ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ પાંદડાં જોઇને તમારું મન પણ પ્રફુલ્લિત થઇ જાય છે. ઘરની અંદર કે પછી તમારી બાલ્કનીમાં ફુલછોડ રોપવા તે કોઇ મુશ્કેલ કામ નથી. જે ફુલછોડની સંભાળ રાખવી સરળ હોય તેવા પર જ પસંદગી ઉતારવી જોઇએ. ઘરે ઉગાડવામાં આવતા ફુલછોડની સંભાળ પણ એટલી જ જરૂરી છે. તો તેના વિશે થોડું જાણીયે.

તડકો

જ્યારે પણ છોડ ખરીદો ત્યારે ફૂલછોડ વેચનારને પૂછી લો કે તેને દિવસ દરમિયાન કેટલા સૂર્યપ્રકાની જરૂર હોય છે. વજનદાર પાંદડાવાળા છોડને વધારે પાણીની જરૂર હોય છે.

ખાતર

છોડને વિકસવા માટે ખાતરની જરૂર પડે છે. તેથી છોડને તેનું જરૂરી પોષણ ખાતરના માધ્યમથી આપવું જોઇએ. પરંતુ દરેક છોડની જરૂરીયાત અલગ હોય છે, તેથી તેના માટે માળીની સલાહ લેવાનું ભૂલશો નહીં.

કટીંગ

કૂંડામાં રોપેલા છોડનું કટીંગ કરવાથી તેની લંબાઇ વધતી રહે છે અને પીળા પાન સાફ કરી દેવાથી છોડમાં કીટાણુ પણ લાગતા નથી. છોડનું કટીંગ ત્યારે જ કરો જ્યારે તેનો સારી રીતે ગ્રોથ થઇ રહ્યો હોય. તેનાથી તેમાં સડો થશે નહીં.

પાંદડાની સફાઇ

છોડના પાનને સાફ કરવા માટે ભીના કપડાંનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ધૂળ-માટી સાફ થઇ જાય છે અને તેના પર કીટાણુ લાગતા નથી. છોડને સારો એવો સૂર્યપ્રકાશ પણ મળી રહે છે. ફર્ન જેવા છોડ પર તમે પાણીનો સ્પ્રે કરી શકો છો.

મોટા છોડને કૂંડાંમાં રાખો

જ્યારે છોડ મોટા થવા લાગે છે,  તો તેમના મૂળને વધવા માટે વધારે જગ્યાની જરૂર ઊભી થાય છે. તેવામાં છોડને જૂના કૂંડામાંથી કાઢીને નવા અને મોટા કૂંડામાં શિફ્ટ કરી દેવા જોઇએ. નહીંતર કૂંડુ તૂટી શકે છે.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment