વ્યસ્ત હોવા છતાં પણ, સુપર–ટેલેન્ટેડ સિંગર–કમ્પોઝર શંકર મહાદેવન પોતાના મનપસંદ રિઆલિટી મ્યુઝિકલ શોઝમાંના એક એવા ‘રાઇઝિંગ સ્ટાર- 2’ (દ્વીતિય સીઝન) માટે સમય ફાળવી રહેલ છે, જે કલર્સ ટીવી પર શરૂ થયેલો છે. શંકર મહાદેવન, મોનાલી ઠાકુર તથા દલજીત દોસાંઝ આ રિયાલિટી શૉ ના જજ છે. આ શો અંગે શંકર મહાદેવન સાથે થયેલ વાતચીત ના અંશ:

આ વખતે કલર્સના આ ‘રાઇઝિંગ સ્ટાર- 2’નું X-ફેકટર શું છે?

અમે સૌ ખૂબ જ આનંદિત છીએ કે આ શોની લોકપ્રિયતાના કારણે તેની દ્વીતિય સીઝન શરૂ કરવામાં આવી છે. આથી અમે ધમાકેદાર રીતે પાછા ફર્યા છીએ. ભારતીય લહેજત સાથે આ ‘એક કલાક’ના પ્રીસિઝન, ટાઇમ–બાઉન્ડ શોનું બેઝિક આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અલગ છે. આ શોન ખાસિયત એ છે કે તે પૂર્ણ ‘લાઇવ’ છે. શોમાં ઉંમરની કોઇ સીમા નહીં, લિંગની કોઇ સીમા નહીં, જાતિની કોઇ સીમા નહીં, બાળકોથી લઇ વયસ્કો સુધીના, કોઇ પણ સામાન્ય પુરુષ કે સ્ત્રી પોતાની શુદ્ઘ પ્રતિભા દર્શાવી શકે છે. ‘રાઇઝિંગ સોચ કી દીવાર’ – ખ્યાતિની દીવાલ છે – જે ગાયકોને છુપાવી રાખશે અને જયારે જયારે દૂર બેઠેલા દર્શકો પ્રતિક્રિયાઓ આપશે તે અક્ષરશઃ ઉપર ઉઠશે . આ એક કેડી કંડારતો શો છે જે ઘરોમાં બેઠલા લાખો દર્શકો દ્વારા ઓન–ધ–સ્પોટ ડેમોક્રેટિક વોટિંગ ધરાવવા સાથે ઓન–લાઇન ‘ઓડિટ થતી’ નિરંતર પ્રક્રિયા વડે  હશે. કોઇક ફૂટેજને એડિટ કરવા કે મેન્યુપ્લેટ કરવા જેવું કાંઇ પણ નહીં હોય.

આ વખતે મુખ્ય ફેરફારો ક્યા જોવા મળવાના છે?

આ વખતે શોના હોસ્ટમાં વયના પ્રમાણમાં નાનો કહી શકાય તેવો સાત વર્ષનો એક બાળક પાર્થ ધમીજા પણ છે જે બોલવામાં ખૂબ સુંદર અને અદ્દભુત ગાયક પણ છે. અને પ્રતિભાશાળી સોહામણા એકટર – એન્કર રવિ દૂબે (તાજેતરની ખતરોં  કે ખિલાડી સીઝન 8ના 2જા રનર અપ તરીકે જાણિતા) છે જેઓ પોતાની રમૂજી પંચ લાઇન્સ માટે પણ જાણિતા છે. શો જેમ જેમ સામે આવશે, આપણે ઘણાં મહત્વાકાંક્ષુ પ્રતિસ્પર્ધીઓને મળીશું અને નિહાળીશું. જેઓ જીવનમાં વિપરીત પરિસ્થિતિઓનો બહાદુરીપૂર્વક સામનો કરી રહેલ છે, જે ઘરે બેઠેલા દર્શકોને પ્રેરણા આપનાર હશે. તે સિવાય એક મહિલાને પણ અન્ય પ્રતિસ્પર્ધીઓ સાથે જોઇશું, જેની ઘેલછા સિંગિંગ છે.

તમને શું લાગે છે રિઆલિટી ટીવી શોઝ યુવાન પ્રતિભાને મંચ પુરું પાડવામાં મદદ કરે છે? 

આ મહાન રાષ્ટ્રીય મંચ છે, જયાં લાખો લોકો તમને સાંભળી રહેલ હોય છે અને જયારે આ લોકો તમને સાંભળે છે તો આ તેઓને પણ પ્રેરણા આપે છે અને જેઓ જોઇ રહ્યા છે તેઓને માટે એક મંચનું નિર્માણ કરે છે. એ સત્ય કે પ્રતિસ્પર્ધીઓને કોઇ વય કે જાતિની સીમા નથી, વિભિન્ન વયજૂથના લોકો અને વિવિધ પ્રકારનાને આ શોનો હિસ્સો બનવાનું મળે છે, જે તેઓને લાઇવ ટેલિવિઝન પર નિહાળી રહેલ અન્યોને પ્રેરણા આપનાર બને છે. રાઇઝિંગ સ્ટાર- 2 નો આ કન્સેપ્ટ લોકોને પ્રેરીત કરવા એક મહાન મંચ છે અને તમારા શમણાંને પાંગરવાની તક આપનાર છે.

શો ઘણાં સ્ટીરિયોટઇપ્સને તોડવાની ખાતરી છે, તમને લાગે છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે ઘણાં સ્ટીરિયોટાઇપ્સ જોડાયેલ છે? હજી પણ ઘણાં લોકો છે જેઓ પોતાના બાળકોને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવાની છૂટ આપતાં નથી?

કદાચને એવા કેટલાંક પરિવારો હશે જેઓ હજી પણ અનુભવે છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી એવું સ્થાન નથી જયાં તેઓના બાળકો કારકિર્દી બનાવી શકા છે. પણ જો તેઓના બાળકમાં પ્રતિભા હોય તો માતાપિતાએ પૂરા દિલથી તેઓને પ્રોત્સાહન આપવું જોઇએ, તેઓને પ્રશિક્ષિત કરવા અને તેઓને પોતાની કારકિર્દીઓ બનાવવા અને ચોકકસ ઊંડાણ સાથે મ્યુઝિશિયન બનવા ધકેલવા જોઇએ. એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ શોના કલાકારોના જીવન પર નજર નાંખતાં કોઇ પણ પોતાના બાળકને તે શીખવવા અથવા પોતે પ્રતિસ્પર્ધી બનાવવા પ્રેરીત થશે. તેટલું હું જરૂરથી કહીશ.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment