ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ વીરમાં સલમાન ખાન સાથે એન્ટ્રી કરી હતી. તે પછી સળંગ સાત વર્ષમાં તેણે અનેક ફિલ્મો કરી જેમાં રેડી, હાઉસફુલ 2, હેટ-સ્ટોરી 3, વિરપ્પન, વજહ તુમ હોનો સમાવેશ થાય છે. હવે ઝરીન અક્સર 2 દ્વારા ટેલિવૂડના લોકપ્રિય કલાકાર ગૌતમ રોડે જોડે જોવા મળશે. ગૌતમ રોડે ટેલિવિઝનનો ખૂબ જ જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. ઘણા સમય પછી તે ફરીથી બોલિવૂડમાં પાછો ફરી રહ્યો છે. ગૌતમ અને ઝરીન માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે. ફિલ્મમાં ઝરીનના પાત્રનું મહત્વ સૌથી વધારે દર્શાવવામાં આવ્યું છે. ઝરીન સાથે થયેલી વાતચિતમાં ફિલ્મ, કરિયર અને અંગત જીવનની કેટલીક રસપ્રદ વાતો.

પહેલીવાર સોલો લીડ રોલ ભજવવાની તક મળી છે. કેવું લાગે છે.

ઘણા સમય પછી હું ફિલ્મમાં સોલો ફિમેલ લીડ રોલ પ્લે કરી રહી છું. તેથી ઉત્સાહ તો ઘણો હતો, સાથે જ મેકર્સે મારા પર જે વિશ્વાસ રાખ્યો છે, તેમાં હું પોતાને પરફેક્ટ સાબિત કરી શકું તે પણ ડર હતો. મારું આ ફિલ્મમાં પાત્ર ખૂબ જ સ્ટ્રોંગ છે. એકસાથે ઘણા બધા શેડ્સ જોવા મળશે. મને મારા પાત્ર સાથે કામ કરવાની ખૂબ મજા આવી.

સોલો લીડ રોલ માટે કેટલું પ્રેશર ફીલ કરી રહી છો.

હું ખૂબ એક્સાઇટેડ છું, કારણકે મેકર્સે મારામાં વિશ્વાસ મૂક્યો તે મોટી બાબત છે. વળી, પાત્રમાં ઇમેજ બંધાઇ જાય તેવું કઇ હતું નહીં. આ ફિલ્મ પછી મારી 1921 આવી રહી છે, જેમાં હું એકદમ અલગ પ્રકારનું જ પાત્ર ભજવી રહી છું. તે સિવાય બીજી એક ફિલ્મ અને ત્રીજી એક આવતા વર્ષે આવશે જે બંનેમાં હું એકદમ અલગ જ પાત્રમાં જોવા મળીશ. અન્ય બે ફિલ્મોની પણ ઓફર છે, જે આ જોનર કરતા એકદમ અલગ પ્રકારની છે. તેથી દર્શકો કે ઇન્ડસ્ટ્રીના લોકોને ક્યારેય લાગશે નહીં કે હું એક જ પ્રકારના રોલ કરી રહી છું.

કોઇ બાબત મુશ્કેલ લાગી.

પાત્રનો જે ગ્રાફ છે તે વારંવાર બદલાતો રહે છે. ફિલ્મની શરૂઆતમાં જે પાત્ર છે, તે અંત સુધી તે પ્રકારનું રહેતું નથી. તેના જીવનમાં અનેક ઉતાર ચડાવ આવતા રહે છે અને તેના કારણે તેણે જે જે કરવું પડે છે, તે તેના માટે ખૂબ ચેલેન્જ છે. આ શેડ્સમાં કામ કરવું થોડું મુશ્કેલ રહ્યું.

ફિલ્મમાં બોલ્ડ સીન કરવા કેટલા યોગ્ય લાગે છે.

ફિલ્મની વાર્તા પ્રમાણે જો જરૂરી લાગે અને તેનાથી વાર્તા આગળ વધવાની હોય કરવામાં વાંધો નથી. પણ જો ફક્ત મસાલો ઉમેરવા માટે કારણ વગર બોલ્ડ સીન કરવાના કે જેનાથી દર્શકો તે જોવા માટે આવે તો તે યોગ્ય નથી. મને તેવા પ્રકારના સીન કરવામાં રસ નથી.  હવે આપણા દર્શકો પણ ઘણા સ્માર્ટ થઇ ગયા છે. હવે તે જમાનો નથી કે આ પ્રકારના સીન દેખાડીને તેમને થિયેટર સુધી ખેંચી શકાય. આવા સીનમાં ખાસ તો એ જોવું પડે કે ફિલ્મ માટે તે કેટલા જરૂરી છે અને તેને કઇ રીતે શૂટ કરવામાં આવ્યું છે. જે પણ શૂટ થાય તે સુંદર દેખાવું જોઇએ. વલ્ગર કે ચીપ ન લાગવું જોઇએ.

શૂટીંગ દરમિયાનની કોઇ ખાસ ઘટના જણાવીશ.

અમે મોરેશિયસમાં એક દિવસ માર્કેટ વિસ્તારમાં શૂટીંગ કરી રહ્યા હતા. તે સમયે હું એકલી જ શૂટીંગ કરી રહી હતી. ગૌતમ અને અભિનવ બંને નહોતા. ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં થોડું મુશ્કેલ થઇ રહ્યું હતું. લોકો સાંભળતા નહોતા. મેકર્સને પણ તકલીફ થઇ રહી હતી. થોડો કન્ટ્રોલ થયો પણ એક વ્યક્તિ થોડો ક્રેઝી લાગી રહ્યો હતો. તેની પાસે એક બેગ પણ હતી. બેગને દૂર કરી તો તે થોડો ચિડાઇ ગયો. અચાનક તેણે બેગમાં હાથ નાખીને પિસ્તલ કાઢી અને મને પોઇન્ટેડ કરી. હું તો ખૂબ જ ડરી ગઇ હતી. મને એટલું ખબર હતી કે ત્યાં ક્રાઇમ ખૂબ થાય છે, તો મને લાગ્યું કે આજનો દિવસ મારી લાઇફનો છેલ્લો દિવસ છે. તેણે ગન ચલાવી પણ તે નકલી હતી. ખરેખર ખૂબ જ ક્રેઝી હતો.

ગોડફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં રહેવું મુશ્કેલ છે ખરું.

મારા તો કોઇ જ ગોડફાધર છે નહીં. વિક્રમ ભટ્ટના એક આર્ટીકલમાં મેં હાલમાં જ વાંચ્યુ કે ગોડફાધર કે નેપોટીઝમ જે હોય છે, તે તમને એક તક આપી શકે છે પણ સફળતા અપાવતા નથી. સફળતા તમારા કામ અને આવડત પર આધારીત છે. સખત મહેનત અને શાંતિથી કામ કરી શકીયે છીએ. ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિરોઇનો આજે ગોડફાધર વિના પણ આગળ વધી છે.

ઝરીન તમને પાણીનો ડર લાગે છે, તો શૂટીંગ કરવું કેટલું મુશ્કેલ રહ્યું.

મને પાણીનો ડર નથી લાગતો પણ મને સમુદ્રના પાણીની નીચે જે હોય છે, તેનાથી ડર લાગે છે. આપણા જે સમુદ્ર છે, તેની નીચે શું છે, તે આપણને ખબર હોતી નથી કારણકે પાણી ખૂબ જ ગંદુ હોય છે. તો ક્યારેક પગ પડી જાય તો તકલીફ થાય છે. અમે આ ફિલ્મના શૂટીંગ માટે મોરેશિયસ ગયા હતા ત્યારે ત્યાના સમુદ્રના કિનારા ખૂબ જ સ્વચ્છ હતા દરેક વસ્તુઓ પણ સ્પષ્ટ જોવા મળતી હતી.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment