસંદગી સ્ક્રિપ્ટ મુજબ કે કેરેક્ટર મુજબકરવાનું પસંદ કરશો?

બંનેનો વિચાર કરીને પસંદગી કરીશ. સ્ક્રિપ્ટ જે રીતે લખવામાં આવી હોય તે મુજબ પાત્ર પણ હોય છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના છે, સતીશ કૌશિક, સુપ્રિયા પાઠક, અનન્યા, અબ્બાસ વગેરે બધા અનુભવી અને મહાન કલાકારો છે. મને લાગે છે કે હું એવો કલાકાર છું, જેમને આવા મહાન કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો.

સ્ટાર કીડ તરીકે તમે કેટલું પ્રેશર અનુભવો છો ?

તમે જે પ્રેશરની વાત કરો છો, તેના વિશે લોકો કહેતાં રહેતા હોય છે. તેઓ કહેતા હોય છે, આટલું પ્રેશર છે શું કરશો, તમારું ફોર્મ, વિશ્વાસ વગેરે કહેતા હોય છે, પણ હું એ અંગે કંઇ વિચારવા નથી માગતો. કેમ કે હું પ્રેશર લઇને કામ નથી કરી શકતો. હું માનું છું કે મારે સારું કામ કરવું છે. મારી પાસે જે કંઇ છે, તે 100ટકા આપવું છે. મારે મહેનતપૂર્વક કામ કરવું છે. મારા કામ પ્રત્યે પૂરતી નિષ્ઠા દાખવવી છે. આગળ વધવું છે, તો મારે આ બાબતે કંઇ વિચારવું જ નથી. હું તો માત્ર એટલું જ કહીશ કે મારું બેકગ્રાઉન્ડ ફિલ્મી છે.

તમે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવો છો, તો તમને આ ફિલ્મ માટે ઘરેથી શું મદદ મળી?

મને શીખવા મળ્યું કે સ્પોન્ટેનિયસ રહો, કોઇ પ્રકારની ગણતરી ન કરતો. જેમ કે, સેટ પર કોઇ અમુક પ્રકારનું વર્તન કરે છે, તો એ મુજબ રીએક્ટ નહીં કરવાનું. તમારામાં જે ટેલેન્ટ છે, તે મુજબ નેચરલ રહો અને કામ કરો. જે પ્રક્રિયા છે, જે તમારી જર્ની છે, તેને માણો. જો તમે તમારા કામને કામ તરીકે લેશો, તો કામ નહીં કરી શકો. આગળ નહીં વધી શકો. તેથી સ્પોન્ટેનિયસ રહો.

આ ફિલ્મથી તમે ડેબ્યૂ કરી રહ્યા છો, તે અંગે શું કહેશો?

આ ખૂબ મોટી વાત છે. પ્રોડક્શન હાઉસ મોટું છે. તમને ભવ્યતાથી અને સારી રીતે લોંચ કરવામાં આવી રહ્યા છે અને તે અલગ છે. તમે સમજી શકો છો અન્ય સ્ટાર કિડ્સ કરતાં મારું લોંચિંગ અલગ છે.

કેટલું મુશ્કેલ લાગી રહ્યું છે કે પડકારજનક લાગે છે?

મને કંઇ અલગ કે મુશ્કેલ નથી લાગી રહ્યું. મને નથી લાગતું કે બધા લોકો સ્ટાર્સ બની શકે કે સારી રીતે લોંચ થાય. આમાં કંઇ પડકારરૂપ નથી. હું માનું છું કે તમે તમારા મનથી કામ કરો. મારી આ પહેલી ફિલ્મ છે અને તેમાં પણ હું અક્ષય ખન્ના સર સાથે કામ કરી રહ્યો છું. એ મારા માટે મોટી વાત છે. તે સાથે જ નીતિન મનમોહન સર ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે. એમણે મારી ખૂબ સંભાળ રાખી છે. એટલે સુધી કે કોઇ પણ તબક્કે મને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું તેમણે ધ્યાન રાખ્યું છે.

તમને એવું નથી લાગતું કે જ્યારે કોઇ મોટું પ્રોડક્શન હાઉસ તમને લોંચ કરી રહ્યું હોય, તમારી સાથે મોટા કલાકારો હોય તો મનમાં થાય કે હું ગ્રેટ છું? સ્પેશિયલ છું?

ના એવું કંઇ નથી કેમ કે હું જાણું છું કે મારી સાથે ડિરેક્ટર છે, પ્રોડ્યુસર્સ છે. મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે મને આ મોકો મળ્યો. હું માનું છું કે મને આ મોકો મળ્યો છે એ ખરેખર સમણું સાકાર થવા સમાન છે.

બોલિવૂડમાં કયા એવા સ્ટાર્સ છે જે તમને ગમતા હોય?

અત્યારે તો રીવા કશન-જે એક યુવતી આ ફિલ્મમાં મારી કો-સ્ટાર છે, તે મને પસંદ છે.

તમારી મમ્મીની એવી કઇ ફિલ્મ છે જે તમારા હૃદયને સ્પર્શી ગઇ હોય?

એવી ઘણી ફિલ્મ છે, જે મને ગમી ગઇ હોય, પણ સૌથી વધારે મને ફિલ્મ `પ્રેમરોગ’ ગમી છે.

સ્ટાર કિડની ફિલ્મ તરીકે તમને પ્રેક્ષકો સ્વીકારશે એવું લાગે છે?

સ્ટાર કિડ તરીકે તો નહીં, પણ પ્રેક્ષકો મને કલાકાર તરીકે સ્વીકારે તો મને વધારે ગમશે. એ માટે મારે ખૂબ મહેનત કરવી પડશે અને એટલી મહેનત કરવા માટે હું તૈયાર છું. ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા અભિનેતાઓ છે, જે સ્ટાર કિડ હોવા છતાં તેમણે પોતાની મહેનતથી, ટેલેન્ટથી પોતાનું સ્થાન બનાવ્યું છે. જેમ કે, વરુણ ધવન, શાહિદ કપૂર,

Loading

Spread the love

Leave a Comment