બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ કિડ્સ ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે જ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કેટલાક એક્ટર્સ પણ માયાનગરીમાં પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.  નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કલાકારોને સરળતાથી બોલિવૂડમાં તક મળતી નથી. જ્યારે પણ તક મળે છે, તો દર્શકો પર પોતાનો જાદુ ચલાવવાની તક ઝડપી લે છે. આવા કેટલાક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કલાકારો વિશે જાણીયે કે જેઓ આ વખતે બોલિવૂડના સ્ટાર કિડ્સ સાથે સ્પર્ધામાં ઉતરવા તૈયાર છે.

આ વર્ષની શરૂઆતની વાત કરીયે તો નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા ટીવી એક્ટર્સમાં ફિલ્મ ‘ઊરી’ માં મોહિત રૈના, ફિલ્મ ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’ માં અંકિતા લોખંડે આ બંને કલાકારોએ દર્શકોના દિલ જીતી લીધા. અનેક વેબ સિરીઝમાં કામ કરી ચૂકેય શ્રેયા ધનવંતરી ઇમરાન હાશમી સાથે ‘વ્હાય ચીટ ઇન્ડિયા’ માં જોવા મળી. મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં એક્ટિંગ કરીને બેસ્ટ એક્ટિંગનો ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલી શ્રદ્ધા શ્રીનાથ પણ ફિલ્મ મિલન ટોકીઝથી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. આ જ રીતે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રી રેગિના કાસંડાએ પણ અનિલ કપૂર અને સોનમ કપૂર સાથે બોલિવૂડની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ થી એન્ટ્રી કરી છે. આ સિવાય પણ અનેક કલાકારો છે, જે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તત્પર છે, તો કેટલાક કરી ચૂક્યા છે.

 1. તારા સુતારિયા

કરણ જોહરે તેના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં ટાઇગર શ્રોફની સાથે બે નવી હિરોઇનોને લોન્ચ કરી હતી. આ બે નવા ચહેરામાં પહેલી ડિઝની ઇન્ડિયામાં વીજે તરીકે કામ કરી ચૂકેલી તારા સુથરીયા હતી અને બીજી ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે હતી. ફિલ્મ જોયા પછી લોકોનું કહેવું છે કે તારા સુતારિયા એક અલગ છબી ઊભી કરી શકે તેવી શક્યતા છે.

 • ઇમલી શાહ

2014માં મિસ ન્યૂ જર્સી રહેલી ઇમલી શાહ ફિલ્મ ‘જંગલ ક્રાય’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગની ટ્રેનિંગ લઇ ચૂકી છે અને તે ઉપરાંત બેલે ડાન્સમાં પણ ટ્રેનિંગ લઇ ચૂકી છે.

 • સૌરવ ગુર્જર

રેસલરમાંથી એક્ટર બનેલા સૌરવ ગૂર્જર અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે અયાન મુખર્જી ડાયરેક્ટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. ટીવી સિરીયલોમાં ભીમ અને રાવણનું પાત્ર ભજવી ચૂકેલા સૌરવ ગૂર્જર ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’ માં નેગેટીવ રોલમાં જોવા મળશે. સૌરવ કહે છે કે તે મોર્ડન સમયની વાર્તા છે. જેમાં મેં નેગેટીવ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં બ્રહ્મના શસ્ત્રની વાત છે, તેથી તેનું નામ ‘બ્રહ્માસ્ત્ર’ છે.

 • શિવાલિકા ઓબેરોય

રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘પાગલ’ થી શિવાલિકા ઓબેરોય પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આ પહેલા તે ફિલ્મ ‘કિક’ અને ‘હાઉસફુલ 3’ માં સહાયક નિર્દેશક તરીકે કાર્ય કરી ચૂકી છે. આ ફિલ્મમાં તેની સાથે અમરીષ પૂરીનો પૌત્ર વર્ધન કપૂર છે. ફિલ્મમાં શિવાલિકા કોલેજમાં ભણતી યુવતીનું પાત્ર ભજવી રહી છે. શિવાલિકા કહે છે કે, હું હંમેશાથી એક્ટ્રેસ બનવા માગતી હતી. તેથી મેં પહેલા સહાયક નિર્દેશક તરીકે કાર્ય કરીને ફિલ્મ વિશેનું જ્ઞાન મેળવી લીધુ.

 • ઝટાલિકા મલ્હોત્રા

મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2014 રહી ચૂકેલી ઇટાલિકા મલ્હોત્રા પણ આ વર્ષે સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ ફિલ્મ ‘ટ્યૂસડે એન્ડ ફ્રાઇડે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે પૂનમ ધિલ્લોનનો દિકરો અનમોલ પણ જોવા મળશે.

 • નિત્યા મેનન

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની ઓળખ ઊભી કર્યા બાદ નિત્યા મેનન હાલમાં જ બોલવૂડની ફિલ્મ ‘મિશન મંગલ’ દ્વારા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂકી છે.

 • મેઘા આકાશ

2017ની એક્શન અને રોમાંચથી ભરપૂર તેલુગૂ ફિલ્મ ‘લાઇ’ માં એક્ટિંગ કરી ચૂકેલ મેઘા આકાશ હવે બોલિવૂડમાં સૂરજ પંચોલીની સાથે ફિલ્મ ‘સેટેલાઇટ શંકર’ થી એન્ટ્રી કરવા જઇ રહી છે.

 • વેદિકા કુમાર

કન્નડ, મલયાલમ અને તેલુગૂ ફિલ્મોની અદાકારા ઇમરાન હાશમીની ફિલ્મ ‘ધ બોડી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

 • વાલેનટીના કોરટી

તનિષ્ઠા ચેટર્જી નિર્દેશિત ફિલ્મ ‘રોમ રોમ મે’ દ્વારા નવાઝુદ્દીન સિદ્ધીકીની સાથે અભિનય કરનાર ઇટેલિયન એક્ટ્રેસ વાલેનટીના કોરટી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

 •  ઇશાન નકવી

બેડમિન્ટન ખેલાડી સાન્યા નેહવાલની બાયોપિક ફિલ્મ ‘સાન્યા’ થી ઇશાન નકવી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે શ્રદ્ધા કપૂરના કોચના પાત્રમાં જોવા મળશે.

 •  શક્તિ મોહન – વર્તિકા ઝા

ડાન્સ બેઝ્ડશોમાં પોતાની પ્રતિભા દેખાડ્યા બાદ શક્તિ મોહન અને વર્તિકા ઝા હવે રેમો ડિસૂઝા નિર્દેશિત ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે.

 • નંદિશ સંધૂ

અનેક ટીવી સિરિયલોમાં અભિનય કરી ચૂકેલ અભિનેતા નંદિશ સંધૂએ ઋતિક રોશનની સાથે ફિલ્મ ‘સુપર 30’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે.

Spread the love

Leave a Comment