હાલમાં કલર્સ ચેનલ પર મહાભારત સિરિયલ જોવા મળે છે. જેમાં નાનપણના પાત્ર ભજવનાર કલાકારો હાલમાં ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરી રહ્યા છે. દસકાઓ પછી પણ બી. આર. ચોપડાનું મહાભારત એના મૂળ રીલીઝ પછી પણ આજે દર્શકોને મૂર્તીમય કરે છે અને દ્રઢ ચાહક વર્ગ ધરાવે છે. આ મહાગાથા કલર્સ પર બીજું સફળ પ્રસારણ અનુભવે છે. જેમાં અન્ય કલાકારો સાથે ગુફી પેન્ટલ, પુનીત ઇસ્સાર, નિતીશ ભારદ્વાજ અને રૂપા ગાંગુલી જેવાં કલાકારોને રાતોરાત પ્રસિદ્ધિ હાસલ થઇ હતી. તે સમયે જેણે કિશોર સુદામાનો અને કિશોર બલરામનો રોલ કર્યો હતો અને તેમને પાછળથી પ્રસિદ્ધિ મળી હતી તેવા કલાકારો સુમિત રાઘવન અને ચેતન હંસરાજ છે. તેમની સાથે તેમણે ભજવેલા તેમના યાદગાર પાત્રો વિશે થયેલી વાતચિત.

  1. મહાભારત સાથે અમે ઈતિહાસ રચીશું એવી ખબર જ નહોતી – સુમીત રાઘવન

કિશોર સુદામાનો રોલ કરેલા કલાકાર કલર્સ પર મહાભારતનું પુનઃ પ્રસારણ થાય છે ત્યારે પોતાની સફર યાદ કરે છે.

સુમિતેઆ શોમાં કૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિકા કરી હતી. એ વખતે એ માત્ર 16 વર્ષનો હતો અને કહે છે કે આ શો કોઈ ઈતિહાસ સર્જાશે એવું કોઈ માનતું નહોતું. એ કહે છે, “મને જ્યારે આ રોલ મળ્યો ત્યારે હું એકદમ યુવા હતો, અને દરેક બાળકની જેમ ઉત્તેજિત હતો. એ વખતે હું ખૂબ પાતળો હતો, કદાચ એટલે જ મને આ રોલ મળ્યો હતો ! (હસે છે). અમારા શોટ માત્ર ત્રણ કે ચાર દિવસના હતાં, અને મને યાદ છે કે ફિલ્મ સિટીમાં સંદીપની આશ્રમના સીનનું શૂટિંગ ચાલતું હતું અને વરસાદના પાણીની સિક્વન્સ ચેના ખાડી ખાતે લેવાઈ હતી. એ વખતે મને ખબર નહોતી કે હું એક ભવ્ય ઇતિહાસનો હિસ્સો બનવા જઈ રહ્યો છું. પણ એક વાત મને યાદ છે, મુકેશજી અને નીતીશજીને મેં સેટ પર જોયા હતા. તેઓનો સૂર્ય ઝળહળતો હતો અને એમને જોઇને તો હું આશ્ચર્ય ચકિત થઇ ગયો હતો.” એણે ઉમેર્યું હતું કે, “એક વાર આ એપિસોડ પ્રસારિત થવા લાગ્યા, પછી મારા સોશિયલ મીડિયા પર પ્રશ્નોની વણઝાર ચાલી હતી. લોકો મને જોડીને સ્ક્રીન શોટ લઈને મને ટેગ કરતાં હતાં, અને પૂછાતા હતાં, એ તું જ છે? અમને તો ખબર જ નહોતી કે તું આ સીરીયલનો ભાગ છે. મને ખુશી છે કે મને આવા પ્રખ્યાત એકટરો સાથે કામ કરવાનો મોકો મળ્યો અને આ ઐતિહાસિક સીરીયલનો ભાગ બન્યો.” 

  • મેં બલરામના બાળપણનો રોલ કર્યો હતો ત્યારે ચાહકોના બેગ ભરીને પત્રો આવતા હતા ચેતન  હંસરાજ

મહાભારત કલર્સ પર પુનઃ પ્રસારિત થઇ રહ્યું છે ત્યારે કિશોર બલરામનો રોલ કરતાં કલાકાર પોતાની સફર જણાવે છે. આમ જનતામાં મહાભારત એટલો લોકપ્રિય શો બની ગયો હતો કે દરેક કલાકારના ચાહકોનો એક વર્ગ હતો અને કલાકાર સ્ટાર બની ગયા હતાં. આવા એક કલાકાર ચેતન હંસરાજ છે, જેમણે  કિશોર બલરામની ભૂમિકા ભજવી હતી, તે પોતાના ચાહકોના વિશાળ સંખ્યામાં આવતા  પત્રોની વાત કરે છે. એ જણાવે છે કે, “મેં મહાભારતમાં બલરામનો રોલ કર્યો ત્યારે હું 14 વર્ષનો હતો,અને એ એકડા જાદૂ જેવું હતું. અમને બધાને પ્રેક્ષકો અને ચાહકો એમ બધા પાસેથી ઢગલાબંધ પત્રો મળતા હતાં જેમાં ફીડબેક પણ હતું અને સંદેશા પણ હતાં. હું એ વખતે સ્કૂલમાં હતો અને રોજ મને એક કોથળો ભરીને પત્રો મળતા હતાં. એ વખતે ફેન મેલનો જવાબ ફોટોગ્રાફ પર ઓટોગ્રાફ પદ્ધાતિ થી મોકલવાનો હતો. તો મારા ફેન મને રીટર્ન સ્ટેમ્પ સાથે ખાલી કવર મોકલતા હતાં,મારે ફોટા પર સહી કરીને, એક પત્ર પરત મોકલવાનો રહેતો હતો. આ મારો રોજીંદો ક્રમ હતો. સ્કૂલે જતા પહેલાં, હું ફોટોગ્રાફ પર સહી કરતો અને કવરમાં પાછા મૂકતો. મારા પિતાજી દરરો સવારે આવા કવરની એક થોકડી આપતાં અને મારે એ સહી કરવા પડતા. એ ખૂબ સરસ સમય હતો, એ શોની સાથે અનેક સ્મૃતિ જોડાયેલી છે,અને મને ખુશી છે કે કલર્સ પર એ ફરીથી જોવાની મને તક મળી છે.”

Loading

Spread the love

Leave a Comment