કાર્તિક આર્યન ખૂબ ઝડપથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. યુવતીઓમાં તે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. યુવાવર્ગ તેમની ફિલ્મો અને એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. તે મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના છે. તે જ્યારે કોલેજમાં હતો ત્યારે જ લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા તેને મળી હતી. આ ફિલ્મમાં કાર્તિકનો ચાર મિનિટનો મોનોલોગ ખૂબ લોકપ્રિય થયો હતો. તે પછી તે ફિલ્મ આકાશવાણી, કાંચી – ધ અનબ્રેકેબલ, પ્યાર કા પંચનામા 2, ગેસ્ટ ઇન લંડન, લૂકાછૂપી અને પતિ, પત્નિ ઔર વો જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ લૂકાછૂપી અને પતિ,પત્ની ઔર વો બંને ફિલ્મો હિટ રહી. પોતાની આ ફિલ્મોની સફળતાથી કાર્તિક ખૂબ ખુશ છે. કાર્તિકના લિંકઅપની વાતો સારા અલી ખાન અને અનન્યા પાંડે સાથે સાંભળવા મળે છે, તો આ વાતોમાં કેટલી સચ્ચાઇ છે. સાથે જ હવે તે આજે રીલીઝ થઇ રહેલી ફિલ્મ લવ આજ કલ 2માં સારા અલી ખાન સાથે જોવા મળવાના છે. આ તમામ બાબતો, તેમજ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી લાંબી વાતચિત કાર્તિક સાથે થઇ.

ફિલ્મોની સફળતા વિશે શું કહશો.

એક કલાકાર પોતે જ ઇચ્છે છે કે તેની ફિલ્મો સફળ થાય. દર્શકોનો તેને પ્રેમ મળતો રહે. આ સમયની રાહ હું ઘણા વખતથી જોઇ રહ્યો હતો અને હવે તે સમય આવ્યો છે, તો હું ખૂબ ખુશ છું.

પતિ, પત્ની ઔર વોમાં બે હિરોઇનો વચ્ચે ફસાઇ ગયેલા હતા. વાસ્તવિક જીવનમાં આવું બને તો શું કરશો.

ફિલ્મ પતિ,પત્ની ઔર વો માં બે હિરોઇનો વચ્ચે ફસાવું તે સારી વાત હતી. ફિલ્મમાં મારી ખરાબ પરિસ્થિતીને જોઇને દર્શકોને ખૂબ મજા આવી હતી. જો રીયલ લાઇફમાં આવું થાય તો તે ખૂબ મુશ્કેલ સાબિત થઇ શકે છે. મારી હાલત ખૂબ ખરાબ થઇ શકે છે.

રીયલ લાઇફમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે સાથેના સમાચારોમાં સાચું શું છે.

સારા અલી ખાન અને અનન્યા પાંડે બંને મારી સારી મિત્ર છે. હાલમાં મારું કોઇની સાથે અફેર નથી. હું અત્યારે મારો પ્રેમ ફક્ત મારી એક્ટિંગ કરીયર પૂરતો સિમિત રાખવા માંગુ છું.

લવ અને રોમાન્સનું તમારા જીવનમાં શું સ્થાન છે.

લવ અને રોમાન્સનું જીવનમાં ખૂબ મહત્વ છે. હું એક રોમેન્ટિક વ્યક્તિ છું. પ્રેમને જીવનમાં કિંમતી સમજુ છું. હાલમાં મારું ધ્યાન ફક્ત મારા કરિયર પર રહેલું છે.

તમારી ફિલ્મોમાં ઘણા રીમિક્સ ગીતો પર ડાન્સ કર્યો છે. તેનો હિસ્સો બનીને કેવું લાગે છે.

ધીમે ધીમે….અને ચાહે મેરી જાન તૂ લેલે…ખૂબ લોકપ્રિય બન્યા છે. મને જૂના મેલોડિઝ ખૂબ પસંદ છે. હે રીમિક્સના જમાનામાં જૂના ગીતો નવી સ્ટાઇલમાં સાંભળવા મળે છે, તો સારું લાગે છે. હું પણ જૂના ગીતોના રીમિક્સ ગીતો કરી રહ્યો છું તો ખૂબ ગમે છે.

કોમેડી, રોમાન્સ અને એક્શન આ બધામાંથી ક્યા જોનરની ફિલ્મો કરવામાં વધારે મજા આવે છે.

હું કોઇ એક ઇમેજમાં બંધાઇને રહેવા માગતો નથી. આમપણ ફિલ્મોની પસંદગી કરવાવાળો હું કોઇ નથી. દર્શકોને જે ગમે તેવા પ્રકારનું કામ કરવું મને પસંદ છે. એક કલાકાર તરીકે હું હંમેશા અલગ અલગ પ્રકારના પાત્ર ભજવવાનું પસંદ કરીશ.

ઇન્ડસ્ટ્રીમાં ક્યા કલાકાર પસંદ છે.

અક્ષય કુમાર મારા ફેવરેટ એક્ટર છે. એકવાર તેમના મેનેજરે મને તેમની સાથે મુલાકાત કરાવી તો તેમને મળીને મને ખૂબ આનંદ થયો. ફિલ્મ લૂકાછૂપીમાં જ્યારે અમે અક્ષય કુમારની ફિલ્મ અફલાતૂનનું સોન્ગ પોસ્ટર લગવા દો બાઝાર મેં…કર્યું હતું તો તેમને ખૂબ ગમ્યુ હતું. તે પછી હું તેમને મળ્યો તો તેઓ ખૂબ ખુશ જોવા મળ્યા હતા.

લવ આજ કલ 2 વેલેન્ટાઇન ડેના દિવસે જ રીલીઝ થઇ રહી છે, તો કેવું લાગી રહ્યું છે.

ખૂબ આનંદની વાત છે કે એક લવસ્ટોરી લવ ડેના દિવસે રીલીઝ થઇ રહી છે. જેનો હું એક ભાગ છું.

ઇમ્તિઆઝ અલી સરની સાથેનો અનુભવ કેવો રહ્યો.

તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી અને અનુભવ પણ ખૂબ સરસ રહ્યો. તેમની સાથે પહેલીવાર કામ કરી રહ્યો હતો તો ઘણુબધુ શીખવા મળ્યું. મારા પાત્રને લઇને તેમણે મને જેટલી બાબતો સમજાવી અને શીખવાડી તે ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકની રહી હતી. મારું વીરનું પાત્ર અને રધુનું પાત્ર બંને ખૂબ જ મુશ્કેલ હતા. બંને પાત્રો એકબીજાથી અલગ હતા તો મારા મનમાં સતત તેનો વિરોધાભાસ ચાલતો રહેતો. વીરનું પાત્ર કોઇ બાબતમાં સમાધાન કરી શકે તેવું નથી. તેને લાઇફમાં દરેક વસ્તુ મેળાની ઇચ્છા છે. જ્યારે રધુનું પાત્ર ખુશનુમા છે પણ પોતાની દુનિયામાં મસ્ત છે. તે પોતાની હિરોઇનને કઇ કહેવા જાય તો શરમાઇ જાય કે ફ્રિઝ થઇ જતો હોય છે. વર્શોપમાં પણ સરે મને બંને પાત્રઓ સમજવામાં ખૂબ મહેનત કરાવી છે અને મારી પાછળ ખૂબ મહેનત કરી પણ છે. મને તેમની સાથે કામ કરાની તક આટલી જલદી મળી તેના માટે હું પોતાને નસીબદાર માનું છું.

સ્કુલ બોયનું પાત્ર ભજવવા માટે કેટલી તૈયારીઓ કરી.

મારે આ બંને પાત્ર વચ્ચે એક ઉંમરનો તફાવત દેખાડવાનો હતો. એક સ્ટોરી 1990ની છે. જેમાં સ્કુલના છોકરાની વાત છે. જેના માટે હું ઘણીબધી મેથડને ફોલો કરી રહ્યો હતો. હું રધુના પાત્રને પણ રીયલમાં જીવી રહ્યો હતો. સ્કુલના છોકરાની ભૂમિકા ભજવવા માટે મારે ખૂબ ઓછા સમયમાં 8-10 કિલો વજન ઘટાડવું પડ્યું હતું. તે જરૂરી હતું તેથી કર્યું. જે સ્ક્રિન પર પરફેક્ટ જોવા મળી રહ્યું છે. ઇમ્તિઆઝ સર પોતાના પાત્રને લઇને ખૂબ પરફેક્ટ રહ્યા છે. જે તેમણે મારા પાત્ર માટે પણ મહેનત કરીને સાબિત કર્યું છે.

ફિલ્મમાં પાત્ર પસંદ કરો છો કે સ્ટોરીને મહત્વ  આપો છો.

હું ફિલ્મોમાં સ્ટોરી પહેલા પસંદ કરું છું. ફિલ્મને હું થિયેટરમાં જઇને જોઇશ કે નહીં તે પહેલા વિચારું છું. તેથી ક્યાંકને ક્યાંક હું વિચારું છું કે તમારું પાત્ર સ્ટોરીને આધારીત જ આગળ વધતું હોય છે અને સ્ટ્રોંગ બનતું હોય છે. સ્ટોરી એક આખી ફિલ્મ છે, તેથી સ્ટોરી તેના પાત્ર કરતા વધારે મહત્વની હોય છે. તમે ફક્ત એક પાત્ર નથી ભજવતા પણ એક આખી ફિલ્મ કરી રહ્યા છો, તો તેમાં મારા માટે સ્ટોરી વધારે મહત્વની છે. તે સિવાય ફિલ્મને કોણ ડિરેક્ટ કરી રહ્યું છે, ફિલ્મની ટીમ કેવી છે. તે પણ મહત્વનું છે.

હવે પછી કઇ ફિલ્મોમાં જોવા મળશો.

લવ અજકલ 2 પછી હું ભૂલ ભૂલૈયા 2 અને દોસ્તાના 2 ફિલ્મમાં જોવા મળીશ.

Loading

Spread the love

Leave a Comment