ઘરની સજાવટમાં જો નવા નવા વિકલ્પ અને તેમાં પણ યુનિક વસ્તુ મળી જાય તો મહેમાનો જોઇને આશ્ચર્યની સાથે આનંદમાં આવી જશે. તમારી બુદ્ધીના તો વખાણ થશે જ સાથે જ તેમને પણ કંઇક નવી પદ્ધતિથી વેસ્ટમાંથી બેસ્ટ કરવાની પ્રેરણા મળશે. વેસ્ટમાંથી બેસ્ટ બની શકે તેવી તો અનેક વસ્તુઓ ઘરમાં મળી રહેશે પણ ક્યારેય તમે તમારા સ્કુટર કે ગાડીના ટાયરોથી પણ સજાવટ થઇ શકે તેવું વિચાર્યુ છે ખરું?

જૂના ટાયરોથી હંમેશા છૂટકારો મેળવવો પડે છે કે, તેને વેચવા જાવ ત્યારે પણ ભાવની બાબતમાં તમારે છેતરાવા જેવું થતું હશે. હવે તમારે તેની કોઇ ચિંતા કરવાની જરૂર નથી કે,  નકામા ટાયરનો ભંગાર ઘરમાં જગ્યા રોકશે કે ખરાબ દેખાશે તેવું પણ વિચારવાની જરૂર નથી. કાર, ટ્રેક્ટર અને ત્રિપગી વાહનોના ટાયરમાંથી હવે તમે આકર્ષક ફર્નિચર બનાવી શકો છો. ઘરમાં અને ગાર્ડનમાં તેનો સજાવટ તરીકે સૌથી સારો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં મોટું ગોર્ડન હોય તો તો પછી તમે ટાયરોનો સૌથી યુનિક ઉપયોગ કરી શકો છો. ટાયરોનો આકાર ગોળ હોય છે. જો તમે ઇચ્છો તો તેના પર કલર કરીને માટી અને ખાદ ભરીને તેમાં ફૂલછોડ ઉગાડી શકો છો. ઘણીવાર કૂંડાના બદલે તમે તેનો ઉપયોગ કરી શકો છો. એકની ઉપર બીજુ ટાયર ગોઠવીને તેમાં ફૂલછોડ રોપી શકો છો. બંને ટાયરને એકસરખો કલર અથવા તો અલગ કલર પણ કરી શકો છો. આ એકદમ અલગ દેખાઇ આવશે.

તે સિવાય ટ્રકના ટાયરોને પણ તમે ગાર્ડનમાં અનઇવન સ્ટાઇલમાં કે ઉપર-નીચે અલગ અલગ જગ્યાઓએ ગોઠવીને અલગ લુકની સાથે યુનિક બનાવી શકો છો. જે રીતે કૂંડાની સજાવટ કરીએ છીએ તે જ રીતે તેની પણ ગોઠવણી અને સજાવટ કરી શકાય છે. ટાયરોને હેંગીંગ ગાર્ડનિંગ માટે પણ ખૂબ સુંદર રીતે ઉપયોગમાં લઇ શકાય છે. ટાયરને વચ્ચેના ભાગમાંથી અડધા કરીને બે ખુલ્લા ભાગને લેધરથી સીવી લઇને વચ્ચે માટી ભરી તમે ફૂલછોડની સજાવટ કરી શકો છો. લોખંડની સિલ્વર કે ગોલ્ડન કલરની ચેઇન સ્ટેન્ડમાં ટાયરને ચાર ભાગમાં એટેચ કરીને હેંગીગ કરી શકો છો. ગાર્ડન મોટું હોય તો તેને મિડલમાં સજાવી શકાય અથવા તો ટેરેસ ગાર્ડનના કોઇપણ ખૂણામાં તેને મૂકશો તો ખૂબ જ સુંદર લાગશે.

મોટી સાઇઝના ટાયરોનો ઉપયોગ તમે ટેબલ તરીકે પણ કરી શકો છો. ગાર્ડનમાં બે મોટા ટાયરોને કલરફૂલ બનાવીને તેના પણ ગ્લાસ કે વુડન કોઇપણ શેઇપમાં પસંદ કરીને ટાયર પણ ગોઠવી શકો છો. આ રીતે ટાયરને તમે ફર્નીચરના રૂપમાં પણ ફેરવી શકો છો. જે કોઇપણ ડ્રોઇંગરૂમમાં પણ ભવ્ય દેખાઇ આવશે. તે સિવાય પછી તમે તેનો ઉપયોગ અલગ અલગ રીતે જેમકે સોફા સેટ, કાળા ગ્લાસવાળા સેન્ટર ટેબલ તરીકે, ઓફિસ ચેર, ગાર્ડન ચેર, કોફી બાર, દિવાલની ઘડિયાળ આવા અનેકમાં કરી શકો છો. તમે આ નાના મોટા તમામ પ્રકારના ટાયરોનો ઉયોગ કઇ રીતે કરો છો અને કેવી સજાવટથી કરો છો, તે તમારા પોતાની ક્રિએટીવીટી પર આધારીત છે. તેને તમે કલરથી પણ સ્ટાઇલિશ લુક આપીને, નિતનવી ડિઝાઇન કે સજાવટ કરીને એકદમ યુનિક બનાવી શકો છો.

 

  મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment