ઘરની લક્ષ્મી’ અને પિતા પર બોજ’, એક છોકરી કેવી રીતે આ બંને હોઈ શકે? દીકરીઓને પારકું ધન શા માટે ગણવામાં આવે છે? પુરુષ અને મહિલા માટે શા માટે નિયમો અલગ અલગ હોય છે ? એક એવો યુગ કે જ્યારે મહિલાઓને પોતાનો અવાજ ઊંચો કરવાની પરવાનગી ન હતી, ત્યાં એક 8 વર્ષની છોકરી નિર્દોષ ભાવે ખૂબ ઊંડા જામેલા પૂર્વગ્રહો કે જે સમાજની નબળો કરી ચૂક્યા છે તેની સામે અવાજ ઊઠાવે છે. આગામી ડ્રામા સીરીઝ બેરિસ્ટર બાબુ દ્વારા કલર્સ પ્રસ્તુત કરે છે બોન્દીતાની પ્રેરક મુસાફરી જેમાં તે પોતાના સાથી અનિરુદ્ધ દ્વારા પોતાનો હેતુ શોધે છે, ખૂબ ઊંચાઈઓ સર કરે છે અને બને છે બેરિસ્ટર બાબુ’.

ટીવી નેટવર્કના હેડ નીના એલીવિયા જયપુરિયા કહે છે, વાર્તાઓમાં શક્તિ હોય છે લોકોના જીવનને પ્રેરણા આપવાની, લોકોના દિલ જીતવાની અને સૌથી વધુ લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની. ઘણાં વર્ષોથી કલર્સ સામાજિક દૂષણોને રજુ કરતા શો જેવાં કે બાલિકા વધુ, ઊડાન, શક્તિ…અસ્તિત્વ કે એહસાસ કી અને અન્ય શો લાવ્યા છે. મેહરના નિર્ધાર, વિદ્યાનું પિન્કીના બેજોડ જુસ્સા પ્રતિ સમર્પણ, અને હવે બોન્દિતાની નવું નવું જાણવાની ઉત્કંઠા સાથે અમે દર્શકો સમક્ષ જોરદાર અને પ્રીતિ જગાડે તેવા ચરિત્રો રજુ કરીએ છીએ. બેરિસ્ટર બાબુ સાથે બોન્દિતા અને અનિરુદ્ધ પ્રણાલીઓઅને સંસ્કૃતિને અનુસરવાને બદલે એવા બળ સાથે જોડાય છે જે આ તમામ વાતોથી ઉપર ઊઠવા ચાહે છે અને સમાજમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવે છે.

કોલકાતાની પૃષ્ઠભૂમિમાં આ ડ્રામા માં 8 વર્ષની એક છોકરી નું 60 વર્ષના એક વૃદ્ધ સાથે લગ્ન થાય છે. પણ નસીબ એક કરુણ વળાંક લે છે. એ સામાજિક ન્યાય પ્રણાલીનો ભોગ બને છે ત્યારે એનું કિસ્મત એને એના પતિ અનિરુદ્ધ પાસે લઇ જાય છે જે લંડનથી પરત ફરેલો બેરિસ્ટર છે અને તે મહિલાઓને મુક્ત કરવા અને સાંસ્કૃતિક ઘરેડોમાંથી બહાર કાઢવા માગે છે. એ વર્ષો જુના સામાજિક અન્યાયટી મુક્ત કરવા માંગે છે. એ સદીઓ પુરાણા તોર-તરીકા બદલવા અને બોન્દીતાને પોતાની ઓળખ અપાવવા પ્રવ્ર્યત્ત થાય છે અને તેને બેરિસ્ટર બાબુ બનવા મદદ કરે છે. એની સફર દ્વારા અનિરુદ્ધ આ બધા સામે લડે છે. શું બોન્દિતા અને અનિરુદ્ધ આ ખંડિત સંસ્કૃતિ સામે ટક્કર લઇ અને એક ક્રાંતિનો આરંભ કરી શકશે

કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્મા કહે છે,સામાજિક દૂષણો અને અન્યાય સામે લડવું એ હિંમત કરતાં યે કૈક વધુ માગી લે છે. એક સકારાત્મક પરિવર્તન લાવવા માટે વ્યક્તિએ પોતે એક દાખલો બેસાડવો પડે છે અને અમે બેરિસ્ટર બાબુ દ્વારા આ જ કરવા માગીએ છીએ. એ યુવા અને ઉત્કંઠા ધરાવતી બોન્દિતાની સફર છે જેમાં છતું થાય છે. એ અન્યાયનો શિકાર તો બને છે પણ કિસ્મત એને અનિરુદ્ધ પ્રતિ લઇ જાય છે.એ બંનેની સહયાત્ર છે જે નવી ક્રાંતિ લાવે છે અને રાષ્ટ્રને એક મહિલા બેરિસ્ટર બાબુઆપે છે.

શશી સુમિત પ્રોડક્ષન્સના પ્રોડ્યુસર શશી મિત્તલ જણાવે છે, “આ અનોખા શો દ્વારા અમે જકડે એવી વાર્તામાં મહિલાઓ જે સામાજિક પ્રશ્નોનો સામનો કરે છે તે વણી લઈએ છીએ. સ્વાતંત્ર્ય પૂર્વેના સમયમાં વાતચીત યોજવી એ ખરેખર પડકાર રૂપ હતું, પણ જે રીતે વાર્તા તૈયાર થઇ છે તેનાથી અમે ખુશ છીએ. મજબૂત પાત્રો અને તાજગીદાયક પ્લોટ સાથે બેરિસ્ટર બાબુ એવો શો છે જે સુસંગત અને રસદાયક છે. દર્શકો ના માત્ર આ પત્રો સાથે જોડાશે પરંતુ એક જુદા જ યુગની તાસીર એમની સામે આવશે.” 

નાનકડી બોન્દીતાનો રોલ ભજવતો ઔરા ભટનાગર કહે છે,મારા માટે આ સપનાનો રોલ હતો જે મને ભજવવા મળ્યો છે. આ તક આપવા બદલ  હું કલર્સની આભારી છું બોન્દિતા કેવી ઉત્કંઠા ધરાવે છે અને એના પ્રશ્નો સાથે હું પણ સંમત થઉં છું. ટેલીવિઝન પર પહેલું પગલું ભરવા માટે આનાથી વધુ સારો બીજો કોઈ રોલ મને ણા મળ્યો હોત. આ પાત્રને ન્યાય મળે એવી હું પૂરેપૂરી કોશિશ કરીશ.

અનિરુદ્ધનો રોલ કરતાં પ્રવિષ્ટ મિશ્રા કહે છે,ભારતીય ટેલીવિઝન પર આ અનોખો અભિગમ આપણે જોઈએ છીએ.માર્યું પાત્ર એક બેરીસ્ટરનું છે જે તેના સમય કર્ત્ય ઘણું આગળ વિચારે છે. એ એક પ્રગતિશીલ વ્યક્તિ છે જે ભારતની રૂઢિઓને તોડવા કટિબદ્ધ છે. એ પોતે બોન્દિતાના અભ્યાસમાં સક્રિય બને છે અને તેના માટે એક આદર્શ સહાયક બને છે. બોન્દિતાની સાહજિક ઉત્કન્થાને તે યોગ્ય દિશામાં વાળે છે અને ભારતની રૂઢિઓને તોડવા માંગે છે અને તેને ભણાવે છે.”   

આ શો ઔરા ભટનાગર માટે પહેલો શો છે જ્યાં એ અગ્રણી પાત્ર બોન્દિતાનો રોલ ભજવે છે. કલાકાર પ્રવિષ્ટ મિશ્રા બોન્દિતા સાથે અનિરુદ્ધનો ભાગ ભજવે છે. એમાં અરીના ડે પણ છે જે બોન્દિતાની નમ્ર અને કાળજી લેતી માની ભૂમિકા ભજવે છે.

Loading

Spread the love

Leave a Comment