રાબતા ફિલ્મમાં બે કલાકારોની વાત કરીયે તો ફિલ્મના લીડ પાત્રો સાથે ભજવવા સિવાય તેમની વચ્ચે અનેક પ્રકારનું કનેક્શન જોવા મળી રહ્યું છે. તે બંને દિલ્હી તરફના જ છે. સાથે જ બંનેનું એન્જિનિયરીગનું કનેક્શન છે. બંનેનું ફૂડ સાથેનું પણ અનોખુ કનેક્શન જોવા મળે છે અને છેલ્લે ફિલ્મની વાત કરું તો 300 વર્ષના ઇતિહાસનું અદુભૂત કનેક્શન છે. ખરેખર રાબતાનો અર્થ જ બંને વચ્ચેનું એક કનેક્શન (એક અનોખુ જોડાણ) એવો થાય છે. તેવામાં બંને મુખ્ય કલાકારો વચ્ચે પણ અનેક બાબતમાં સામ્યતા જોવા મળી છે. ફિલ્મના મુખ્ય કલાકારો સુશાંતસિંહ રાજપૂત અને ક્રિતી સેનન સાથે થયેલી રૂબરૂ વાતચિત.

પહેલી મુલાકાતમાં કેવું કનેક્શન જોવા મળ્યું  હતું.

સુશાંત – હું અને ડિનુ બેસીને જોઇ રહ્યા હતા કે ફિલ્મ માટે સૌથી સારી કાસ્ટ કોણ હોઇ શકે છે. અમે ક્રિતીના ઇન્ટરવ્યૂહને એવું જોઇ રહ્યા હતા. મેં ડિનુને કહ્યું કે આ મને ખૂબ પ્રોમિસિંગ લાગી રહી છે. તેવામાં જ ક્રિતી આવી. તેને જોઇને લાગ્યું કે આ ખૂબ જ લાંબી છે.

ક્રિતી – પહેલા દિવસે હું ડિરેક્ટર ડિનુને મળવા માટે ઓફિસમાં ગઇ હતી. મને તે સમયે ખબર નહોતી કે સુશાંત પણ ત્યાં હશે. હું ઓફિસ ગઇ ત્યારે સુશાંત પણ ત્યાં જ હતો. ડિનુએ અમને એક સીન કરવા માટે કહ્યું અને એક પેપરમાં ડાયલોગ્સ આપ્યા. દસ મિનિટમાં તૈયારી કરવા કહ્યું હતું. તે પછી એક રૂમમાં અમને સાથે સીન કરવા માટે કહ્યું ત્યારે અમે બે થી ત્રણ વખત તે સીન કરીને દેખાડ્યા. મારાથી તે દરમિયાન કઇક બોલાઇ ગયું હતુ અને સુશાંતે કહ્યું કે, યે ખૂબ દિલ્લી હૈ, મેં જવાબમાં કહ્યું કે, હા, મૈ દિલ્લી હું.

પહેલીવાર સાથે સ્ક્રીન પર આવી રહ્યા છો પણ તમારા વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

સુશાંત – અમારા બંને વચ્ચે ઘણીબધી સામ્યતાઓ છે, તેના કારણે હોઇ શકે.

ક્રિતી – અમે પહેલેથી એકબીજાને જાણતા નહોતા પણ ફિલ્મના પાત્ર પ્રમાણે અમારી કેમેસ્ટ્રી વધારે સારી છે.

રાબતા ફિલ્મમાં શું અલગ છે.

સુશાંત – ફિલ્મની આખી સ્ટોરી જ અલગ છે. 300 વર્ષ કરતા વધારે જૂની વાર્તા છે. હું મોટાભાગે પુર્નજન્મની બાબતોમાં વિશ્વાસ કરતો નથી. જ્યારે આ ફિલ્મની સ્ટોરી વાચી રહ્યો હતો, ત્યારે જ મેં વ્યોમકેશનું શૂટીંગ પૂરું કર્યું હતું. હું ગોવામાં વેકેશન પર હતો અને એક હાથમાં બિયર પીતા પીતા આ ફિલ્મની સ્ટોરી વાંચી રહ્યો હતો. મને સ્ટોરી ગમી રહી હતી. તે સમયે મને જૂના સમયની બાબતનો કોઇ રેફરન્સ નહોતો. મારા પાત્ર વિશેની મને વધારે જાણકારી નહોતી. મેં અત્યાર સુધીમાં 54 પાત્ર ભજવ્યા છે, પણ એક જ વાર્તામાં બે અલગ પાત્ર ક્યારેય ભજવ્યા નથી.

ક્રિતી – એક જ ફિલ્મમાં બે અલગ પ્રકારના પાત્ર ભજવવા ખૂબ મોટી વાત છે. તેમાં પણ જે એક બીજા સાથે જરાપણ કનેક્ટેડ ન હોય, રીલેટ કરતા ન હોય તેવા પાત્ર મુશ્કેલ હોય છે. બંને અલગ અલગ સમયના પાત્ર છે. મને પણ મારા પાત્રની કોઇ જાણકારી હતી નહીં. તેથી તે પાત્ર અને તે દુનિયા કેવી હશે તેની ખબર નહોતી. અમારે કેવા દેખાવાનું હશે, કેવી રીતે વાત કરવાની, કેવો લુક હશે તે બધી જ બાબતોથી અજાણ હતા. તેથી પહેલા અમે ફિલ્મમાં અત્યારના સમયનું શૂટીંગ શૂટ કર્યું હતું. તે પછી બે મહિનાનો ગેપ રહ્યો અને ત્યારબાદ 300 વર્ષ પહેલાની જે વાર્તા છે, તે શૂટ કરવામાં આવી હતી.

ફિલ્મના પાત્ર માટે કેવી તૈયારીઓ કરવી પડી.

સુશાંત – અવાજ, સ્કીલ્સ વગેરે બધુ જ અલગ હતું. મને સ્વીમિંગ નહોતુ આવડતું તો તે ખાસ શીખ્યો કારણકે ઘણાબધા સીન પાણીની અંદર શૂટ કરવાના હતા. સ્કુબા ટ્રેનિંગ લીધી. માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી. બેંગકોક હું એક મહિના માટે વેપન્સ ટ્રેનિંગ માટે ગયો હતો. જોકે ફિલ્મ માટે બેસ્ટ ટેક્નિશિયન પણ બેંગકોક અને એલેથી બોલાવવામાં આવ્યા હતા.

ક્રિતી – સાયરાનું પાત્ર આજની યુવતીનું છે, જે સરળ હતું. તેને ખરાબ સપનાઓ આવે છે. ફ્લેશબેકનું પાત્ર એવું છે, જેના વિશે કોઇ માહિતી નહોતી. એક અલગ એરા દેખાડવામાં આવ્યો છે. જે યુવતી છે, તેનો પહેરવેશ, વાતચિત, બોડી લેંગ્વેજ બધુ જ અલગ હતું. મારું તે પાત્ર વોરીયર પ્રિન્સેસનું છે, તો થોડું અભિમાન અને લડાઇ કરતી યુવતીની બોડી લેગ્વેજ, કોઇનાથી ડરતી નથી. આ બધુ તે પાત્રમાં છે. ફિલ્મ માટે બે મહિના રીયલ લોકેશન પર શૂટ કર્યું જે મોરેશિયસના નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું કારણકે જંગલના સીન હતા. ઘોડેસવારી શીખી છું. સ્વીમીંગ નહોતી આવડતી તો તે પણ શીખી છું. સ્કુબા ટ્રેનિંગ અને માર્શલ આર્ટની ટ્રેનિંગ આ બધુ બે મહિનાના ગેપ દરમિયાન શીખ્યા હતા. તે સિવાય હું આજના સમયમાં ચોકલેટ બનાવતી યુવતી છું તો ચોકલેટ બનાવતા શીખી હતી. જોકે મને કુકીંગ જરાપણ પસંદ નથી. સેટ પર મેં બધાને બનાવીને ખવડાવી પણ છે.

કોઇ યાદગાર સીન ફિલ્મનો રહ્યો હોય તો જણાવો.

સુશાંત – પહેલીવાર હું કોઇ ફિલ્મમાં સારો દેખાઇ રહ્યો છું. એક સીન હતો જેમાં મારે ક્રિતીનો હાથ પકડીને દોડવાનું હોય છે. સામે કેમેરો હતો અને હું દોડી રહ્યો હતો. કેમેરો પણ અમારી સાથે ચાલી રહ્યો હતો. ટ્રાવેશિયા જેવા લોકોશન પર શૂટ થઇ રહ્યું હતું. અચાનક જોયું તો મારા હાથમાં તેનો હાથ નહોતો અને તે નીચે પડી ગઇ હતી. ફિલ્મના શૂટીંગ દરમિયાન તે પડતી જ રહેતી હતી. ( હસીને )

ક્રિતી – હું માનું છું કે હું પડી ગઇ હતી પણ ત્રણ વખતમાં એકપણ વખત મારી પોતાની ભૂલ નહોતી. એકવાર જમીન પર પાણી પડું હતું, બીજીવાર સુશાંતની ભૂલ હતી અને ત્રીજીવાર મારા ચહેરા પર વેલ્ટર હતું અને હું દોડી રહી હતી. જેના કારણે મને કઇ જ દોખાતુ નહોતું. તે સિવાય એક વાત કહીશ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને ઘોડેસવારી ગમશે. હું એનિમલ પર્સન નથી. જ્યારે તે શીખવાનું શરૂ કર્યું તો એક થેરેપી જેવું લાગ્યું. હું જે ઘોડા પર સવારી શીખી, તેના બદલે મોરેશિયસમાં બીજા ઘોડા પર સીન શૂટ કરવાના હતા. તેના માટે હું થોડી નર્વસ હતી કારણકે પ્રાણીઓ પણ આપણને ઓળખતા હોય છે. દરેક ઘોડાનું એક રીધમ હોય છે, તે પણ તમને ઓળખતા હોય છે. તેથી તે ઘોડા સાથે મેં બે ત્રણ દિવસ અલગથી રાઇડ કર્યું અને પછી તેની સાથે શૂટ કર્યું. શૂટ દરમિયાન તે થોડો પેનિક થયો હતો પણ મેં તેને પંપાળ્યો તો તે ફરી નોર્મલ થઇ ગયો હતો. તમે કોઇ સાથે દિલથી જોડાઇ જાવ તો નેચર

— સુશાંત તમે ડાન્સ પણ સારો કરો છો, ફિટનેસ વિડીયો પણ સારા હોય છે. આ બધુ કઇ રીતે કરી લો છો.

ફિટનેસના કારણે હું મારા કામમાં ફ્રેશ ફિલ કરી શકુ છું. હું એમ નથી કહેતો કે ડાયટ કરો કે ઓછો ખોરાક લો પણ હું ખૂબ જ ખાતો રહું છું. સાથે રેગ્યુલર વર્કઆઉટ કરું છું તેથી ફિટ રહું છું. કોઇ પણ શોટ હોય તો તેના એક અઠવાડિયા પહેલા હું તે શોટ પ્રમાણે ફિટ થઇ શકું છું. હવે પછીની ફિલ્મમાં ડાન્સ કરતો જોવા મળીશ.

સુશાંત રીલેશનને એક શબ્દમાં કઇ રીતે જણાવીશ.

મારા માટે રીલેશન એટલે ઇન્વેશમેન્ટ છે. સમયનું ઇન્વેશમેન્ટ, તમારા વિચારોનું ઇન્વેશમેન્ટ, તમારી લાગણીઓનું ઇન્વેશમેન્ટ.

સુશાંત તારી આવનારી ફિલ્મો કઇ છે.

હવે પછી ફિલ્મ ડ્રાઇવ છે જે તરુણ મનસુખાની ડિરેક્ટ કરી રહ્યા છે. તેના પછી ચંદા મામા દૂર કે નામની ફિલ્મ છે, જે પહેલી સ્પેસ ફિલ્મ હશે અને તેને સંજયસિંહ ચૌહાણ ડિરેક્ટ કરી રહ્યા છે, તેના પછી રો નામની ફિલ્મ છે, જે રોબી ગરેવાલ ડિરેક્ટ કરી રહ્યા છે અને તે પછી અભિષેક ચોબેની એક ફિલ્મ છે. બીજી એક ફિલ્મ વિશે આવતા વિકમાં ફાઇનલ થઇ જશે.

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment