બેઠકનો ઉપયોગ નાના મોટા દરેક ઘરમાં થતો હોય છે. બેઠક સોફાની હોય, ખુરશીની કે પછી હિંચકાની દરેકની ઉપર યોગ્ય પ્રકારની ગાદીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ હવે તો બેઠકની બનાવટમાં નવા નવા ફેબ્રીકનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે સોફા સેટની ડિઝાઇન્સમાં હવે તો અનેક પ્રકારના ફેબ્રીકનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે હંમેશા ઉપયોગ માટે ફેબ્રીકની જ પસંદગી કરવી. સાફ કરવા માટે તેના રંગ, ટેક્ચર, મજબૂતી તમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે, તેથી તેની પસંદગી કરતી વખતે કે ખરીદી કરતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમકે જો ડાર્ક અને પ્રિન્ટેડ સિન્થેટીક ફેબ્રીકની પસંદગી જે સ્થળનો બેઠકમાં વધારે ઉપયોગ થવાનો હોય તેના માટે કરવી. જ્યારે તેનાથી ઊલટું સિલ્કની સંભાળ રાખવી મુશ્કેલ છે. અનેક પ્રકારના ફેબ્રીક છે, પણ તેનો ઉપયોગ ક્યારે અને ક્યા સ્થાનની બેઠક માટે કરશો તે જાણવું પણ જરૂરી છે.

 

લેધર

સજાવટનો સૌથી રીચ ગણાતો ઓપ્શન લેધર છે, પણ મજબૂતીની બાબતમાં તેની તુલના કોઇની સાથે થઇ શકે તેમ નથી. તેના પર ડાઘ સરળતાથી પડતા નથી. થોડી સ્વચ્છતા અને જાળવણીથી તેની સુંદરતા લાંબો સય સુધી જળવાઇ રહે છે. ઘરમાં જે સ્થળનો ઉપયોગ બેઠકમાં સૌથી વધારે થતો હોય તે સ્થાને લેધર સોફાનો ઉપયોગ કરી શકાય છે. જોકે ઉનાળાની સિઝનમાં થોડી તકલીફ રહે છે. જો તમને લેધર જ પસંદ હોય અને તમારે  આ લુક જ જોઇતું હોય તો નકલી કે સિન્થેટીક લેધર પર પણ પસંદગી ઊતારી શકો છો.

 

કોટન

કોટન અપહોલ્સ્ટ્રીમાં નેચરલ કોટન અને કોટન બ્લેન્ડ્સ બંને પ્રકારના ફેબ્રીક્સ મળી રહે છે. કોટન બ્લેન્ડ્સ વધારે મજબૂત અને ટકાઉ હોય છે. બાળકોવાળા ઘરમાં તમે આ પ્રકારના સોફા ફેબ્રીકનો ઉપયોગ કરી શકો છો. જોકે તેમાં ડાઘ પડવાની અને કરચલી પડવાની સંભાવનાઓ વધારે રહે છે.

 

 

સિલ્ક

આ ફેબ્રીક ખૂબ જ પાતળુ હોય છે. મોટા બંગલા કે હોટલ્સ કે રીચ વ્યક્તિઓના ઘરમાં જ્યા સોફાનો ઉપયોગ ફક્ત સજાવટ માટે જ થતો હોય ત્યાં સિલ્ક ફેબ્રીકનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ બેઠક તરીકે ખૂબ જ ઓછો થતો હોય છે. તે સિવાય બાળકો અને પ્રાણીઓથી આ વસ્તુની બનાવટને દૂર રાખવી. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રીચ લુક આપે છે અને તેમાં રંગોની વિવિધતા વધારે પ્રમાણમાં મળી રહે છે. તેની વિવિધ પેટર્નના ઉપયોગને કારણે તે એલીગન્ટ અને રીચ લાગે છે. એનવાયરમેન્ટ ફ્રેન્ડલી બનવા માટે તમે સિન્થેટીક સિલ્કનો ઉપયોગ કરી શકો છો.

 

એક્રેલિક

એક્રેલિક એક સિન્થેટીક ફેબ્રીક છે. મજબૂત અને ટકાઉ હોવાની સાથે તેમાં કરચલી પડવાની કે ચોળાઇ જવાની સંભાવનાઓ ઓછી જોવા મળે છે. તેને સાફ કરવું પણ ખૂબ સરળ છે. તે મનગમતા રંગોમાં મળી રહે છે. તેની ક્વોલિટી પણ સારી હોય છે. ઘરમાં તમે તેને સૌથી વધારે ઉપયોગી સ્થળે ગોઠવશો તો પણ ચિંતા નથી. જે લોકોને એલર્જીની ફરીયાદ રહેતી હોય છે, તે લોકો પોતાના ફર્નીચર માટે હાઇપોએલર્જેનિક એક્રેલિક ફેબ્રીક વિશે વિચારી શકે છે.

 

 

લિનન

ઘણાબધા રંગો અને પેટર્નમાં મળતું લિનન ઘણુ મજબૂત અને ટકાઉ હોય છે. જોકે લિનનમાં પણ સિલ્કની જેમ ડાઘ અને કરચલી સરળતાથી પડી જાય છે અને તે ડ્રાયક્લીનિંગ કરાવવું પડે છે. રોજબરોજના ઉપયોગમાં તેને સાફ કરવા માટેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે પણ હોય પણ ફર્નીચર માટે લિનન એક બેસ્ટ વિકલ્પ છે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment