હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં હૂંફની સાથે સાથે સ્ટાઇલ પણ જળવાઇ રહે તે માટે શાલ અને પોંચોનો ઉપયોગ કરી શકો છો. ફેશન પ્રમાણે શાલ અને પોંચો પર પસંદગી ઉતારી નવા ટ્રેન્ડ પ્રમાણે તેને કઈ રીતે પહેરશો તેના વિશે થોડું જાણીએ.

શાલ

ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ આપણે ઠંડીથી બચવા માટે હૂંફ આપતા વસ્ત્રોનો ઉપાયોગ કરતા હોઈએ છીએ. જેમાં સ્ટાઇલની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકતા નથી. આમ તો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના આઉટફીટ માટેની તૈયારી કરી શકાય છે પરંતુ શાલ એક એવું અટાયર છે કે જે તમને ઠંડી સામે રક્ષણ પણ આપે છે. સાથે જ ભારતીય પોશાક અને વેસ્ટર્ન આઉટફિટ બંને સાથે પણ સરળતાથી ભળી જાય છે. એટલું જ નહીં તમે શાલ ને અલગ અલગ રીતે પહેરી શકો છો. જેનાથી તમારો લુક સ્ટાઇલિશ દેખાઈ આવશે.

જુદી જુદી શાલની પેટર્ન

ઠંડીની ઋતુમાં બજારમાં અનેક પ્રકારની શાલ જોવા મળતી હોય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈપણ શાલ પર પસંદગી ઉતારી શકો છો. તમે પશ્મિના શાલ થી લઈને કશ્મિરી શાલ,  ક્રોસેટ શાલ, સિલ્ક શાલ અથવા વુલન શાલ પસંદ કરી શકો છો. તમે પ્રસંગ મુજબ પણ શાલ નો કલર સિલેક્ટ કરી શકો છો. જેમકે રોજીંદા વપરાશ માટે લાલ, ગુલાબી અથવા મલ્ટીકલર શાલ કે પછી કલમકારી સ્ટાઇલ શાલ પહેરી શકાય છે. જો તમે પાર્ટીમાં જવાના હો તો એમ્બ્રોડરી વાળી શાલ પહેરી શકો છો. જે તમારા આઉટફિટને વધારે સુંદર બનાવશે. સાથે પાર્ટી માટે સિલ્ક કે વુલન શાલ પણ પહેરી શકો છો. આ રીતે જુદા જુદા પ્રકારની શાલ તમારા દરેક આઉટફીટ પર અને પ્રસંગ અનુસાર પહેરી શકો છો.

કઈ રીતે પહેરશો શા

  • જો તમે શાલ ને તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા ઇચ્છતા હો તો જરૂરી છે કે તમે તેને એક અલગ અંદાજમાં પહેરો. તમે તમારા આઉટફીટ પ્રમાણે શાલને ટીમઅપ કરી શકો છો.
  • જો તમે વેસ્ટર્ન વેર પહેરતા હો, જેમકે જીન્સ કે ટી-શર્ટ અથવા જેકેટ પહેરો તો શાલને સ્કાર્ફ ની જેમ ઉપયોગમાં લઈ શકો છો. જો તમે ઠંડીના વાતાવરણમાં ભારતીય પોષાક પહેરીને બહાર જઈ રહ્યા હો, તો તમારા ડ્રેસની સાથે શાલને દુપટ્ટા તરીકે પહેરી શકો છો.
  • સાડી કે લહેંગા ચોલી સાથે હવે ડબલ પાલવ રાખવાની ફેશન વધારે જોવા મળે છે. તો શાલ નો ઉપયોગ તમે પાલવ તરીકે પણ કરી શકો છો.
  • જો તમે કોઈ સહેલી ના લગ્નમાં જઈ રહ્યા હો તો શાલને ડબલ પાલવ તરીકે પહેરીને બીજાથી અલગ દેખાઈ શકો છો અને તે ઉપરાંત ખભા પર શાલ રાખવી પણ ગ્રેસફુલ લાગે છે.

પોંચો

ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ સ્ટાઈલમાં પણ નવો લુક મેળવવા માટે પોંચો અટાયર ટ્રાય કરી શકો છો. હાલમાં પોંચોની ઘણી બધી રેન્જ માર્કેટમાં જોવા મળે છે. જેમાં પોંચો ના લેટેસ્ટ ટ્રેન્ડ જોવા મળે છે. ઠંડીની સિઝન આવતાની સાથે જ દરેક યુવતી અને મહિલા એવું ડ્રેસઅપ કરવા ઈચ્છે છે, જે ઠંડી ની સામે રક્ષણ આપે અને સાથે જ તેમને સ્ટાઇલિશ પણ દેખાડે. શિયાળામાં તેના માટેનું બેસ્ટ ઓપ્શન પોંચો છે. ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખીને તે બેસ્ટ ગણવામાં આવે છે. જેને તમે વેસ્ટન કે ઇન્ડિયન બંને ડ્રેસ સાથે સરળતાથી પહેરી શકો છો.

પોંચો વિશે

પોંચોની ઘણા બધા પ્રકારની ડિઝાઇન્સ અને કલર્સ માર્કેટમાં જોવા મળે છે. તમે મિક્સ એન્ડ મેચ કલર્સના પોંચો, મોનોગ્રામ બ્લેન્કેટ પોંચો, ગ્રાફિક ડિઝાઈન પોંચો, જીઓ મેટ્રીકલ પોંચો, ફ્લાવર પેટર્ન પોંચો કે પછી પ્રિન્ટેડ સ્ટાઇલ પોંચો પર પસંદગી ઉતારી શકો છો. આ રીતે અલગ અલગ સ્ટાઇલનાં પોંચોની મદદથી તમારી સ્ટાઇલ મેક ઓવર થશે.

પોંચોના પ્રકાર અને ડિઝાઇન્સ

પોંચોને શિયાળામાં કમ્ફર્ટેબલ માનવામાં આવે છે. પોંચો સામાન્ય રીતે ક્રોશેટ અથવા ઊનથી બનાવવામાં આવે છે. જોકે હવે માર્કેટમાં જુદા જુદા મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવેલા પોંચો મળે છે. જેમાં અત્યારે કોલર વાળા પોંચો અને હાઇ નેક પોંચો વધારે લોકપ્રિય છે. ફેશનની વિવિધતાના કારણે પોંચોમા પણ તેની નેક અને સ્લાવ્સની ડિઝાઇન ને લઈને અલગ-અલગ પ્રયોગો થતા રહે છે. જેમાં કોલર વાળી નેક, રાઉન્ડ નેક, હાઇ નેક અને જુદા જુદા બટન્સની ડિઝાઇનને ફેશન તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્લીવ્સમાં પણ અનેકવિધ ડિઝાઇન્સ જોવા મળે છે. સ્વેટર સ્ટાઇલ પોંચો હાલમાં વધારે લોકપ્રિય છે.

કઈ રીતે પહેરશો પોંચો

  • જ્યારે તમે કોઈ એક પ્રકારના પોંચો ની પસંદગી કરો છો, ત્યારબાદ તેને કઈ રીતે પહેરવા તે ખૂબ અગત્યનું છે. પોંચોને એક આઉટરવેર તરીકે પહેરવામાં આવે છે. તેથી તમે તેને તમારા કોઈપણ ડ્રેસ સાથે પહેરી શકો છો.
  • જો તમે અલગ દેખાવા ઈચ્છતા હો તો પોંચોને બીજા ડ્રેસ સાથે પણ ટીમ અપ કરી એક્સપેરિમેન્ટ કરી શકો છો.
  • પોંચો ખરીદો ત્યારે તેની લંબાઈનું ખાસ ધ્યાન રાખો. તમારા ટૂંકા ડ્રેસ જેટલી જ તેની લંબાઈ હોવી જોઈએ. સાથે જ પોંચોના કલર સાથે મેચિંગ બોટમવેર પહેરવું. સાથે ની હાઇ બૂટ્સ પણ પહેરી શકો. આ લૂકમાં તમે સ્ટાઇલિશ દેખાશો.
  • જો તમે સ્લીમ દેખાવા ઈચ્છતા હોવ તો પોંચો તમે સ્કીન જીન્સ અથવા ફ્લેયર્ડ જીન્સ સાથે પહેરી શકો છો. સાથે જ પોંચોની ઉપર એક બેલ્ટ પણ પહેરી શકાય. જે તમારી વેસ્ટલાઇનને વધારે ડિફાઇન કરશે અને તમારી કમર પાતળી દેખાશે.
  • પોંચો તમે જીન્સ કે વેસ્ટર્ન વેર સાથે જ પહેરો તે જરૂરી નથી. તમે તેને ભારતીય પોશાક સાથે પણ પહેરી શકો છો. તમે સાડી ના બ્લાઉઝ કે કુરતી ને જ પોંચો સ્ટાઈલમાં તૈયાર કરાવો. જેનાથી તમારો લુક એકદમ બદલાઈ જશે.
  • જો તમે ઇચ્છો તો કોઈ ખાસ પ્રસંગે ઈન્ડિયન વેરની સાથે નેટ અથવા વેલવેટ પોંચો પહેરી શકો છો

Loading

Spread the love

Leave a Comment