દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે. “ઉડતા પંજાબ” તથા “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાઓ વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. આ સોહમણો યુવાન ટીવી ઇન્ડસ્ટ્રીને વંટોળે ચડાવવા તૈયાર છે કેમ કે તે લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર સીઝન- 2 ના જજ તરીકે કલર્સ પર ફરી પાછા આવી રહેલ છે. તો ચાલો દિલજીત દોસાંઝ પાસેથી શો વિશેની વાતો જાણીયે.

— રાઇઝિંગ સ્ટાર શોને પસંદ કરવાનું ખાસ કારણ ?

ગયા વર્ષે મને અદ્દભુત હનુભવ થયો. એ વખતે, હું ટીવી અને તેના મહત્વ બાબતે વધુ કાંઇ જાણતો નહોતો, પણ સીરિઝના સમાપન પછી અને કેનેડામાં મારી પરફોર્મન્સ ટૂરમાં, મને મળનાર લોકો મારી ફિલ્મો અથવા ગીતો બાબતે નહીં, પણ શો બાબતે વાત  કરતાં! ત્યારે મને સમજાયુ કે આ માધ્યમ કેટલું મહત્વપૂર્ણ છે. રાઇઝિંગ સ્ટાર માટે જેણે મને આકર્ષિત કર્યો તેની વિશે વાત કરું, તો તે નિઃશંકપણે લાઇવ ફોર્મટ છે. આના પછી મને ઘણાં શોની ઓફર કરવામાં આવી પણ મેં કોઇ પણ ન સ્વીકારી કેમ કે મને તે રસપ્રદ ન લાગી. એમાં આખા દિવસનું શૂટિંગ હોય છે જે મને લાગ્યું કે કંટાળાજનક હશે. આ સીરિઝ, બીજી બાજુએ મને  કંટાળો આપતી નથી, કેમ કે તેને માટે હું દરેક વીકએન્ડ પર માત્ર એક કે બે કલાક માટે જ શૂટ કરું છું.

— જ્યૂરી અને મેન્ટર બંનેની ફરજ નિભાવો છો ?

આથી વિપરીત, મને આ વધુ સારું લાગે છે. વ્યક્તિ પર નિર્ણય લેવાનો કોઇ બોજ કે જવાબદારી હોતાં નથી. કેટલાંક લોકોને એ ગમતું નથી કે તેમને કહેવામાં આવે કે તે પછીના લેવલ પર જઇ શકતાં નથી. અને નિખાલસતાપૂર્વક દિવસના અંતે, દર્શકો હોય છે જેઓ આના ભાગ્યનો નિર્ણય લે છે.  તો આ ગાયકોને આ તબકકે જ પ્રશિક્ષણ મળી જાય છે, જે સારું છે.

— તો તમે પોતાને સ્ટાર ગણો છો ?

ના, હું હજી સ્ટાર બનયો નથી… હાલમાં મને એવું લાગતું નથી. મારે હજી આ સફરમાં માઇલો સુધી દૂર જવાનું છે.

— ટીવી અને ફિલ્મો બાબતે તમારું શું કહેવું છે ?

હું ટીવી અને ફિલ્મ્સ બન્નેને મજબૂત માધ્યમ માનું છું. એક સારી ફિલ્મ લોકોના મગજમાં રહી જાય છે. એક ફિલ્મને પોતાની દર્શનીય મુસાફરી અને ટેલિવિઝનને ત્વરિત પ્રતિક્રિયા હોય છે. હું આ શો મંચ પર હું લાઇવ પરફોર્મ કરું છું અને ત્વરિત પ્રતિક્રિયા મેળવું છું તે કારણે કરી રહેલ છું.

— શું તમે પંજાબી અને હિન્દી ફિલ્મ વચ્ચે સંતોલન જાળવશો ?

હા. હું ચોકકસપણે દર વર્ષે એક પંજાબી ફિલ્મ કરીશ પણ હિન્દી મૂવી કેટલી કરીશ ખબર નથી. માર્ચમાં, વિશ્વ યુદ્ઘ પર આધારિત મારી પંજાબી મૂવી રીલીઝ થઇ રહેલ છે. હું આને સબટાઇટલ્સ સાથે મુંબઇમાં પણ રીલીઝ કરવાની યોજના બનાવી રહેલ છું. યુદ્ઘ દરમ્યાન ઇંગ્લેન્ડ ગયેલા શિખ સૈનિકો અંગેની ફિલ્મ કરવાનું મારું સપનું હતું. તેઓ પર સિનેમામાં કાંઇ વધારે જોવા મળેલું નથી. જયારે હું ઇંગ્લેન્ડ ગયો, તો હું ઘણાં બધા લોકોને મળ્યો, જેમણે મને પોતાની બહાદુરીની કહાણીઓ જણાવી. એક પગડીધારી, સરદાર હોવાથી, મને લાગ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઇએ – હું તે નહીં કરું, તો પછી કોણ કરશે? હું આના પર છેલ્લા ચાર–પાંચ વર્ષોથી કામ કરવા માંગતો હતો અને છેવટે તે ગયા વર્ષે બન્યું.

— બોલીવુડમાં પોતાની મુસાફરી તમે કઇ રીતે જુવો છો ?

હું ખૂબ જ ખુશ છું. હું કદાચ આટલું ડિઝર્વ નથી કરતો, જે મેં છેલ્લા બે વર્ષમાં મેળવ્યું છે. હું આવું કહી રહેલ છું કારણ કે હું બોલીવુડમાં વધારે લોકોને ઓળખતો નથી, છતાં પણ મને ઓફર્સ મળ્યા છે. અહીં કામ મેળવવા મારે વધારે પ્રયાસો નથી કરવા પડયાં. મેં ઓફર્સ મેળવી છે, જેમાંથી કેટલીક હું સ્વીકારીશ અને કેટલીક માટે ના પાડવી પડશે. ઉડતા પંજાબ મારી પાસે આવી. તેથી વિપરીત, પંજાબી ફિલ્મો માટે મારે ભારે મહેનત કરવી પડી. બધું પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી છે.

— સિંગિંગમાં તમારી કારકિર્દી બાબતે શું ?

મેં સિંગિંગ સાથે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ એવું કાંઇક છે જેને હું અનુસરતો રહીશ. વાસ્તવમાં, હું મારું આલ્બમ આવતા મહિને રીલીઝ કરીશ.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment