નાના પડદા પર પોતાના અભિનય માટે જાણીતી પ્રસિદ્ધ ભારતીય ટેલિવિઝન કલાકાર હંમેશા પોતાના અંગત જીવનને લઇને સમાચારોમાં છવાયેલ રહે છે. હાલમાં જ તેણે બોલિવુડની લોકપ્રિય સ્ટાર સુસ્મિતાના બેબી ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તેમની એ પોસ્ટ દ્વારા સ્પષ્ટ થાય છે કે તેમનું લગ્નજીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યું છે.. ચારુ અસોપા એ હાલમાં જ સ્ટાર ભારત ના આવનારા શો ‘અકબર કા બલ બીરબલ’માં એક મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ શોમાં તે હીરા બાઈ નું મહત્વનું પાત્ર ભજવી રહી છે. તેમની સાથે ટેલેન્ટનું પાવર હાઉસ ગણાતા અલી અસગર અકબરનું પાત્ર ભજવી રહ્યા છે. જ્યારે બીરબલ ના પાત્રમાં વિશાલ કોટીયન અને રાણી સાયબાના પાત્રમાં અદિતી સજવાન જોવા મળશે. ચારુ પોતાના નવા શોને લઈને ખુબ જ ઉત્સાહિત છે. તેની સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના કેટલાક અંશ.

— તમારા શો વિશે કંઇક જણાવો.

‘અકબર કા બલ બીરબલ’ એક એવો શો છે, જે અકબર અને બીરબલ વચ્ચેના એક અલગ સંબંધને જ પ્રદર્શિત કરશે. આ પ્રકારના શોને ક્યારેય કોઈપણ ચેનલ પર દેખાડવામાં આવ્યો નથી. અકબર અને બિરબલની અદભુત વાર્તાઓ દરેક ઉંમરના લોકોમાં હંમેશાથી લોકપ્રિય રહી છે અને દરેક જણે તેનો આનંદ લીધો છે. ‘અકબર કા બલ બીરબલ’માં અકબર અને તેના નજીકના દરબારી બીરબલ વચ્ચેની મિત્રતાનો સંબંધ દેખાડવામાં આવશે. જેને તેમની બુદ્ધિ અને જ્ઞાન માટે ઓળખવામાં આવે છે. આ શો તે સમયના રાજા અને બીરબલના જ્ઞાન અને તેની ચતુરાઈના દૃષ્ટિકોણને અનેક પરીક્ષાઓમાંથી કઈ રીતે પાસ થાય છે અને તે કઇ રીતે દરેક પરિસ્થીતીનું સમાધાન કરે છે, તેનું વર્ણન કરશે. બીરબલ એ અકબરની અંગત અને દરબારી સમસ્યાઓને કઈ રીતે દૂર કરે છે, તે પણ દેખાડવામાં આવશે.

— તમારા હીરાબાઈ ના પાત્ર વિશે જણાવો. કેટલી તૈયારીઓ કરવી પડી.

હીરાબાઈનું પાત્ર ‘અકબર કા બલ બીરબલ’ શોમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. મને જે દિવસથી આ પાત્ર માટે પસંદ કરવામાં આવી ત્યારથી હું તેના પર કામ કરી રહી છું. હું મારા પાત્રને વધારે વાસ્તવિક બનાવવા માટે ઓનલાઇન એક્ટિંગ અને થિયેટરના વર્કશોપમાં પણ ભાગ લઈ રહી છું. તે ઉપરાંત અમારી સાથે અલી સર છે. જે સ્ક્રીન પર તેમની કોમેડી માટે ખૂબ જ જાણીતા છે. તેમની ટિપ્સ અને કેટલાક કિસ્સાઓ મને સ્ક્રીન પર સારી એક્ટિંગ કરવા માટે મદદરૂપ થઇ રહ્યા છે.

— શોમાં તમારો લુક કેવો રહેશે.

શોમાં મારો લુક ખૂબ જ ગ્લેમરસ અને રોમાંચક છે. મને ખૂબ જ પારંપરિક લૂક આપવામાં આવ્યો છે. જ્યાં હું કુંદનની જ્વેલરી માં એક મોટી સાઇઝની નોઝ રીંગ પહેરીને આવીશ. મારો પહેરવેશ એક પેસ્ટલ રંગના વસ્ત્રોનો રહેશે, અને હું શોમાં મારા લુકને લઈને ખૂબ જ એક્સાઇટેડ છું. આ લુક મેળવીને હું પોતાને એક રાણી હોવાનો અનુભવ કરી રહી છું.

— આ પ્રકારના શોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

દર્શકો અકબર અને બિરબરના કિસ્સા અને વાર્તાઓથી પરીચિત છે. તેથી તેમની વાર્તાઓ અને પાત્રને યોગ્ય ન્યાય મળી રહે તે ખૂબ જરૂરી છે. લોકપ્રિય ઐતિહાસિક પાત્રો અને તેની વાર્તાઓ સાથે કોઇ છેડછાડ કરી શકાતી નથી. હા, તેને કોમેડી કે અન્ય ફ્લેવરમાં દર્શકોના આનંદ માટે રજૂ કરી શકાય છે. જોકે અકબર અને બિરબલના કિસ્સા-કહાનીઓ વાંચીને અને જોઇને લોકો હંમેશાથી આનંદિત જ થયા છે. તો આ શો નો પણ એવો જ પ્રયત્ન રહેશે કે લોકોને આનંદ કરાવે.

— મહામારી ના સમયમાં ઘણા કલાકારોએ પોતાના મેક-અપ જાતે કરી રહ્યા છે. શું તમારે આવી કોઈ તકલીફ પડી છે ખરી.

હા, હું મારો મેકઅપ જાતે જ કરી રહી છું. હું માનું છું કે આપણે એ વાતને ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણો ચહેરો સૌથી બેસ્ટ છે. એટલા માટે જ મેં હંમેશા જ મારો મેકઅપ જાતે જ કરવાનું પસંદ કર્યું છે. જોકે આ સમયે મહામારી દરમિયાન શૂટ કરતી વખતે આ બાબત સાવધાની વર્તવાની છે અને સોશિયલ ડિસટન્સ જાળવી રાખવા માટે પણ મદદરૂપ બની રહે છે.

— ડેઇલી શોપ માં પાછા ફરવા થી કેવું લાગી રહ્યું છે.

અકબર કા બલ બીરબલનો એક હિસ્સો બનવા ના કારણે હું ખૂબ જ ખુશ છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને હીરાબાઈ નું પાત્ર ભજવવાની તક મળી. ઈન્ડસ્ટ્રીમાં દસ વર્ષથી હોવા છતાં જ્યારે પણ હું કોઈપણ નવો શો કરવા જાઉં તો મને નર્વસનેસ ફિલ થાય છે. હું ખુશ પણ છું અને છોડી નર્વસ પણ છું. મારો હંમેશાથી પ્રયત્ન રહે છે કે હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપી શકું.

— તમારો આ શો અન્ય શો કરતા કઈ રીતે અલગ છે.

અકબર કા બલ બીરબલ શો એ અકબર અને બીરબલ વચ્ચેના અનોખા સંબંધ પર આધારિત શો છે. જેને ક્યારેય કોઈપણ ફ્રન્ટલાઈન જીઇસી પર જોવામાં આવ્યો નથી. આ શો જીવનના મૂલ્યો વિશે તમને વિચારવા પર મજબૂર કરી દે છે.

Loading

Spread the love

Leave a Comment