ઘર સુંદર લાગે તે માટે તેની કઇ રીતે અને કેટલી સજાવટ કરવી છે, તે દરેક ગૃહિણી વિચારતી રહેતી હોય છે. બીજા કરતા પોતાનું ઘર કઇ રીતે સુંદર લાગે અને મહેમાનોને કેવી રીતે ફ્રેશનેશ ફીલ કરાવી શકે તેના નવા આઇડિયાઝ તે એપ્યાલ કરતી રહે છે. ઘરના ડ્રોઇંગરૂમમાં ફ્રેશનેશ માટે ઇન્ડોર પ્લાન્ટ્સ લોકો પસંદ કરે છે. પણ દરેક વ્યક્તિને પોતાના ઘરમાં પ્લાન્ટ્સ પસંદ જ હોય તે જરૂરી નથી. કેટલાક નાના ડ્રોઇંગરૂમમાં કે સ્ટુડિયો એપાર્ટમેન્ટ્સમાં ઇન્ડોર પ્લાન્ટ્સની સજાવટ કરવી મુશ્કેલ બની જાય છે. પ્લાન્ટ્સ અને ફ્લાવર પસંદ હોય પણ તેનો સજાવટમાં ઉપયોગ ન કરી શકતા હોય તેવી વ્યક્તિઓ માટે હવે ડ્રાઇડ ફ્લાવર એટલે કે સૂકા ફૂલોની સજાવટ બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

ફૂલ તો દરેક વ્યક્તિની પહેલી પસંદગી રહેતી હોય છે. તે સુંદર લુક તો આપે જ છે, સાથે જ મનને અને આંખને પણ ફૂલની સજાવટ ખૂબ ગમતી હોય છે. ઘરમાં ફૂલોની સજાવટ ખરેખરા અર્થમાં ફ્રેશનેસ ફિલ કરાવે છે. આપણે કોઇને ગીફ્ટ આપવી હોય તો સૌથી પહેલી પસંદગી પણ આપણે ફૂલ પર જ ઉતારીએ છીએ. ઘણીવાર મન આશાંત હોય. કઇ ગમતું ન હોય તો પણ ફૂલને જોઇને થોડી શાંતિ અને હળવાશ મળે છે. તેનાથી તાજગીનો અનુભવ થાય છે. એટલે જ તો બિમાર વ્યક્તિ પાસે પણ ફ્રેશ ફૂલો રાખવામાં આવે છે, કારણકે તેની તાજગી જોઇને તે પણ જલદી સ્વસ્થ થઇ જાય.

ખીલેલા અને કુદરતી ફૂલોના બદલે તમે ડ્રાઇડ ફૂલોથી પણ તમારા ઘરની શોભામાં વધારો કરી શકો છો. તેનો એક ફાયદો એ થશે કે તમે દરેક સિઝનલ ફૂલોનો ઉપયોગ તમારા ઘરમાં કરી શકશો. ઠંડી અને ગરમી બંને સિઝનમાં થતા ફૂલોને ઘરની સજાવટમાં ગોઠવી શકો છો. તમે ફૂલોને ઘરમાં પણ સૂકવી શકો છો. તે સિવાય બજારમાં પણ હવે ડ્રાઇડ ફૂલોને સજાવટ અને કલર કરીને ખાસ પ્રકારનું ડેકોરેશન કરીને વહેંચવામાં આવે છે.

ફૂલોને સૂકવીને તેમાં થોડો સમય સાચવી શકાય તે પ્રકારનું કેમીકલ લગાવીને તેના પર કલર કરીને તેને જૂદા આકારમાં ગોઠવી શકાય છે. તમે ફક્ત ખીલેલા જ નહીં પણ ડ્રાઇડ ફૂલોને પણ તમારા ઘરમાં સજાવટ તરીકે લગાવી શકો છો. તેનો એક ફાયદો એ પણ છે કે સિઝનલ સિવાયના ફૂલોને પણ તમે ઘરમાં સજાવી શકશો, જેનાથી લોકો પર સારી અને ઇમ્પ્રેસીવ છાપ પડશે.

જો તમે ઘરમાં જ ફૂલોને સૂકવીને સજાવવા માગતા હો તો પણ જાતે તે કરી શકો છો. ફૂલોને વેક્યુમ ડ્રાઇંગ, બહાર કુદરતી હવામાં સૂકવણી કે પછી માઇક્રોવેવ ડ્રાઇંગમાં પણ સૂકવી શકાય છે. ઓવન ડ્રાઇંગ એક એવી પદ્ધતિ છે, જેમાં ફૂલોને માઇક્રોવેવ વાસણમાં રાખીને ઓવનમાં મૂકીને સૂકવી શકાય છે. તેનું તાપમાન પણ નિયંત્રિત હોય છે. આ પ્રક્રિયાથી ફૂલ ઝડપથી સૂકાઇ જાય છે. ડેલહિયા ફૂલની સારી વાત એ છે તેની પાંડદીઓનો રંગ લાંબો સમય સુધી ટકી રહે છે. તેના ફૂલોની કૂંપળો તોડી લઇને તેની વચ્ચેના ભાગમાં બાલૂમાટી ભરી દો, પછી ઓવનમાં 35-40 ડિગ્રીના તાપમાને સૂકવી લો. આ રીતે અલગ અલગ ફૂલોના તાપમનાનને સેટ કરીને ફૂલોને સૂકવીને ઘરમાં તેની સજાવટ પોટ કે દિવાલો પર કરી શકો છો.

જોકે માઇક્રોવેવમાં ક્યા ફ્લાવરની પસંદગી કરવી તે જાણવું ખાસ જરૂરી છે. રોઝ, લીલી, મેરીગોલ્ડ, ડાળીઓ વગેરેને 2-3 મિનિટ માટે જ રાખી શકાય છે. રોઝને તો તમે 1 મિનિટ પ્રમાણે પર ઓછા તાપમાન પર સેટ કરી શકો છો. વધારે તાપમાન ફ્લાવરર્સનો કલર બદલી શકે છે. તમે ડાળી કે ફ્લાવર્સ પર અન્ય રંગો કરીને પણ સજાવટ કરી શકો છો.

હવે તો કોઇપણ ફૂલની પાંડદીઓ કે ડાળીને સૂકવીને તેને પેપર પર પણ સજાવીને લેમિન્શન કરાવી ફ્રેમ કરી શકો છો. ડ્રાય ફ્લાવર ફ્રેમ પણ ઘરમાં અનોખો લૂક આપે છે.

 

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment